ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch Drug Case : કચ્છની દરિયાઈ સીમામાંથી છેલ્લા એક અઠવાડિયામાં 151 ચરસના પેકેટ મળી આવ્યા - શિયાળ બેટ ક્રિક વિસ્તાર

કચ્છની દરિયાઈ સીમામાંથી કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ખાસ કરીને અબડાસાના જખૌ આસપાસના વિસ્તારમાંથી છેલ્લા 1 અઠવાડિયાથી સતત ચરસના પેકેટો મળી રહ્યા છે. ત્યારે ફરી અબડાસાના છછી વિસ્તારમાંથી પશ્ચિમ કચ્છ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચરસના 11 પેકેટ ઝડપી પાડવામાં આવ્યા છે.

Kutch Drug Case
Kutch Drug Case

By

Published : Aug 21, 2023, 3:02 PM IST

કચ્છ :ગુજરાતના સરહદી વિસ્તાર કચ્છની દરિયાઈ સીમામાંથી અવારનવાર ડ્રગનો જથ્થો મળી આવતો હોય છે. ત્યારે પશ્ચિમ કચ્છ એસ.ઓ.જીએ અબડાસાના છછીથી ધ્રુવઇ વચ્ચેના દરિયાકિનારેથી ચરસના 11 પેકેટ ઝડપી પાડયા છે. પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એ.એસ.આઇ. જોરાવરસિંહ ગગુભા જાડેજા તથા કોઠારા પોલીસ સ્ટેશનના કેમલ સવાર પોલીસ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ કનુભા જાડેજા પેટ્રોલિંગ કરી રહ્યા હતા. આ દરમિયાન છછીના લાઈટ હાઉસની પાછળના ભાગેથી બિનવારસી શંકાસ્પદ નાર્કોટિક્સ માદક પદાર્થ મળી આવ્યો હતો. જેને કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

ચરસનો જથ્થો : છેલ્લા એક અઠવાડિયાથી કચ્છના અબડાસાના દરિયાઈ વિસ્તારમાંથી કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવતો હતો. જ્યારે હાલમાં જ 19 ઓગસ્ટના રોજ માંડવીના દરિયાકાંઠેથી 10 બિનવારસી માદક પદાર્થના પેકેટ મળી આવ્યા હતા. માંડવી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન માંડવી અને મસ્કા વચ્ચે દરિયામાંથી ચરસના પેકેટ મળ્યા હતા. જેમાં એફએસએલની મદદ લઈને માંડવી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

એક સપ્તાહમાં 151 પેકેટ ડ્રગ : જખૌના તેમજ માંડવીના દરિયાઈ વિસ્તારમાંથી છેલ્લા એક સપ્તાહમાં જુદી જુદી એજન્સીઓ દ્વારા 151 જેટલા ચરસના પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જખૌના દરિયાઈ વિસ્તારમાંથી પાકિસ્તાનથી અવારનવાર દરિયાઈ મોજામાં તણાઈને પ્લાસ્ટિકના કોથળામાં પેકિંગ કરેલ કેફી દ્રવ્યોનો જથ્થો મળી આવતો હોય છે. સાથે સાથે ક્યારેક હેરોઇનના પેકેટ પણ મળી આવતા હોય છે. ત્યારે જખૌના દરિયાઈ વિસ્તારની આસપાસના બેટ અને ટાપુઓ પર વિવિધ સુરક્ષા એજન્સીઓએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

છેલ્લા એક સપ્તાહમાં મળી આવેલ કેફી દ્રવ્યોનો જથ્થો :

  • 13 ઓગસ્ટ, જખૌ બંદરેથી 2 કિલોમીટર દૂર ખીદરત બેટ પરથી BSF ને 10 ચરસના પેકેટ મળી આવ્યા
  • 14 ઓગસ્ટ, BSF અને સ્ટેટ IBને જખૌ નજીકના લુણા બેટ પરથી ચરસના 10 પેકેટ સાથે હેરોઇનનું 1 પેકેટ મળી આવ્યું
  • 14 ઓગસ્ટ,SOGને સિંઘોડી પિંગલેશ્વર વચ્ચેના દરિયાઈ કાંઠા વિસ્તારમાંથી 20 પેકેટ ચરસ મળી આવ્યું
  • 14 ઓગસ્ટ, સ્ટેટ IB અને જખૌ પોલીસને શિયાળ બેટ ક્રિક વિસ્તારમાંથી ચરસના 20 પેકેટ મળી આવ્યા
  • 15 ઓગસ્ટ, BSFને શેખરણ પીર ટાપુ પરથી 10 પેકેટ ચરસ અને 1 પેકેટ હેરોઇન મળી આવ્યું
  • 15 ઓગસ્ટ,સ્ટેટ IBને જખૌના સૈયદ સુલેમાન પીર કાંઠા વિસ્તારમાંથી 10 પેકેટ ચરસ અને 1 પેકેટ હેરોઇન મળ્યા
  • 16 ઓગસ્ટ, જખૌ નજીકના સિંઘોડી અને પિંગ્લેશ્વર વચ્ચેના દરિયાઈ વિસ્તારમાંથી ચરસના 10 પેકેટ
  • 16 ઓગસ્ટ,કોઠારા પોલીસને ખીદરત બેટ પાસેથી ચરસના 20 પેકેટ મળી આવ્યા
  • 17 ઓગસ્ટ, સ્ટેટ IB, NIU,જખૌ પોલીસ અને MTF ની સયુંકત કામગીરી દરમિયાન અબડાસા તાલુકાનાં પીંગ્લેશ્વર નજીકના દરિયાઈ કાંઠા પરથી ચરસના 10 પેકેટ અને એક વિસ્ફોટક સેલ મળી આવ્યો
  • 18 ઓગસ્ટ,જખૌ મરીન પોલીસને રાત્રે પેટ્રોલિંગ દરમિયાન શેખરણ ટાપુ પરથી ચરસના 10 પેકેટ મળી આવ્યા
  • 19 ઓગસ્ટ, માંડવી અને મસ્કાના દરિયા વચ્ચેથી માંડવી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ચરસના 10 પેકેટ મળ્યા
  • 21 ઓગસ્ટ, પશ્ચિમ કચ્છ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપને ચરસના 11 પેકેટ મળી આવ્યા
  1. ભારતીય કોસ્ટ ગાર્ડે જખૌ નજીક આવેલા ટાપુઓ પરથી રૂ.1.32 કરોડના ચરસના 88 પેકેટ જપ્ત કર્યાં
  2. Adani Port : અદાણી પોર્ટે મહાકાય જહાજ લાંગરવાનો વિક્ર્મ સર્જાયો, 4 ફૂટબોલના મેદાન જેવડું જહાજ

ABOUT THE AUTHOR

...view details