ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છઃ વાવણી સમયે ડીઝલમાં ભાવ વધારો થતા ખેડૂતોએ ડીઝલ પર સબસીડીની કરી માગ - Bhuj News

પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે ઇંધણના ભાવ વધારાથી સામાન્ય નાગરિકની કમર તૂટી રહી છે તો બીજી તરફ રાજકારણ તેની ચરમસીમાએ છે શાસક અને વિપક્ષ વચ્ચે આ માહોલ વચ્ચે મોંઘવારી માઝા મુકી રહી છે ત્યારે ચોમાસાની સિઝનમાં હાલ વાવણીના સમયમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધતા ખેડૂતોને આર્થિક બોજ સહન કરવાનો વારો આવ્યો છે. કચ્છમાં ચોમાસા પહેલા વરસાદ થતા ખેડૂતોએ આવતું વર્ષ સારું જશે તેવી આશાએ વાવણી શરૂ કરી દીધી છે, પરંતુ ઇંધણના ભાવ વધારાને કારણે મુશ્કેલીઓ અનુભવી રહ્યાં છે.

Farmers demand subsidy on diesel
કચ્છઃ વાવણી સમયે ડીઝલમાં ભાવ વધારો થતા ખેડૂતોએ ડીઝલ પર સબસીડીની કરી માગ

By

Published : Jul 2, 2020, 2:04 AM IST

ખેડૂતોએ ડીઝલ પર સબસીડીની કરી માગ

  • પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો થતા ખેડૂતોને પડી રહી છે મુશ્કેલી
  • વાવણી મોટેભાગે ટ્રેકટર દ્વારા કરાતી હોવાથી ખેડૂતોને થઇ રહ્યું છે આર્થીક નુકસાન

કચ્છઃ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં સતત વધારો થઇ રહ્યો છે ઇંધણના ભાવ વધારાથી સામાન્ય નાગરિકની કમર તૂટી રહી છે તો બીજી તરફ રાજકારણ તેની ચરમસીમાએ છે શાસક અને વિપક્ષ વચ્ચે આ માહોલ વચ્ચે મોંઘવારી માઝા મુકી રહી છે ત્યારે ચોમાસાની સિઝનમાં હાલ વાવણીના સમયમાં પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધતા ખેડૂતોને આર્થિક બોજ સહન કરવાનો વારો આવ્યો છે. કચ્છમાં ચોમાસા પહેલા વરસાદ થતા ખેડૂતોએ આવતું વર્ષ સારું જશે તેવી આશાએ વાવણી શરૂ કરી દીધી છે, પરંતુ ઇંધણના ભાવ વધારાને કારણે મુશ્કેલીઓ અનુભવી રહ્યાં છે.

કચ્છઃ વાવણી સમયે ડીઝલમાં ભાવ વધારો થતા ખેડૂતોએ ડીઝલ પર સબસીડીની કરી માગ

જગતનો તાત ખેડૂત એક મુશ્કેલીમાંથી બહાર આવે ત્યારે નવી મુસીબત તેમના સામે ઉભી હોય છે, અગાઉ વાવાઝોડું તેમજ કમોસમી વરસાદ અને લોકડાઉનના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું. ત્યારે હવે વાવણી સમયે પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યાં છે, જેથી ખેડૂતો ટ્રેકટર દ્વારા વાવણી કરતા હોય છે તેવા સમયે ડીઝલમાં ભાવ વધારો થતા ખેડૂતોને આર્થિક બોજ સહન કરવાનો વારો આવ્યો છે.

કચ્છઃ વાવણી સમયે ડીઝલમાં ભાવ વધારો થતા ખેડૂતોએ ડીઝલ પર સબસીડીની કરી માગ

માછીમારોને રીતે સરકાર ડીઝલ પર સબસીડી ચૂકવે છે, તેવી રીતે રાજ્યના ખેડૂતોને પણ ડીઝલ પર સબસીડી ચૂકવવામાં આવે તેવી માગ ખેડૂતો કરી રહ્યાં છે. ભૂજના માનકુવાના ખેડૂતો ગોરસીયા રશ્મિકાંતે etv ભારતને જણાવ્યું હતું કે અમે મોટેભાગે ટ્રેક્ટરથી વાવણી કરી રહ્યાં છીએ ત્યારે ડીઝલનો ભાવ વધતા તેની સીધી અસર પડી છે. તેમજ તેમણે કહ્યું કે રાજ્યના ખેડૂતો માટે સબસીડીની રાહત મળવી જોઈએ.

ભારતીય કિસાન સંઘના સંયોજક લક્ષ્મણભાઈ એ કહ્યું હતું કે લોકડાઉનના કારણે માલ વેચાણમાં ખેડૂતોને નુકસાન સહન કરવાનો સમય હતો, પરંતુ હવે આવનારા વર્ષની ઉજળી આશા સાથે વાવણી કરી રહ્યાં છીએ ત્યારે ઇંધણના ભાવ વધારો મોટી મુશ્કેલી બની ગયો છે. ગોરસીયા હરજીભાઈ નામના ખેડૂતે જણાવ્યું હતું કે ડીઝલમાં પંદર રૂપિયાનો ભાવ વધારો થયો છે, તમામ ખર્ચ વચ્ચે હવે આ વધારો સ્થિતિને મુશ્કેલ બનાવી રહ્યો છે ઉત્પાદન પછી ભાવ મળતા નથી ત્યારે 7/12ના હિસાબે અથવા કોઈ અન્ય વ્યવસ્થા કરી ને સરકારે ખેડૂતોને ડીઝલમાં સબસીડી આપવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details