કચ્છ :કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યા છે. રાજ્યમાં આજે સુરત અને કચ્છમાં ભૂકંપના આંચકો અનુભવાયો હતો. સુરતમાં શુક્રવારની મોડી રાતે લગભગ 12:52 વાગ્યાની આસપાસ ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. તો બીજી તરફ કચ્છમાં ફરી એકવાર બપોરે 1:51 વાગ્યે ભૂંકપનો આંચકો અનુભવાયો હતો. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં તુર્કીમાં આવેલા વિનાશકારી ભૂંકપે હજારો લોકોના જીવ લીધો છે. ત્યારે ગુજરાતમાં પણ થોડા સમયમાં એક બાદ એક જિલ્લામાં ભૂકંપનો ઝટકો અનુભવતા સ્થાનિક લોકોના જીવ અધ્ધર ચડી ગયા હતા.
કચ્છમાં ભૂકંપનો સિલસિલો યથાવત :કચ્છીમાંડુ વર્ષ 2001માં આવેલા તીવ્રતા ભૂકંપને હજુ ભૂલી નથી રહ્યા, ત્યાં ફરી એકવાર આજે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં બપોરે 1:51 વાગ્યે આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. મળતી માહિતી મુજબ દુધઈથી 25 કિલોમીટર દૂર કેન્દ્રબિંદુ નોંધાયું છે. તેમજ રિક્ટર સ્કેલ પર 3.7ની તીવ્રતા નોંધાઈ છે.
આ પણ વાંચો :Turkey Earthquake: તારાજીમાંથી ફરી તાકાતવર થવા તુર્કી કચ્છનું અનુકરણ કરી શકે, જાણો આ મોડલ
સુરતમાં ભૂકંપના ઝટકા :સુરતમાં ભૂકંપ આવ્યો પણ લોકો ઊંઘતા રહ્યા હતા. સુરત શહેરમાં શુક્રવારની મોડી રાતે 12:52 વાગ્યાની આસપાસ 3.8ની તીવ્રતાનો ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો. સૂત્રો મુતાબિક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચના ડેટા મુજબ સુરત શહેરથી 27 કિલોમીટર દૂર સાઉથ વેસ્ટ સાઉથ દિશામાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ જોવા મળી રહ્યું છે. હજીરાના દરિયામાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ દર્શાવવામાં આવી રહ્યું હતું. જોકે મોડી રાત્રે આવેલા ભૂકંપ વિશે મોટાભાગના સુરતીઓ અજાણ હતાં.
આ પણ વાંચો :Kutch Earthquake: ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, દોઢ કલાકમાં બે આંચકા
અમરેલીમાં ભૂંકપનો આંચકો : ઉલ્લેખનીય છે કે, હજુ 6 ફેબ્રુઆરીએ અમરેલી જિલ્લામાં ભૂકંપના ભયનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો. મીતીયાળાની ધરા સાથે અનેક ગામડામાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. સાવરકુંડલા, ખાંભા સહિતના 10 ઉપરાંતના ગામડાઓની ધરા ધ્રુજી ઉઠતા લોકો ઘરમાંથી બહાર નીકળી ગયા હતા. ત્યારે એક તરફ તુર્કીમાં આવેલા ભૂકંપમાં મૃતકોની સંખ્યા 11,000થી વધુ નોંધાઈ છે. તેમજ આંક હજુ પણ વધવાની આંશકા રહેલી છે. તો બીજી તરફ ગુજરાતમાં છેલ્લા એક મહિનામાં ભૂકંપના આંચકા અનુભવાયા રહ્યા છે.
ભૂકંપ આવે તો શું કરવું ?ભૂકંપના આંચકા જેવા આવે તાત્કાલિક ઓફિસ કે ઘરની બહાર નીકળી જવું. ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો. વીજળીના થાંભલા, ઝાડ અને ઊંચી ઈમારતથી દૂર ઊભા રહેવું. ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો.