ગુજરાત

gujarat

By

Published : Dec 13, 2022, 3:43 PM IST

ETV Bharat / state

કચ્છમાં માતાના મઢનું નવીનીકરણ, જાણો શું છે વિશેષતાઓ...

કચ્છના યાત્રાધામ માતાના મઢનું નવીનીકરણ કરવામાં આવશે(Kutch famous yatradham mata no madh). 2017ની ચૂંટણી નિમિત્તે વડાપ્રધાન મોદીએ દેશદેવી મા આશાપુરાના મંદિરને સુવિધાસભર મોટું યાત્રાધામ બનાવાનું વચન આપ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 28 ઓગસ્ટે તીર્થધામ માતાના મઢના વિકાસકાર્યોનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કર્યું હતું.(PM Narendra Modi virtual Khatmuhurta of Matana Madh) જે અંતર્ગત 32.71 કરોડના ખર્ચે ચાચરાકુંડ અને ખટલા ભવાની મંદિરેથી પ્રથમ તબક્કાનો આરંભ થઈ ગયો(mata no madh renovation process start) છે. ચાર પ્રોજેક્ટના રૂપમાં આ કામો બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

ભૂકંપ બાદ કચ્છમાં સતત વિકાસના કામો
ભૂકંપ બાદ કચ્છમાં સતત વિકાસના કામો

કચ્છમાં માતાના મઢનું નવીનીકરણ

કચ્છ: ભૂકંપ બાદ કચ્છમાં સતત વિકાસના કામો થઈ રહ્યા છે. કચ્છમાં માતાના મઢને ટુરીઝમનું કેન્દ્ર બિંદુ(Kutch famous yatradham mata no madh) માનવામાં આવે છે. બહાર વસતા કચ્છીઓ હોય કે કચ્છ આવતો પ્રવાસી હોય તે માતાના મઢ અચૂક આવે છે અને દેશ દેવી આશાપુરા પાસે શીશ ઝુકાવે છે. દર વર્ષે અહીં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ આવતાં હોય છે. જેના નવીનીકરણ પ્રક્રિયાનો આરંભ થઈ ગયો છે. (mata no madh renovation process start)

32.71 કરોડની રકમ ફાળવાઇ

PM મોદીના વચનનો અમલ:2017ની ચૂંટણી નિમિત્તે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુવિધાસભર મોટું યાત્રાધામ બનાવવાનું વચન આપ્યું હતું.PM Narendra Modi virtual Khatmuhurta of Matana Madh) આપેલા વચનનો અમલ ગુજરાત સરકારના પ્રવાસન યાત્રાધામ બોર્ડ દ્વારા 32.71 કરોડના ખર્ચે ચાચરાકુંડ અને ખટલા ભવાની મંદિરેથી આરંભ કર્યો છે. ચાર પ્રોજેક્ટના રૂપમાં આ કામો બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.

ભૂકંપ બાદ કચ્છમાં સતત વિકાસના કામો

32.71 કરોડની રકમ ફાળવાઇ:માતાના મઢના ટ્રસ્ટી પ્રવિણસિંહ વાઢેરે જણાવ્યું હતું કે, વર્ષ 2017માં વડાપ્રધાન મોદીએ મહંત યોગેન્દ્રસિંહજી, મઢ જાગીરના ટ્રસ્ટી હનુવંતસિંહજી જાડેજા, ખેંગારજી જાડેજા, પોતે તેમજ અન્ય અગ્રણીઓને વચન આપ્યું હતું. 2019ના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મઢના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા તેમજ પ્રવીણસિંહ વાઢેરને ગાંધીનગર બોલાવ્યા હતા. 2021ના બજેટમાં પૂર્વ નાણાપ્રધાન નીતિન પટેલે 32.71 કરોડની રકમ ફાળવી હતી.

ભૂકંપ બાદ કચ્છમાં સતત વિકાસના કામો

ગટર વ્યવસ્થા માટે 44 લાખ: આઇ આશાપુરાના મઢ માતાના મઢની વસ્તી અંદાજે ત્રણ હજાર જેટલી છે પણ દર વર્ષે અંદાજે ત્રીસ લાખથી વધારે માઇભકતો દર્શન માટે આવે છે. દેશદેવી મા આશાપુરાનું મંદિર અને મઢ ગામ નદીના કાંઠે વસેલું છે. સારા વરસાદમાં ઉત્તરથી દક્ષિણ તેમજ પૂર્વથી પશ્ચિમ દિશામાં ધોધમાર પાણી વહે છે. તેનું વહેણ બદલવા ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સિંચાઇ વિભાગના એન્જિનીયરોને બોલાવી સ્થળનું નિરીક્ષણ કરી રાજ્ય સરકારમાંથી દોઢ કરોડની રકમ અલગથી ફાળવાઇ તે યોજના અમલમાં છે. અહીં મુખ્ય સમસ્યા ગટરની છે, તેના માટે જીએમડીસી દ્વારા 44 લાખ ફાળવાયા છે અને કોન્ટ્રાક્ટ પણ અપાઇ ગયો છે. આ વર્ષના અંતમાં નવી ગટર યોજનાનું કામ પૂર્ણ થશે.

ભૂકંપ બાદ કચ્છમાં સતત વિકાસના કામો

મુખ્ય મંદિરનું પ્રાંગણ વિશાળ બનાવાશે: મઢના વિકાસ માટે પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી ત્રણ કરોડ માગ્યા હતા. તેમણે મંજૂર પણ કર્યા હતા. બાદમાં વડાપ્રધાન મોદી મઢમાં દર્શને આવ્યા તે પછી 33 કરોડ મળ્યા તે બદલ ગામવતી તેમનો આભાર વ્યકત કર્યો હતો. આ યાત્રાધામમાં ચાર પ્રોજેક્ટમાં વિકાસ કાર્યો થશે. જેમાં મુખ્ય મંદિરનું પ્રાંગણ વિશાળ બનાવાશે.

ભૂકંપ બાદ કચ્છમાં સતત વિકાસના કામો

શું છે વિશેષતાઓ: મુખ્ય પ્રવેશદ્વાર મંદિરના સન્મુખ બનાવાશે. અદ્યતન અન્નક્ષેત્ર, મંદિરની ચારે દિશામાં પ્રદક્ષિણા માર્ગ, એક હજારની દીવાની દીપમાળા, વિશાળ પાર્કિંગ, મુખ્ય માર્ગ 29 મીટર પહોળો છેક ચાચરાકુંડ સુધી, ખટલા ભવાની મંદિર પર બાગ-બગીચા તેમજ ચાચરાકુંડને આધુનિક લાઇટીંગ અને ફુવારાથી શણગારાશે. વેપારીઓ માટે 60 જેટલી દુકાનો- મોલ બનશે. રૂપરાઇ તળાવનું નવિનીકરણ કરી હમીરસર જેવું બનાવવાની પણ યોજના છે. આ રૂપરાઈ તળાવમાં બોટિંગ વ્યવસ્થા ને પણ આ વિકાસશીલ યોજનામાં આવરી લેવામાં આવશે.

ભૂકંપ બાદ કચ્છમાં સતત વિકાસના કામો

ABOUT THE AUTHOR

...view details