ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાંથી લાખો રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો, 3 સામે ફરિયાદ નોંધાઇ - gujarat

કચ્છઃ જિલ્લાના માંડવી તાલુકાના નાની ખાખર ગામમાંથી પોલીસે ટેન્કરમાં લવાયેલો લાખો રૂપિયાનો દારૂ વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. પોલીસે 3 આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

kutch

By

Published : Jul 18, 2019, 7:27 AM IST

પ્રાપ્ત માહિતી મુજબ પોલીસ નાઈટ પેટ્રોલીંગ કરી રહી હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે, નાની ખાખરની નદી પાસે નર્મદા કેનાલ નજીક ટેન્કરમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો છે અને બૂટલેગરો અન્ય વાહનોમાં તેનું કટીંગ કરી રહ્યાં છે. બૂટલેગરોએ ગામના સીમાડે નર્મદા કેનાલ બાજુ જતાં કાચા રસ્તા ઉપર વાહનો ઉભા રાખ્યા હતા. આ બાતમીના આધારે પોલીસ ઈન્સ્પેક્ટર એ.એલ.મહેતા અને અન્ય સ્ટાફે ત્યાં દરોડા પાડ્યા હતા.

ત્યાં નદીના એક મોટા ખાડામાં ટેન્કર અને અન્ય વાહનોમાં દારૂનું કટીંગ થતું હતું. તે વખતે અંધારામાં પોલીસ જીપની હેડલાઈટ અને ટોર્ચનો પ્રકાશ જોઈ બૂટલેગરો બે કારમાં સ્થળ પરથી નાસી છૂટ્યાં હતા. જો કે, દારૂ ભરેલું ટેન્કર અને એક બોલેરો પીકઅપને પોલીસે સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા.

પોલીસે બંને વાહનોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 9 લાખ 36 હજાર કિંમતની કુલ 1,284 બોટલ જપ્ત કરી હતી. દારૂ સાથે પોલીસે GJ-12 Z-3480 નંબરનું 15 લાખની કિંમતનું ટેન્કર અને GJ-24 V-3107 નંબરની 2 લાખની કિંમતની બોલેરો જીપ, તાલપત્રી વગેરે મળી કુલ 26,36,500 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂનો જથ્થો રઘુવીરસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા અને પૃથ્વીરાજસિંહ જાડેજા નામના 3 બૂટલેગરે મગાવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે. ત્રણેય સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ABOUT THE AUTHOR

...view details