ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છના ખેડૂતોએ 76338 હેક્ટરમાં વાવેતર કર્યું

કચ્છ : શહેરમાં છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કાળ અને અછતની સ્થિતી છે. ચોમાસાની સિઝનાં મેઘરાજાની આતુરતાની રાહ જોવાઈ રહી છે. સારા વરસાદની આશા સાથે કચ્છના ખેડૂતોએ 76338 હેક્ટરમાં વાવેતર કર્યું છે. જેમાં સૌથી વધુ કપાસ, ઘાસચારો અને મગફળીનું ખેડૂતોએ વાવેતર કર્યું છે.

કચ્છના ખેડૂતોએ 76338 હેક્ટરમાં વાવેતર કર્યું

By

Published : Jul 9, 2019, 6:46 AM IST

આ વર્ષે જગતના તાતે ખરીફ પાકનું વાવેતર કર્યું છે. જેમાં કપાસનું વાવેતર મોખરે છે. કપાસ માટે માફક આવતા અબડાસામાં 9384 અને અંજારમાં 7649, નખત્રાણામાં 6949, માંડવી 4911, ભુજ 3975, રાપર 2325, ભચાઉ 1315, લખપત 130 અને સૌથી ઓછું ગાંધીધામમાં 60 હેકટર વાવેતર થયું છે. બીજી તરફ દુષ્કાળમાં પશુઓ માટે આશીર્વાદરૂપ બનતા મકાઈ, જુવાર, રજકો અને બાજરી જેવા ઘાસચારાનું 9189 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યુ છે.

કચ્છના ખેડૂતોએ 76338 હેક્ટરમાં વાવેતર કર્યું

જેમાં સૌથી વધુ 7550 હેકટરમાં જુવાર, 903 હેકટરે મકાઈ અને 736 હેકટરે રજકો અને રજકા બાજરીનો સમાવેશ થાય છે. ધાન્ય પાકોમાં આ વર્ષે સારો વરસાદ થાય તો આશાએ સૌથી વધુ 3987 હેકટરમાં બાજરી, 3485 હેકટરે મગ, 1270 હેકટરમાં મઠ, 1060માં જુવાર વાવવામાં આવ્યા છે. 7111 હેકટરમાં મગફળી, 1165 હેકટરે દિવેલા અને 928માં તલનું વાવેતર કરવામાં આવ્યુ છે. અન્ય પાકોમાં 7290 હેકટરમાં ગુવાર, 2135માં શાકભાજી, રાપરમાં 200 હેકટરે મીંઢિયાવળ અને અંજાર તાલુકામાં 25 હેકટરમાં શેરડીનું વાવેતર કરવામાં આવ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details