કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં સૌથી વધુ 56,000 હેક્ટરમાં બાગાયત પાકોનુ વાવેતર (Kutch Horticulture)કરવામાં આવે છે. પરંતુ બાયપ્રોડ્કટ કે સંગઠન ન હોવાથી નાના ખેડૂતો વધુ આર્થીક નફાથી વંચીત રહી(Horticulture in Gujarat) જાય છે. તેવામાં ખેડૂતોનુ કોર્પોરેટ ઓર્ગેનાઇઝેશન (Farmer Producer Organisations)તૈયાર થાય તેવા પ્રયાસો ખેતીવાડી વિભાગની આગેવાનીમાં શરૂ કરાયા છે. કચ્છ જિલ્લો પોતાની ખેત પેદાશોના (Horticulture Department in Kutch )ઉત્પાદનમાં ઘણું આગળ છે. પરંતુ ખેતીના વિવિધ પાકોમાં વેલ્યુ એડીશન માટે ખેડૂતો સંગઠીત ન હોય ખેડૂતોને જોઈએ તેટલુ વડતર મળ્યુ નથી. જો કે ભારતના અનેક રાજ્યોમાં ઘણા ખેડૂતોએ FPO ફાર્મસ પોડ્યુસર ઓર્ગેનાઇઝેશનની રચના કરી મોટા લાભો મેળવ્યા છે.
કચ્છ જિલ્લામાં પણ ખેડૂતોને FPO સાથે જોડવાના પ્રયત્નો શરૂ કરાયા
કચ્છમાં પણ બાગાયત ખેતી વિભાગ, નાબાર્ડ (Kutch Agriculture Department)સહિતના સયુંકત પ્રયાસોથી ખેડૂતોને FPOથી જોડવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જેના માટે નિષ્ણાતો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન સાથે ફાયદાઓ અંગે એક બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં બાગાયત વિભાગ, નાબાર્ડ, કાઝરી જેવી ખેતી માટે કામ કરતા વિભાગો સાથે રહ્યા હતા અને ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન પણ આપ્યું હતું.
FPO ખેડૂતોના હકોનું રક્ષણ કરે છે
એફ.પી.ઓ ખેડૂતો દ્વારા સંચાલિત હોય છે અને ખેડૂતોના હક્કોનું રક્ષણ કરે છે. આ સંગઠન મારફતે સભ્ય ખેડૂતોને સુધારેલા બિયારણ, પિયત અને કીટનાશકો, ખેતીને લગતી અન્ય જરૂરિયાતો, તેમના ઉત્પાદનું ભંડારણ અને ઉચિત સમયે બજારમાં વેચવું જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે અને તેમની આવક વધારી સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે. એફ.પી.ઓ કંપની એક્ટમાં રજીસ્ટર્ડ થવાથી કાનૂની માન્યતા પ્રાપ્ત છે. એફ.પી.ઓ ના સભ્યો સંસ્થાના શેરહોલ્ડરો હોય છે. સંસ્થાના નફાનો અમુક ભાગ સભ્યોને વહેંચવામાં આવે છે અને બાકીનો ભાગ ખેત ઉત્પાદન વધારવા માટે ઉપયોગમાં લેવાય છે.
ઉંચી કિંમતે પોતાની વસ્તુઓ વેચી નફો મેળવી શકશે
વિવિધ પ્રશ્નોને લઇને ખેડૂતો આમતો સંગઠીત છે. પરંતુ FPO યોજના હેઠળ ખેડુતોએ એક સંગઠન બનાવી કંપની રજીસ્ટ્રરની પ્રક્રિયા કરવાની હોય છે. જેના માટે સરકારના કૃષી અને આર્થિક સહાયને લગતા અનેક વિભાગો મદદ કરે છે. FPO કરવાથી એક તો કૃષી પેદાશ માટે જરૂરી, દવા, ખાતર સહિતની વસ્તુઓ ખેડૂતો એક સાથે ખરીદી કરી પૈસા બચાવી શકે છે. સાથે ક્વોલીટી ગ્રેડના આધારે ખેડૂતો ઉંચી કિંમતે પોતાની વસ્તુઓ વહેંચી નફો મેળવી શકે છે. સાથે તેમાંથી વિવિધ બાયોપ્રોડ્કટ તૈયાર કરી પુરતુ માર્કેટ ઉભુ કરી શકે છે.