ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch Earthquake : અનેક વખત ભૂકંપના આંચકાઓ આવવા છતાં વિકાસની રફતાર પુરપાટ - Kutch Earthquake

કચ્છની ધરતી પર ક્યારેક ક્યારેક આવતા ભૂકંપના આંચકાઓ 2001ની વિનાશક યાદ અપાવી રહ્યા છે. ત્યારે 2001માં આવેલા ભૂકંપ બાદ કચ્છ વિકાસના પાટા પર કેવી રફતાર પકડી છે. જાણીએ આ વિશેષ અહેવાલમાં

Kutch Earthquake : અનેક વખત ભૂકંપના આંચકાઓ આવવા છતાં વિકાસની રફતાર પુરપાટ
Kutch Earthquake : અનેક વખત ભૂકંપના આંચકાઓ આવવા છતાં વિકાસની રફતાર પુરપાટ

By

Published : Feb 17, 2023, 3:16 PM IST

વર્ષ 2001નો ભૂકંપ કચ્છના વિકાસ માટે આશીર્વાદરૂપ : ભૂસ્તરશાસ્ત્રી

કચ્છ :સરહદી જિલ્લા કચ્છને જાણે કુદરત પસંદ કરીને અવનવા પ્રયોગ કરે છે. કચ્છની ધરતી પર અવારનવાર ભૂકંપના આંચકાઓ આવતા હોય છે અને લોકોને જૂના વિનાશક ભૂકંપોની યાદ અપાવે છે. તો વર્ષ 1819, 1956, 2001ના ભૂકંપોએ કચ્છને હચમચાવી નાખ્યો હતો. ભૂકંપ બાદ કંઈ રીતે કચ્છ ફરીથી વિકાસના પાટે ચડ્યો શું શીખ્યું જાણો આ વિશેષ અહેવાલમાં.

કચ્છમાં વખતોવખત અનેક ભૂકંપ આવ્યા :કચ્છમાં વખતોવખત અનેક ભૂકંપ આવ્યા અને ત્યારબાદ હજી પણ નાના મોટા આફટરશોક આવતા હોય છે. 16મી જૂન 1819માં લખપતથી ખાવડાની વચ્ચે ધરા ધ્રુજી, 1844-45માં લખપતથી ખાવડા સુધી કચ્છ મેઈન લેન ફોલ્ટનો ભૂકંપ જીવંત જ રહ્યો, 1875માં પણ ભૂકંપ થયો અને 12મી જુલાઈ 1907 તેમજ 13મી જુલાઈ 1907ના બે અત્યંત શક્તિશાળી ધરતીકંપ થયા હતા. 21મી જુલાઇ 1956માં આવેલા ભૂકંપે 51 સેકન્ડ સુધી કચ્છની ધરા ધ્રુજાવી હતી.

કચ્છમાં વખતોવખત અનેક ભૂકંપ આવ્યા

ભૂકંપ બાદ કચ્છના લોકોનું સંઘર્ષ :ભૂકંપ અને કચ્છના સંઘર્ષનો ઈતિહાસ ખૂબ લાંબો છે, આ સંઘર્ષ પણ એક સાહસ હતું. જીવન જીવવાનું સાહસ, ફરીથી બેઠા થવાનું સાહસ. સંઘર્ષના ઇતિહાસમાં જો કોઇએ સૌથી વધુ સંઘર્ષ કચ્છમાં કર્યો તો 2001ના ભૂકંપ પછી આખેઆખા કચ્છ અને કચ્છીમાડુઓએ કર્યો છે.

પુનર્વસન નીતિ :વર્ષ 2001ના ભૂકંપ વખતે જે પેકેજ અને પુનર્વસન નીતિ ઘડવામાં આવી, પુન:સ્થાપન માટે જે આયોજન ઘડાયું એ અમલ કેટલા ઓછા અંશે થયું. સંઘર્ષ બાદ પણ આપણે ઘણું ગુમાવ્યું. નગર નિયોજન - વોર્ડવાર ટાઉન પ્લાનિંગનો વિરોધ થયો એ પહેલાં જે રાહત સામગ્રી આવી તેનું વિતરણ પણ યોગ્ય રીતે ન થયું. વર્ષ 2001ના ભૂકંપને ધ્યાનમાં રાખવામાં આવે તો તમામ વહીવટ ગાંધીનગર સ્થિત ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની કચેરી અને મુખ્યપ્રધાન ઉદ્યોગપ્રધાન કાર્યાલયેથી થતો હતો.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ :કચ્છ યુનિવર્સિટીના અર્થ અને એન્વાયરમેન્ટ સાયન્સ વિભાગના હેડ ડો.મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે, 2001નો ભૂકંપ કચ્છ માટે આશીર્વાદરૂપ હતો તેવું કહેવું યોગ્ય નથી, પરંતુ જો 2001નો ભૂકંપ ન આવત તો અત્યારે જેવો કચ્છનો વિકાસ થયો છે. તે 100 વર્ષમાં પણ ના થઈ શકત. હુકમ બાદ અહીંના લોકોની માનસિકતામાં ઘણો બદલાવ આવ્યો છે. વહીવટી તંત્ર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ અહીં 10 ગણો વધી ગયો છે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ

ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર :2001 બાદ કચ્છમાં ઇન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટની વાત કરવામાં આવે તો, 350 જેટલી કંપનીઓ અહીં કચ્છમાં સ્થાપિત થઈ લાખો કરોડોનો અહીં રોકાણ કરવામાં આવ્યું છે. પરંતુ ત્યારબાદ સમસ્યાઓ પણ વધતી ગઈ છે. ભૂકંપ બાદ ઇન્સ્ટિટયૂટ ઓફ સિસ્મોલોજી રિસર્ચ સેન્ટર ગુજરાતમાં મળ્યું જે પુરા ભારતમાં ભૂકંપ પર સંશોધન કરવાવાળી એકમાત્ર ઇન્સ્ટિટ્યૂટ છે જે ગાંધીનગરમાં છે.

માત્ર છ વર્ષની અંદર કચ્છ બેઠું થયું :ભૂકંપ સમયના વહીવટી તંત્ર કલેકટર દ્વારા જે રીતે વિકાસના કાર્ય હાથ ધરવામાં આવ્યા અને ખૂબ સારી રીતે કચ્છને ફરીથી બેઠું કર્યું હતું. પુરા ભારત વર્ષમાં આવું ક્યારેય નથી થયું. જે ક્ષેત્રમાં ભૂકંપ આવ્યા છે ત્યાંના વહીવટી તંત્ર દ્વારા પણ અહીં સ્થાનિકે મુલાકાત લેવામાં આવી છે. માહિતી એકઠી કરવામાં આવી છે કે કઈ રીતે માત્ર છ વર્ષની અંદર કચ્છ અને પૂરો ભુજ ઉપર ઉઠી ગયું છે. જે વિકાસનું મહત્વનું ક્ષેત્ર ગણવામાં આવી રહ્યું છે.

બાંધકામ માટેના નિયમો બદલ્યા :ભૂકંપ પહેલા પણ બિલ્ડીંગો બનતી હતી અને આજે પણ બિલ્ડીંગો બને છે. વર્ષ 1956માં અંજારમાં ભૂકંપ આવ્યો હતો, ત્યારબાદ નવા નિયમો બનાવવામાં આવ્યા હતા કે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર અને તેની પર બે માળ જેટલું બાંધકામ જ કરી શકાશે. ભૂકંપ બાદ નવા બાંધકામ માટેના નિયમો આવ્યા અને આ નિયમો પુરા વિશ્વમાં બાંધકામના નિયમોમાં સૌથી સારા છે. જે ભૂકંપ ગ્રસ્ત વિસ્તારમાં કેવું બાંધકામ કરવો, કેવી રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ કરવું તે નક્કી કરે છે.

ભૂકંપ બાદ કચ્છના લોકોનું સંઘર્ષ

ભૂકંપ પહેલાની અનેક ઇમારતો ગેરકાનૂની :વર્ષ 2001ના ભૂકંપ પહેલા જેટલી મોટી મોટી બિલ્ડીંગો બની છે તે તમામ ગેરકાનૂની છે. આજે પણ અમુક બિલ્ડીંગ છે જ્યાં હજુ પણ લોકો રગુ રહ્યા છે. જ્યારે ઘણી બધી બિલ્ડીંગ 2001ના ભૂકંપમાં પડી ગઈ નવ માળો સુધીની બિલ્ડીંગો અહીં ઘણી બધી હતી. પરંતુ જોવા જઈએ તો એ પણ બધી ગેરકાનૂની જ બિલ્ડીંગો હતી. તેવી જ બિલ્ડીંગોને વધારે નુકસાન થયું હતું. આજે પણ અમુક બિલ્ડિંગમાં લોકો રહી રહ્યા છે ભૂકંપ પહેલા બનેલી બિલ્ડીંગોને હાલમાં તોડવું પણ મુશ્કેલ કાર્ય છે.

