ગુજરાત

gujarat

કચ્છીઓના હૃદયમાં કેમ વસે છે આ પકવાન, શું છે આ સ્વાદપ્રિય પકવાન

By

Published : Jul 15, 2022, 9:53 PM IST

આજે ફરસાણની દુનીયામાં અવનવા ફરસાણો ઉપલબ્ધ છે. આ પક્વાન(Farsan Famous Pakwan) કે જે કચ્છમાં લોક પ્રિય છે, તેનું કારણ અહીંના કચ્છી રહેવાસીની સાથે સાથે વિદેશમાં વસતા લોકો પણ જાણે છે. એમાંથી આજે કચ્છીના લોકો માટે પકવાન હૃદયપ્રિય(Kutch people Love Pakwan) કેમ છે તે જાણીયે આ ખાસ અહેવાલમાં.

કચ્છીઓના હૃદયમાં કેમ વસે છે આ પકવાન, શું છે આ સ્વાદપ્રિય પકવાન (ફોટોસ કરપ્ટેડ છે ફરી નાખવા પડશે)
કચ્છીઓના હૃદયમાં કેમ વસે છે આ પકવાન, શું છે આ સ્વાદપ્રિય પકવાન (ફોટોસ કરપ્ટેડ છે ફરી નાખવા પડશે)

કચ્છ: આજે આપણે વાત કરીશું કચ્છના સ્પેશિયલ કચ્છી પકવાનની. પકવાન એ કચ્છની એક વાનગી જે કચ્છ સિવાય ક્યાંય નથી મળતી અને કચ્છીઓના હૃદયમાં વસેલી છે. ભગવાનને પણ પકવાન સૌથી પ્રિય છે. એટલે થાળ ધરતી વખતે વિવિધ જાતના પકવાનો ધર્યા છે એવું ગાવામાં આવે છે. આજે પણ હજુ અન્નકૂટમાં પ્રથમ પકવાન ધરવામાં આવે છે. આમ આદિકાળથી પકવાન વાનગી અને પ્રસાદના રૂપે પ્રખ્યાત છે.

શુદ્ધ અને સાત્વિક અને લાંબો સમય સુધી બગડતા નથી પકવાન

શુદ્ધ અને સાત્વિક અને લાંબો સમય સુધી બગડતા નથી પકવાન -આજે ફરસાણની દુનિયામાં કચ્છના સ્પેશિયલ(Kutch Special Pakwan) બનાવટના પકવાનોનું આગવું સ્થાન છે. કોઇપણ જાતના કેમિકલ, રંગ રહિત શુદ્ધ મેંદા અને વનસ્પતિ ઘીમાંથી(Pure Maida and vegetable ghee) બનતા છાજલી પકવાન શુદ્ધ અને સાત્વિક છે ખારા-મોળા અને લાંબો સમય સુધી બગડતા નથી તેમજ વૃદ્ધો અને બાળકો આસાનીથી ખાઈ શકે છે. આજે હજુ તેનો વધુ પડતો ઉપયોગ સવારે ચા સાથે નાસ્તામાં ખાવાની ઘણા ઘરોમાં પ્રથા છે. મુસાફરીમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. મરી-મસાલા યુક્ત પકવાન ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.

વિદેશમાં સ્થાયી થયેલા કચ્છી પરિવારો ખાસ કરીને પકવાન બોક્સમાં પેક કરાવીને લઈ જાય છેવિદેશમાં સ્થાયી થયેલા કચ્છી પરિવારો ખાસ કરીને પકવાન બોક્સમાં પેક કરાવીને લઈ જાય છે

આ પણ વાંચો:કોરોના કાળમાં કેવા રહેશે ફાફડા-જલેબી, વાંચો ETV BHARATનો સર્વે

સખત મહેનત માંગી લેતું ફરસાણ એટલે પકવાન - કચ્છ સિવાય આ પ્રકારના પકવાન ક્યાંય બનતા નથી. કારણ કે, એ લાંબી પ્રક્રિયા બાદ તૈયાર થતા હોઇ બનાવવા અઘરા પડે છે. એક નંગ પકવાનને તૈયાર કરવામાં લોટથી કરીને તળવા સુધીમાં સાતથી આઠ વખત હાથમાં ફેરવવા પડે છે. આમ સખત મહેનત માંગી લે છે. આજે પણ આ પકવાન સૌરાષ્ટ્ર-મુંબઇ અને વિદેશમાં પણ ખૂબ જ પ્રિય છે. અગાઉ માંડવી-મુન્દ્રા-લખપત બંદરેથી કચ્છી ભાટિયા, લોહાણા, સોની જ્ઞાતિના લોકો વેપાર અર્થે વહાણવટા દ્વારા ગલ્ફના દેશોમાં આવ-જાવ કરતા હતા ત્યારે રસ્તામાં ભાથામાં પકવાનને વધુ પસંદ કરતા હતા.

