કચ્છ બોર્ડર રેન્જના પૂર્વ કચ્છ, પાલનપુર સહિતમાં એટીએમ ચોરીની ઘટનાઓને પગલે રેન્જ આઈજી ડી.બી.વાઘેલાએ ચોરીના બનાવનો ભેદ ઉકેલવા પાલનપુર અને પૂર્વ કચ્છ પોલીસને અલગ અલગ ટીમ બનાવી ગમે તે ભોગે આરોપીઓને દબોચી લેવા સૂચના આપી હતી. આ કરતૂત હરિયાણાની ગેંગના જ હોવાની પોલીસને પાકી બાતમી હતી, પરંતુ આરોપીઓ અંગે કોઈ કડી મળતી નહોતી. દરમિયાન, ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ જે.પી.જાડેજાને ગાંધીધામ-પાલનપુરના ATM તોડનારી ગેંગનો લિડર હાસમ હાલ રાજસ્થાનના જોધપુર જિલ્લાના ફલોદી તાલુકાના મલાર ગામે રહેતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે પૂર્વ કચ્છ પોલીસની એક ટીમને મલાર મોકલી હાસમને ઝડપી લેવા ઓપરેશન હાથ ધર્યું હતું અને તેને સફળતાથી ઝડપી ગાંધીધામ લવાયો છે.
રાજયના વિવિધ જિલ્લામાં એટીએમ તોડીને ચોરી કરતી ગેંગનો સૂત્રધાર પકડાયો - રાજસ્થાન
ગાંધીધામ: કચ્છ જિલ્લા સહિત ગુજરાતના આઠ જિલ્લામાં એટીએમ તોડીને લાખો રૂપિયાની ચોરી કરતી ગેંગના મુખ્ય સુત્રધારને પકડી લેવાયો છે. પૂર્વ કચ્છ પોલીસે આરોપી પાસેથી 11 સ્થળેથી વિવિધ જિલ્લામાં કરાયેલી 13 એટીએમ ચોરીનો ભેદ ઉકેલ્યો છે. થોડા દિવસ પહેલા કચ્છના ગાંધીધામના પડાણામાં બે બેન્કના ATMને ગેસ કટરથી કાપી 28.18 લાખની રોકડ રકમની ચોરી થઈ હતી. આ કેસમાં હરિયાણાની પ્રોફેશનલ ટોળકી મેવાત ગેંગની સંડોવણી સામે આવ્યા પછી પોલીસ ગેંગના મુખ્ય સૂત્રધારને રાજસ્થાનમાંથી દબોચી લઈ મોટી સફળતા હાંસલ કરી છે.
![રાજયના વિવિધ જિલ્લામાં એટીએમ તોડીને ચોરી કરતી ગેંગનો સૂત્રધાર પકડાયો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3989650-thumbnail-3x2-gfh.jpg)
ગુનો આચરી પાંચ-દસ કિલોમીટર દૂર જઈ પીકઅપ ફરી ટ્રકમાં ચઢાવી દેવાતી. જેથી ચોરીમાં વપરાયેલું વાહન પણ ટોલનાકાના કોઈ CCTVમાં નજરે ના ચઢતું. મોબાઈલ લોકેશન અને ટોલનાકાના CCTVના આધારે તપાસ કરતી પોલીસને ક્યારેય કોઈ કડી જ ના મળતી. ટેકનિકલ સર્વેલન્સ પર આધાર રાખતી થઈ ગયેલી પોલીસને આ સફળતા હ્યુમન ઈન્ટેલિજન્સ (ખબરી)ના આધારે મળી છે. ધારો કે પોલીસને ગેંગની માહિતી મળી જાય તો પણ તેમને પકડવા ખૂબ અઘરું મનાય છે. કારણ કે, પોલીસ પકડવા આવે તો આરોપીઓ પોલીસ પર પણ હુમલો કરતાં અચકાતાં નથી. આમ, પૂર્વ કચ્છ પોલીસને આ એક મોટી સફળતા મળી છે. ગેંગના અન્ય આરોપીઓને પકડવા હાલ પોલીસની અન્ય ટીમો રાજસ્થાનમાં કાર્યરત છે.