ગુજરાત

gujarat

ETV Bharat / state

વિદેશી સિગારેટની દાણચોરીનો પર્દાફાશ, DRIએ 33 કરોડની વિદેશી બ્રાન્ડ જપ્ત કરી - E cigarette seized mundra port

કચ્છના મુન્દ્રા પોર્ટ પર DRIની વધુ એક કાર્યવાહી (Kutch DRI seized at Foreign cigarette) સામે આવી છે. અમદાવાદ DRIની ટીમે મુન્દ્રા પોર્ટ પરથી મોટા પ્રમાણમાં વિદેશી સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. (Foreign cigarette Mundra port)

વિદેશી સિગારેટની દાણચોરીનો પર્દાફાશ, DRIએ 33 કરોડની વિદેશી બ્રાન્ડનો જથ્થો જપ્ત કર્યો
વિદેશી સિગારેટની દાણચોરીનો પર્દાફાશ, DRIએ 33 કરોડની વિદેશી બ્રાન્ડનો જથ્થો જપ્ત કર્યો

By

Published : Oct 21, 2022, 8:58 AM IST

કચ્છ ડિરેકટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સે (DRI) 19મી ઑક્ટોબર 2022ના રોજ મુન્દ્રાના પ્રાઇવેટ CFSમાંથી 33 કરોડની કિંમતની વિદેશી બ્રાન્ડની સિગારેટનું (માન્ચેસ્ટર અને મૅક આઇસ બ્રાન્ડ્સ) કન્ટેનર જપ્ત કર્યું છે. ચાલુ વર્ષે DRI અમદાવાદ દ્વારા સિગારેટ, ઈ-સિગારેટની આ પાંચમી (Kutch DRI seized at Foreign cigarette) મોટી કાર્યવાહી છે. કસ્ટમ્સ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને વધુ તપાસ હાથ ધરાઇ છે. (Foreign cigarette Mundra port)

વિદેશી સિગારેટ

1.15 કરોડ વિદેશી બ્રાન્ડેડ સિગારેટ જપ્ત કરાઈDRI અમદાવાદના અધિકારીઓને ચોક્કસ (foreign cigarette packs in Mundra port) ગુપ્ત માહિતી મળી હતી કે, દાણચોરી કરતી સિન્ડિકેટ દ્વારા મુન્દ્રા સી પોર્ટ પરથી ભારતમાં વિદેશી બ્રાન્ડની સિગારેટની દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. બાતમીના આધારે, કન્ટેનરની ઓળખ કરી અને ટ્રેક કરવામાં આવ્યો હતો. 19મી ઓક્ટોબર 2022ના રોજ કન્ટેનરની તપાસમાં વિદેશી બ્રાન્ડની સિગારેટના 1150 બોક્સ જણાઈ આવ્યા હતા. દરેક બોક્સમાં લગભગ 10 હજાર સિગારેટ ભરેલી હતી. તદનુસાર, 33 કરોડની કિંમતની કુલ 1,15,00,000 વિદેશી બ્રાન્ડેડ સિગારેટ કસ્ટમ એક્ટ હેઠળ જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં વધુ તપાસ હજુ ચાલુ છે. (foreign brand cigarettes Smuggling in Mundra)

DRI અમદાવાદ દ્વારા ચોથી મોટી કાર્યવાહીચાલુ વર્ષે DRI અમદાવાદ દ્વારા સિગારેટ, ઈ-સિગારેટની આ ચોથી મોટી કાર્યવાહી છે. કુલ કરવામાં આવેલી કાર્યવાહીની કુલ કિંમત 135 કરોડ રૂપિયાને (Foreign Cigarettes at Mundra Port) વટાવી ગઈ છે. એપ્રિલ 2022માં 17 કરોડ રૂપિયાની વિદેશી બ્રાન્ડની સિગારેટ જપ્ત (Kutch DRI seized at Foreign cigarette) કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2022ના મહિનામાં 68 કરોડની, તો ઓક્ટોબર 2022માં 17 કરોડની કિંમતની ઇ-સિગારેટની ઝડપવામાં આવી હતી. આ તમામ કાર્યવાહી દેશમાં સિગારેટની દાણચોરીને રોકવા માટે DRIની કામગીરીનો એક ભાગ છે. foreign cigarette brands, E cigarette seized mundra port

ABOUT THE AUTHOR

...view details