કચ્છઆત્મનિર્ભર ભારતનો દૃષ્ટિકોણ (Atmanirbhar Bharat Abhiyan) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયો હતો. જેની પહેલી જાહેરાત તારીખ 12 મી મે 2020 માં થઇ હતી. આ સમયે પ્રધાનમંત્રીએઅદ્ભુત વાક્ય કહ્યું હતું. જેમાં તેમણે વોકલ For લોકલ (Vocal For Local) શબ્દનો ઉપયોગ કર્યો હતો. મહત્વની વાત એ છે કે આત્મનિર્ભર ભારત થી દેશમાં નાના થી લઇને મોટા ઉદ્યોગોમાં (Atmanirbhar Gujarat Sahay Yojana) વધારો થઇ જશે. ત્યારે પ્રધાનમંત્રી ડેરી દ્વારા પશુપાલકોને પણ આત્મનિર્ભર માટે પ્રેરિત કરતા આવ્યા છે. ત્યારે કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લી. સરહદ ડેરી દ્વારા પશુપાલકોને સંગઠિત કરી અને ડેરી ક્ષેત્રે પશુપાલકો દૂધ ઉત્પાદકોને આત્મનિર્ભર બનાવ્યા છે. પશુપાલન વ્યવસાય થકી દૂધ ઉત્પાદકોને નિયમિત (Kutch honey growers different trained) દર પંદર દિવસે આવક મળતી થઈ છે. ત્યારે હવે કચ્છ જિલ્લામાં શ્વેતક્રાંતિ બાદ મધ ક્રાંતિ(Kutch Beekeeping Atmanirbhar Scheme) માટે સરહદ ડેરીના મંડાણ જોવા મળી રહ્યા છે.
મધ ઉછેરકોને વધારાની આવકજિલ્લાના મધ ઉછેરકોને વધારાની આવક મળી રહે તે હેતુસર બે ચરણમાં નેશનલ બી-બોર્ડ તેમજ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (National Dairy Development Board) મારફતે તાલીમ આપવામાં આવી હતી. કચ્છ જિલ્લાના 52 મધ ઉછેરકોએ મઘ પાલનની તાલીમ લીધી હતી.
ઉછેરકોએ તાલીમમાં ભાગ લીધોડેરી ક્ષેત્રે સરહદ ડેરી દ્વારા પશુપાલકોને આત્મનિર્ભરબનાવ્યા બાદ ખેતી અને પશુપાલન બાદ ખેડૂતો અને પશુપાલકોની આવકના ત્રીજા પર્યાય એવા મધ ઉત્પાદન ક્ષેત્રે અને વધારાની આવક મળી રહે તે હેતુ આધુનિક પધ્ધતિથી (Honey revolution) મધ ઉત્પાદન, કલેક્શન વગેરેની સમજણ આપવા માટે ભારત સરકારના નેશનલ બી બોર્ડ અને નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના સહયોગથી 7 દિવસીય તાલીમનું (Kutch honey growers different trained)સફળતા પૂર્વક 2 બેચનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કુલ 52 કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારના મધ ઉછેરકોએ તાલીમમાં ભાગ લીધો હતો.
આ પણ વાંચોકાલા કપાસે કચ્છના વાગડની મહિલાઓને આત્મનિર્ભર બનાવી, તેમની ખાદીની વિદેશોમાં માગ વધી
તાલીમ સુવિધાનો અભાવ મઘ પાલન પર સમજણ આપવામાં આવી આ તાલીમ વર્ગમાં મઘ ઉછેરકોને મુખ્યત્વે ગુજરાતમા મધમાખીના ઉછેર માટેની તાલીમ સુવિધાનો અભાવ, અપ્રાપ્ય લોકોની તાલીમાર્થીઓને ટેકો આપવાની પદ્ધતિ જાળવવામાં પડતી મુશ્કેલીઓ, મધમાખી વિષેની ખોટી પૂર્વધારણા, ભાષાકીય અવરોધ અને મૂડીરોકાણની અછત જેવા અનેક પડકારો સામે કઇ રીતે લડી અને આ સમસ્યાઓ સામે ટકી અને મઘ પાલન વિશેની સમજણ આપવામાં આવી છે.
મઘમાખી ખેડૂતોની મિત્રવધુ આવક મળી રહે તે દિશામાં કામગીરી કરવા અનુરોધઆ બાબતે અમૂલ (GCMMF)ના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કેકેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ગ્રામીણ અર્થતંત્ર મજબૂત બનાવવા માટે કટિબધ્ધ જે અન્વયે જુદા જુદા કાર્યક્રમ મારફતે લોકોને જાગૃતતા લાવી અને આવકના સ્ત્રોત વધારવા માટે મદદ કરે છે. જે બાબતે ખેતી ને પશુપાલન બાદ ગ્રામીણ અર્થતંત્રમાં મઘ પાલન અને ઉછેરનો બહુ મોટો ફાળો રહેલછે.
મઘના ઉત્પાદન માળખા બીજી રીતે કઇએ તો મઘમાખી ખરેખર ખેડૂતોની મિત્ર છે. જેનું પાલન કરી અને ખેડૂતો અને પશુપાલકો મઘના ઉત્પાદન થકી વધારાની આવક મેળવી શકે છે. હાલમાં પણ મઘનું ઉત્પાદન અને વેચાણ થાય છે. પરંતુ બહુ નાના પાયે ને અસંગઠીત રીતે તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ તેમજ પ્રથમ સહકાર પ્રધાન અમિત શાહ દ્વારા અસંગઠિત મઘ પાલકોને અમૂલના સંગઠિત માળખા હેઠળ લાવી અને વધુ આવક મળી રહે તે દિશામાં કામગીરી કરવા અનુરોધ કર્યો છે.
જુદા જુદા ક્ષેત્રનિષ્ણાતો દ્વારા મઘ બાબતની સમજણ આપવામાં આવી જે અંતર્ગત સરહદ ડેરી દ્વારા આ બાબતે પહેલ કરવામાં આવી છે. કુલ 52 મઘ ઉત્પાદકોને 2 બેચમાં પ્રથમ ચાંદરાણી સરહદ ડેરીના પ્લાન્ટ અને બીજી ખારેક સંસોધન કેન્દ્ર કુકમાં ખાતે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં સરહદ ડેરી માંથી મધ વિભાગના વડા અનિલ મહેતાએ જણાવ્યું હતું આ તાલીમ કાર્યક્રમમાં જુદા જુદા ક્ષેત્રના નિષ્ણાતો દ્વારા મઘ બાબતની સમજણ આપવામાં આવી છે.
સીધું મધ ખરીદ કરવાની તૈયારીઆ તાલિમમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના અધિકારી પંક્તિ નાયક દ્વારા “જગતનાં તાત” મધમાખી ઉછેર માટે જોમ અને જુસ્સો જગાવે, તેવા પ્રેરક મહત્વનું માર્ગદર્શન આપ્યું હતું. અને બોર્ડ દ્વારા નવીન તકોનું નિર્માણ કરવામાં આવ્યું છે તેવું જણાવ્યું હતું. આ તાલીમ કાર્યક્રમમાં કાવેરી ફાર્માસ્યુટિકલ અમદાવાદ દ્વારા મઘમાખી દ્વારા ઉત્પન્ન પરાગ અને પ્રોપોલીઝનું તાલીમ પામેલ મઘપાલક દ્વારા કરવામાં આવેલ ઉત્પાદન કંપની દ્વારા સીધું ખરીદ કરવાની તૈયારી દર્શાવી છે.