ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch Drugs Case: 400 કરોડના ડ્રગ્સ અંગે સૌપ્રથમ ગુજરાત ATSને મળ્યા ઈનપુટ

કચ્છની દરિયાઇ સીમાઓ પરથી અનેક વાર કેફી દ્રવ્યો (Kutch Drugs Case) મળી આવવાના કિસ્સાઓ બન્યા છે. હજુ મુન્દ્રાના અદાણી પોર્ટ પરથી 3000 કિલો હેરોઈન ટેલકમ પાવડરની આડમાં ઘુસાડવામાં આવેલ તેની તપાસ ચાલુ છે અને અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે, ત્યારે આજે કચ્છના જખૌ દરિયાઈ સીમમાંથી 400 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સ ઝડપાયુ છે. જેમાં 77 કિલો હેરોઈન સાથે પાકિસ્તાની બોટ સહિત 6 પાકિસ્તાનીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

Kutch Drugs Case: 400 કરોડના ડ્રગ્સ અંગે સૌપ્રથમ ગુજરાત ATSને મળ્યા ઈનપુટ
Kutch Drugs Case: 400 કરોડના ડ્રગ્સ અંગે સૌપ્રથમ ગુજરાત ATSને મળ્યા ઈનપુટ

By

Published : Dec 20, 2021, 3:16 PM IST

કચ્છ: ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશન દ્વારા કચ્છના જખૌ દરિયાઈ સીમમાંથી 400 કરોડથી વધુના ડ્રગ્સ (Kutch Drugs Case) અને 6 પાકિસ્તાની ડ્રગ માફિયાની ધરપકડ (Pakistani drugs mafia arrested in Kutch) કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ઘણી વખત આ વિસ્તારમાંથી કેફી દ્રવ્યો મળી આવ્યા છે. ત્યારે અનેક વાર સામે પારથી દરિયાઈ પાણીમાં તણાઈને કેફી દ્રવ્યો કચ્છની દરિયાઇ સીમાએ મળી આવ્યા છે.

Kutch Drugs Case: 400 કરોડના ડ્રગ્સ અંગે સૌપ્રથમ ગુજરાત ATSને મળ્યા ઈનપુટ

પાકિસ્તાની બોટ સહિત દરેક પાકિસ્તાનીને જખૌ બંદરે લઈ જવાશે

77 કિલો હેરોઈન સાથે 6 પાકિસ્તાનીઓને અલ હુસૈની નામની પાકિસ્તાની બોટ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે અને હાલમાં તેમને પાકિસ્તાની બોટ સહિત દરેકને જખૌ બંદરે લાવવામાં આવી રહ્યા છે. ત્યાર બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

કોસ્ટ ગાર્ડ દ્વારા મીડિયાને આપવામાં આવી માહિતી

કોસ્ટ ગાર્ડ દ્વારા મીડિયાને માહિતી આપતા જણાવાયુ હતું કે, ભારતીય કોસ્ટ ગાર્ડે ATS ગુજરાત (Gujarat ATS detect drugs ) સાથેના એક સંયુક્ત ઓપરેશનમાં 20 ડિસેમ્બરના રોજ ભારતીય જળસીમામાં અલ હુસૈની નામની પાકિસ્તાની બોટને 06 પાકિસ્તાની અને 77 કિલો હેરોઈન કે જેની કિંમત 400 કરોડ રૂપિયાની છે તેની સાથે પકડી પાડયો હતો. કોસ્ટ ગાર્ડનું જહાજ ઠંડા પવનો અને ઠંડા હવામાનની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું હતું. ભારતીય જળસીમાની અંદર પાકિસ્તાની બોટ 06 NMને રોકી હતી.

આ પણ વાંચો:પાકિસ્તાનના છેલ્લા દોઢ મહિનામાં ડ્રગ્સ મોકલવાના તમામ પ્રયાસો ગુજરાત પોલીસે નિષ્ફળ બનાવ્યા : હર્ષ સંઘવી

કોસ્ટ ગાર્ડ દ્વારા પાકિસ્તાનીઓને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યું

પાકિસ્તાની બોટ શંકાસ્પદ રીતે આગળ વધી રહી હતી, ત્યારે બોટને જોઈને કોસ્ટ ગાર્ડ દ્વારા તેને પડકારવામાં આવતાં તેણે નાસી જવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે કોસ્ટ ગાર્ડ દ્વારા (jakhau coast guard detect drugs) તેને કાબૂમાં લેવામાં આવી હતી. પાકિસ્તાની બોટ દ્વારા ત્વરિત ચપળતા દર્શાવતા કોસ્ટ ગાર્ડ દ્વારા તેમને આત્મસમર્પણ કરવા મજબૂર કરવામાં આવ્યા હતા. આ સયુંકત ઓપરેશનમાં આશરે 05 બેગ ધરાવતું પ્રતિબંધિત માલ કે જેમાં 77 કિલો હેરોઈન હતું, કોસ્ટ ગાર્ડ દ્વારા જપ્ત કરાયેલા નાર્કોટિક્સની બજાર કિંમત અંદાજે રૂ. 400 કરોડ હોવાનો અંદાજ છે. પકડાયેલી પાકિસ્તાની બોટ છે તે કરાચી ખાતે નોંધાયેલ છે.

પાકિસ્તાની આરોપીઓ:

મહોમદ દાનિશ વાઘેર
મહોમદ સાજીદ વાઘેર
સાગર વાઘેર
અશરફ વાઘેર
મોકમદ ઇમરાન વાઘેર
ઇસ્માઇલ બડાલા

સૌપ્રથમ ઇનપુટ ગુજરાત ATS ને મળ્યા હતા: કમાન્ડર ઓફિસર, જખૌ કોસ્ટ ગાર્ડ

જખૌ કોસ્ટ ગાર્ડના કમાન્ડર (jakhau coast guard commander) ઓફિસર સંદીપ સફાયાએ મીડિયાને ATS સાથેના સયુંકત ઓપરેશન અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ ડ્રગ્સ ભારતીય દરિયાઈ સીમમાં ઘુસાડવામાં આવી રહ્યું છે. એ અંગે સૌપ્રથમ ઇનપુટ ગુજરાત ATSને મળ્યા હતા. હાલમાં પકડાયેલ 6 આરોપીઓની વધારે પૂછપરછ કરવામાં આવી રહી છે અને વધારે વિગતો ટૂંક સમયમાં મીડિયા સમક્ષ મૂકવામાં આવશે. હાલમાં 77 પેકેટ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે અને તેની કિંમત આંકવાની પ્રક્રિયા ચાલુ છે. કોસ્ટ ગાર્ડનું 24× 7 પેટ્રોલિંગ રહેતું હોય છે અને જ્યારે કોઈ ઇન્ટેલિજન્સ એજન્સીઓ દ્વારા ઇનપુટ આપવામાં આવે છે, ત્યારે ATS સાથે સંયુક્ત ઓપરેશન કરીને આવા ઓપરેશન સફળ બનાવવામાં આવે છે. કોસ્ટ ગાર્ડની વોચ તો હંમેશા સીમા પર રહેતી જ હોય છે એવું નથી કે માત્ર પાકિસ્તાની બોટ ઉપર માત્ર વોચ રાખવામાં આવે છે અને હાલમાં તમામ આરોપીઓની વધારે પૂછપરછ કરવામાં આવી રહી છે, તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો:Ahmedabad Drug Peddler: ચાની કીટલી, પાનના ગલ્લા પર ડ્રગ્સ સપ્લાય કરતા યુવાધનને બરબાદ કરનારા ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details