કચ્છી પકવાન આ સામાન્ય રીતે મેંદા ના લોટમાં સાધારણ મીઠું ઉમેરીને વેજીટેબલ ઘી માં ખુબ મસળીને એની પટ્ટી વણીને લોટ છાંટીને આ પટ્ટી ને એક બીજા ઉપર રાખી પછી હળવે હાથે વણીને એ રોલને ધીમી આંચે વેજીટેબલ ઘીમાં તળવામાં આવે છે

વિદેશી કચ્છી પરિવારો પકવાનના શોખીન -વિદેશમાં સ્થાયી થયેલા કચ્છી પરિવારો ખાસ કરીને પકવાન બોક્સમાં પેક(Pakwan Packed in Box) કરીને લઈ જાય છે. ઉપરાંત મસ્કત-દુબઇમાં સ્થાયી થયેલા કચ્છી પરિવારો, દુકાનોમાં કામ કરતા મિત્રો, શેઠિયા, સગા સબંધીઓ માટે કચ્છી પકવાન બોક્સમાં પેકિંગ કરીને લઇ જતા હોય છે. આમ વિદેશમાં પણ કચ્છી પકવાન પ્રખ્યાત બન્યા છે. આજે પણ તેની ખૂબ માંગ છે, આમ પકવાનનો ઈતિહાસ પુરાણો છે. રાજાશાહી વખતથી આ પ્રિય એવા કચ્છમાં આ પકવાનો સો વર્ષ પૂર્વ પણ બનતા હતા. રાજાશાહીના વખતથી આજ સુધી એની એકધારી સફર રહી છે.

પકવાનની ખૂબ જ માંગ - ફરસાણી દુનિયાના વેપારી ભાર્ગવ ઠકકરે માહિતી આપતાં કહ્યું કે, મારા દાદાના સમયથી અમારી પેઢી કાર્યરત છે. ફરસાણી દુનિયા તરીકે અમે જાણીતા છીએ. અહીં દરરોજ 50 કિલો પકવાન બનાવવામાં આવે છે. પૂરા ભારતમાં અમારા પકવાન જાય છે અને લોકોની માંગ પણ ખૂબ રહેતી હોય છે. પકવાનની ગુણવત્તા અને શુદ્ધતા આજે પણ અને લોકોએ જાળવી રાખી છે.

કંઈ રીતે બને છે પકવાન? -કચ્છી પકવાન આ સામાન્ય રીતે મેંદાના લોટમાં સાધારણ મીઠું ઉમેરીને વેજીટેબલ ઘીમાં ખુબ મસળીને એની પટ્ટી વણીને લોટ છાંટીને આ પટ્ટીને એક બીજા પર રાખી પછી હળવે હાથે વણીને એ રોલને ધીમી આંચે વેજીટેબલ ઘીમાં તળવામાં(Pakwan Recipe Famous Worldwide) આવે છે. આથી બધા જ પડ છુટા પડીને એક ખુબ ક્રિસ્પી પકવાન બને છે, પણ આ પડ વચ્ચે ઘી રહી જાતું હોવાથી તે ફેટી થઇ જતું હોવાથી અત્યારના પ્રમાણમાં અનહેલ્થી ગણાય છે. લોકો અવોઇડ કરે છે, પરંતુ આજે પણ આ પકવાનના ચાહકો અનેક લોકો છે.

આ પણ વાંચો:દિવાળીના તહેવારને લઇ રાજકોટમાં ફરસાણ અને મીઠાઈના વેપારીઓને ત્યાં ફૂડ વિભાગના દરોડા

10થી 12 કારીગરો સતત 4 કલાક સુધી મહેનત કરે છે ત્યારે બને છે પકવાન -આ વાનગી હાથ દ્વારા જ તૈયાર થાય છે એના માટે કોઇ મશીન કે, ટેક્નોલોજી આજ સુધી બહાર આવી નથી તદ્દઉપરાંત કચ્છનું હવામાન અને પાણી તેને અનુકુળ આવતા હોવાથી આવા પકવાન બીજે ક્યાંય બનતા નથી અનેક પાતળા પડોથી ગૂંથાયેલા પોચા કુરકુરા એક જ આકારના બનાવવા એ કારીગરની કુશળતા છે.10 થી 12 કારીગરો સતત 4 કલાક સુધી મહેનત કરે છે ત્યારે પકવાન બને છે. પકવાનના વિવિધ સ્વાદ એક જ પકવાનના ત્રણ સ્વાદ માણી શકાય છે ચા-દૂધ-કોફી સાથે લેવાથી મીઠાઈ જેવા ઘી સાથે હલવા જેવા, ખજૂર સાથે, ટોપરા પાક જેવા તળેલા મરચાં કે, અથાણાં સાથે થેપલા જેવો સ્વાદ આવે છે.

ABOUT THE AUTHOR

...view details