આ પણ વાંચો :Earthquake at Kutch: 1819ના એ ભૂકંપે કચ્છને કર્યું'તું ખેદાનમેદાન, કચ્છી માડુઓએ કરવી પડી હતી હિજરત

ભૂકંપની ફોલ્ટલાઈનની આસપાસનો વિકાસ :આજે કચ્છમાં નવા નિયમો અનુસાર અને તેની ઉપર બીજા બે ફ્લોરની બિલ્ડિંગ બની રહી છે. જેટલો ભૂકંપનું ક્ષેત્ર વધ્યો છે, જેટલો વિકાસ ભૂકંપની ફોલ્ટલાઈનની આસપાસ થઈ રહ્યો છે તે ખૂબ જ અસુરક્ષિત છે અને ખતરામાં છે. કારણ કે, હવે જો મોટો ભૂકંપ આવે તો વહીવટી તંત્ર પણ તૈયાર નથી અને કચ્છ પાસે પોતાની રેસ્ક્યુ ટીમ પણ નથી.

ભૂકંપ પહેલાની અનેક ઇમારતો ગેરકાનૂની

ભૂકંપની ફોલ્ટ લાઈન પર રિસર્ચ :સરકાર દ્વારા આપવામાં આવેલા ફંડિંગથી કચ્છમાં આવેલા ભૂકંપની ફોલ્ટ લાઈન પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. કેટલી ફોલ્ટ લાઈનો એક્ટિવ છે. જેની આસપાસ બાંઘકામ કરવું હિતાવહ નથી તેનું સંશોધન પણ કરવામાં આવ્યું હતું. ભુજની આસપાસ પણ અનેક ફોલ્ટ લાઇન ધરાવતા વિસ્તાર છે, જ્યાં અનેક બાંધકામો કરવામાં આવ્યા છે. માટે આવા વિસ્તારના નિયમો અનુસાર કયા મટીરીયલ સાથે બાંધકામ કરવું કેવું સ્ટ્રકચર ઊભું કરવું વગેરે ધ્યાને લેવું અનિવાર્ય છે. ભૂકંપને ફોટોલાઇનની આસપાસ જ કોલોની હાલમાં વિકસાવવામાં આવી રહી છે, માટે પ્રશાસને પણ આને ધ્યાનમાં લેવું જોઈએ.

આ પણ વાંચો :Turkey Earthquake: તારાજીમાંથી ફરી તાકાતવર થવા તુર્કી કચ્છનું અનુકરણ કરી શકે, જાણો આ મોડલ

બાંધકામ કમિટીમાં ભૂસ્તરશાસ્ત્રી જરૂરી :આ ઉપરાંત નગરપાલિકા કે વહીવટી તંત્રના બાંધકામ વિભાગની કમિટીમાં પણ વિકાસ કરતી વખતે એક ભૂગર્ભ શાસ્ત્રી સાથે રાખવો અનિવાર્ય છે. જો ભૂકંપગ્રસ્ત ક્ષેત્રમાં જ નગરપાલિકા પાસે ભૂકંપ શાસ્ત્રી નથી. જો કમિટીમાં ભૂસ્તર શાસ્ત્રીને સાથે રાખવામાં આવે તો ભૂકંપ આવી શકે તેવા ફોલ્ટલાઈન વિસ્તારમાં મકાનનો બાંધકામ જ ન થઈ શકે. લોકોના જીવ પણ જોખમમાં ના મુકાય. આજે રેવન્યુ ડિપાર્ટમેન્ટ ફોલ્ટ લાઈન વિસ્તારમાં બાંધકામ માટે પ્લોટ આપી દે છે. કરોડોનો એસ્ટાબ્લિશમેન્ટ અહીં કરવામાં આવે છે જે લોકોની જિંદગી માટે જોખમકારક છે.

બાંધકામ માટે સલાહ લેવી અનિવાર્ય :જ્યારે પણ બાંધકામ કરવામાં આવે, ત્યારે સિસ્મોલોજિસ્ટની સલાહસૂચન લેવી જોઈએ. હુકમ બાદ કચ્છમાં ડેવલપમેન્ટ તો થયું છે, પણ યોગ્ય પ્લાનિંગ સાથેનું ડેવલપમેન્ટ નથી થયું. જો આવનાર સમયમાં કોઈ મોટી હોનારત સર્જાય તો તેને રોકી શકવાના નથી અને કોઈ સ્થાનિકે રેસ્ક્યુ ટીમ પણ ના હોતા સમસ્યા સર્જાઈ શકે છે. અનેકવાર હુકમ તો આવતા કચ્છ અને કચ્છના લોકોએ તેમાંથી ઘણું બધું શીખ્યું પરંતુ હજી પણ માનવીને લાલચ છે તે ઓછી કરવી જોઈએ અને કુદરતને કુદરતની રીતે રહેવા દેવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details