કચ્છઃ 26મી જાન્યુઆરી 2001ના દિવસે સવારે 8 : 40 મિનિટે આવેલા એ ગોઝારા ભૂકંપની આજે કચ્છ 21મી વરસી (Kutch Earthquake Anniversary 2022 ) વાળી રહ્યું છે. આ ગોઝારા ભૂકંપમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મદદે આવેલા બિદડા સર્વોદય ટ્રસ્ટ આજે પણ ભૂકંપગ્રસ્ત દર્દીઓને નિ:શુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. એ ધરતીકંપમાં એક અહેવાલ પ્રમાણે કુલ 20,005 મૃત્યુ અને 1,66,812 ઈજાગ્રસ્ત થયાં હતાં. આમાં 20,717 લોકોને ગંભીર ઇજાઓ (Injured in the 2001 Kutch earthquake) થઇ હતી. કચ્છ જિલ્લામાં 92 ટકાથી વધુ મૃત્યુ (Major earthquake in Gujarat) અને 82 ટકા ઈજાઓ નોંધાઈ હતી.
26 જાન્યુઆરીની સવારની એ ઘટના
એ દિવસે સવારે સાડા આઠ વાગ્યા પછી ધરતીના પેટાળમાં હલચલ થઈને કચ્છમાં ધરતી ધ્રુજી ઉઠી અને મોટી મોટી બિલ્ડીંગો , મકાન , કચેરીઓ ધડાધડ પત્તાના મહેલની જેમ પડી ગયાં. હજારો માણસો કાટમાળમાં દટાયાં,સેંકડો લોકો મોતને ભેટ્યાં. અઠવાડિયાથી વધુ સમય સુધી કાટમાળમાંથી મૃતદેહો બહાર નીકળી શક્યાં ન હતાં. આ સમયે ગંભીર ઇજાગ્રસ્તોની સારવાર (Injured in the 2001 Kutch earthquake)પણ મોટો પડકાર હતો.
2001ના ભૂકંપમાં ઈજાગ્રસ્તોની સારવાર માટે 1972માં સ્થપાયેલું બિદડા સર્વોદય ટ્રસ્ટ આગળ આવ્યું. ભૂકંપના બે કલાકના સમયગાળામાં જ 600થી પણ વધારે ઇજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી હતી. આ ભૂકંપમાં અનેક લોકોએ પોતાનો કમરથી નીચેનો ભાગ ગુમાવ્યો તો અનેક લોકોએ પોતાની કરોડરજ્જુ ગુમાવી. અનેક લોકોએ પોતાનો ડાબો કે જમણો પગ ગુમાવ્યો. આવા સમયે લોકોની માનસિક સ્થિતિ પણ લથડી ગઈ હતી અને ઉપરથી જીવનભર તકલીફ વેઠવાનો સમય પણ આવ્યો હતો. ત્યારે બિદડા સર્વોદય ટ્રસ્ટ ખાતે જ્યા રિહેબીલીટેશન સેન્ટર દ્વારા લોકોને પૂરતું મનોબળ પૂરું પાડીને આવા ભૂકંપગ્રસ્ત લોકોની (Injured in the 2001 Kutch earthquake)સારવાર કરવામાં આવી હતી.
આજે પણ થાય છે 80 પેરાપ્લેજીક દર્દીઓની નિ:શુલ્ક સારવાર
બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા ભૂકંપના 6 મહિના સુધી ભૂકંપગ્રસ્ત દર્દીઓની નિ:શુલ્ક સારવાર આપવામાં આવી હતી. કુલ 30,000 જેટલાં દર્દીઓને બિદડા સર્વોદય ટ્રસ્ટે એ સમયે સારવાર (Injured in the 2001 Kutch earthquake)આપી હતી. જેમાં 120થી પણ વધુ પેરાપ્લેજીક દર્દીઓ એટલે કે જેમની કરોડરજ્જુ તૂટી હોય અથવા તો કમરથી નીચેના ભાગમાં સંપૂર્ણપણે ઇજા થઇ હોય, જે દર્દીઓએ પગ ગુમાવ્યા હોય તેવા દર્દીઓની સારવાર કરવામાં આવી હતી. તો આજના દિવસે (Kutch Earthquake Anniversary 2022 ) પણ અહીં ભૂકંપ સમયના ઈજાગ્રસ્ત 80 જેટલા પેરાપ્લેજીક દર્દીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી રહી છે. પેરાપ્લેજીક સિવાયના પણ દર્દીઓ કે જેઓભૂકંપમાં ઈજાગ્રસ્ત થયાંં હતાં તેમની સારવાર પણ નિ:શુલ્કપણે કરવામાં આવી રહી છે.
26મી જાન્યુઆરી 2022ના રોજ ભૂકંપના 20 વર્ષના ફોલોઅપ કેમ્પનું આયોજન
26મી જાન્યુઆરી 2022ના રોજ ભૂકંપના 21 વર્ષના ફોલોઅપ કેમ્પનું આયોજન (Kutch Earthquake Anniversary 2022 ) પણ થયું છે. બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત જયા રિહેબિલિટેશન ઈન્સ્ટિટયુટ એન્ડ રિસર્ચ સેન્ટરમાં 26મી જાન્યુઆરી, 2022ના (21st Anniversary of kutch Earthquake) રોજ બિદડા સર્વોદય ટ્રસ્ટ, ગર્વમેન્ટ સ્પાઈન ઇન્સ્ટિટયુટ અમદાવાદ તથા સિવિલ સર્જન ભુજના સંયુક્ત પ્રયાસથી ભૂકંપના 21 વર્ષના ફોલોઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ભૂકંપના સર્વ અસરગ્રસ્તો (Injured in the 2001 Kutch earthquake) જેવા કે પેરાપ્લેજીક તથા હાથપગ ગુમાવેલાને કેમ્પનો લાભ લેવા માટે બિદડા સર્વોદય ટ્રસ્ટ દ્વારા અપીલ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ 2001ના ભૂકંપથી કચ્છમાં 105 લોકોને પેરાપ્લેજીયા રોગ થયો, અપૂરતા વળતર સહિતની સમસ્યાઓને લઈને રજૂઆત