કચ્છ : સરહદી જિલ્લા કચ્છમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા હોય છે ત્યારે આજે પૂર્વ કચ્છના દુધઈ નજીક 2.8 ની તીવ્રતાનો ભૂકંપના આંચકો નોંધાયો હતો. પૂર્વ કચ્છના અનેક વિસ્તારમાં આ આંચકો અનુભવાયો હતો સવારના 10:20 કલાકે આ ભૂકંપનો આંચકો નોંધાયો હતો.જોકે 3થી ઓછી તીવ્રતાના ભૂકંપના આંચકાઓ અંગે હવે જાહેર કરવામાં આવતું નથી.
Kutch Earthquake News : કચ્છની ધરા ધ્રુજી, દુધઈ નજીક કેટલી તીવ્રતાનો આંચકો નોંધાયો જૂઓ - દુધઇ પાસે 2 પોઇન્ટ 8ની તીવ્રતાનો ભૂકંપ
કચ્છમાં ધરતીકંપના આંચકાઓની શૃંખલામાં આજે વધુ એક હળવો આંચકો નોંધાયો છે. સીસ્મોલોજિકલ ડીપાર્ટમેન્ટના હવાલે મળતાં સમાચાર મુજબ દુધઇ પાસે 2 પોઇન્ટ 8ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો.
Published : Nov 1, 2023, 4:19 PM IST
2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો : વર્ષ 2001માં કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપ બાદ ફોલ્ટ લાઈન પર આવતા નાના મોટા આફટરશોકનો સિલસિલો આજ સુધી યથાવત રહ્યો છે. આજે સવારના સમયે 10:20 કલાકે 2.8ની તીવ્રતા સાથેના ભૂંકપના આંચકાથી કચ્છના ભચાઉ અને રાપર વિસ્તારમાં કંપનની અસર થઈ હતી. ભૂકંપનો આંચકો દુધઈથી 18 કિલોમીટર દૂર નોર્થ - નોર્થ ઈસ્ટમાં નોંધાયો હતો. ઉલ્લેખનીય છે કે કચ્છના પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં અવારનવાર ભૂકંપના આંચકાઓ નોંધાતા હોય છે.
વાગડ વિસ્તારમાં ફોલ્ટ લાઈન પર અવારનવાર નોંધાય છે આંચકાઓ : પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં આવેલ ભૂકંપની ફોલ્ટ લાઈન પર અવારનવાર 1.8થી વધુની તીવ્રતાના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. ખાસ કરીને ભચાઉ, રાપર, દુધઈની આસપાસના વિસ્તારમાં આંચકાઓ અનુભવાતા હોય છે.આજે સવારે ફરી વાગડના રણ વિસ્તારમાં લોકોએ ભૂકંપનો આંચકો અનુભવ્યો હતો. કચ્છમાં 2001ના ભૂકંપ બાદ જેટલી પણ ફોલ્ટ લાઈન છે તે ફોલ્ટ લાઈનની આસપાસ જ છેલ્લાં કેટલાક સમયથી ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. અવારનવાર આવતા નાની તીવ્રતાના આંચકાઓને લીધે કોઈ પણ પ્રકારની નુકસાનીના સમાચાર સામે નથી આવી રહ્યા.પરંતુ અવારનવાર આવતા નાના મોટા આંચકાઓ લીધે ક્યારેક લોકોમાં ભય પણ ફેલાય છે.