કચ્છઃ કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનને લઈને વિશ્વભરમાં ખળભળાટ છે. કેન્દ્ર સરકારની સૂચના મુજબ કચ્છનું આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર પણ (Corona variant Omicron in Kutch 2022 ) અલર્ટ છે. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન અને એરપોર્ટ ખાતે બહારથી આવતા મુસાફરોના પ્રવાસનું મોનીટરીંગ, ટ્રેકિંગ, સ્ક્રીનીંગ, ટ્રીટમેન્ટ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ઓકસીજન બેડ, વેન્ટિલેટર વગેરેની તૈયારીઓ પણ આરોગ્ય તંત્ર (Kutch Hospitals Preparation) દ્વારા કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં હાલ 63 કોરોના પોઝિટિવ એક્ટિવ કેસો છે તથા 3 ઓમિક્રોન વાયરસનાં કેસ એક્ટિવ છે.
પ્રવાસી કચ્છીઓના આગમનને લઇ સતર્કતા
ખાસ કરીને ડિસેમ્બર માસના અંતમાં આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, તાંઝાનિયામાં વસતા કચ્છીઓ કચ્છમાં આવતા હોય છે, ત્યારે નવો વેરિઅન્ટ ઓમિક્રોન વાયરસ આ ક્ષેત્રોમાં હોવાથી કચ્છના આરોગ્ય તંત્રએ અને વહીવટી તંત્રએ સતર્કતા વધારી હતી. છતાં પણ 3 ઓમિક્રોન કેસો એક્ટિવ (Corona variant Omicron in Kutch 2022 ) છે. કોરોનાકાળમાં વિમાનીસેવા બંધ રહી હતી, પરંતુ જ્યારે કોરોનાનું સંક્રમણ ઘટ્યું હતું ત્યારે ફરીથી ચાલુ કરાઈ હતી. કચ્છ જિલ્લામાં રસીકરણનું કાર્ય (Kutch Hospitals Preparation) પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
રેલવે સ્ટેશન, એરપોર્ટ, બસ સ્ટેશન વગેરે સ્થળે તપાસ માટેની સતર્કતા વધારી દેવાઇ
કચ્છમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વાયરસના લક્ષણોવાળા 3 એનઆરઆઇ (Corona variant Omicron in Kutch 2022) સામે આવ્યા છે અને ત્રણેય ભૂજ તાલુકાના કેસો છે તથા હાઈ રિસ્ક દેશની ટ્રાવેલ હિસ્ટરી ધરાવે છે. તમામ દર્દીઓ institutional isolation માં છે અને તબિયત સારી રહે તે માટે સારી સારવાર થઈ રહી છે અને આગામી 10 માં દિવસે RtPCR સેમ્પલ લેવામાં આવશે અને નેગેટીવ આવશે તો discharge કરવામાં આવશે તેવું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક માઢકે જણાવ્યું હતું.