ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં આગામી પાંચ દિવસ નર્મદાના પાણીનો જથ્થો અશંત મળશે - Kutch district will get less water from Narmada for next five days

કચ્છમાં આગામી પાંચ દિવસ સુધી નર્મદાના પાણીમાં કાપ મુકવામા આવ્યો છે, શટડાઉનની આ કામગીગી દરમિયાન કચ્છની નગરપાલિકા અને પાણી યુથ યોજનાઓને પાણી વિતરણમાં મોટો કાપ મુકાશે. આ વચ્ચે તંત્ર દ્વારા પાણીનો કરકસરથી ઉપયોગ કરવા અને સ્થાનિક સોસર્સ પર આધાર રાખવા અનુરોધ કર્યો છે.

કચ્છમાં આગામી પાંચ દિવસ નર્મદાના પાણીનો જથ્થો અશંત મળશે
કચ્છમાં આગામી પાંચ દિવસ નર્મદાના પાણીનો જથ્થો અશંત મળશે

By

Published : Sep 26, 2020, 2:48 AM IST

કચ્છઃ જિલ્લાના અંજાર સ્થિત ગુજરાત પાણી પુરવઠા બોર્ડની સતાવાર યાદી મુજબ શનિવાર તારીખ 26/09/2020થી 30/9/20 દરમ્યાન માળિયાથી 170-180 એમએલડી પાણી કચ્છ તરફ પંપીંગ કરવામાં આવશે. જેથી કચ્છની જૂથ યોજનાઓ અને નગર પાલિકાઓને જરૂરિયાત કરતા ઓછા પ્રમાણમાં પાણી મળશે. આ સ્થિતીમાં તમામ નગરપાલિકા અને જુથ યોજનાના સંરપચોએ પાણીની જરૂરિયાત અંગે પોતાના સ્થાનિક સોર્સ પર આધાર રાખવો પડશે.

આ શટડાઉનને પગલે એનસી-34 પમ્પીંગ સ્ટેશન બંધ રહેવાથી-32,33,34 મારફતે એનસી-12, હડાળા ખાતે મળતો નર્મદા રો-વોટરનો જથ્થો બંધ રહેશે. જેના વિકલ્પે એનસી-30/31 પાઇપલાઇન મારફતે ખીરઇથી કચ્છ તરફ આશરે 170 એમએલડી પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શટડાઉન દરમ્યાન ખીરઇ ખાતેથી સપ્લાઈ કરવામા આવતો નર્મદાના પાણીના જથ્થામાં કાપ મુકવામાં આવેલ હોવાથી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અંજાર, ભુજ, માંડવી નગરપાલિકા સ્કુલ/ટ્રસ્ટ, ઔધોગિક એકમોને આપવામાં આવતો નર્મદાના પાણીનો પુરવઠો પ્રભાવિત થશે, જેથી શટડાઉન દરમ્યાન પાણીની અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરવા તેમજ સહકાર આપવાના અનુરોધ સાથે કરવામાં આવ્યો છે. શટડાઉનની કામગીરી પૂર્ણ થયા બાદ પાણી પુરવઠાની વિતરણની વ્યવસ્થા પુનઃ રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે તેવું સીનીયર મેનેજર, GWIL દ્વારા જણાવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details