- કચ્છમાં આગાહી વચ્ચે કમોસમી વરસાદ
- પૂર્વ કચ્છના રાપર તાલુકામાં વરસાદી ઝાપટા
- કમોસમી વરસાદના કારણે ખેતીને નુકસાન ભીતી
કચ્છ: જિલ્લામાં હવામાન વિભાગ (Meteorological Department Forecast) દ્વારા 18મી નવેમ્બર અને 19મી નવેમ્બરના અરબ સાગરમાં સર્જાયેલા એર પ્રેશરથી છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી હતી. ગુરુવારે વહેલી સવારથી જ કચ્છમાં (Kutch received unseasonal rains) વાદળ છાયું વાતવરણ હતું ત્યારે વહેલી સવારે આગાહી વચ્ચે પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છના તાલુકાઓમાં વરસાદી ઝાપટાં (rain in kutch) પડ્યાં હતાં.
કચ્છ જિલ્લામાં આગાહી વચ્ચે પડ્યાં કમોસમી વરસાદી ઝાપટાં આ પણ વાંચો: રાજકોટ મેયરનો આદેશ, વેક્સિનનાં બંને ડોઝ ન લેનારા કર્મચારીઓને પગાર નહીં મળે
પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છમાં કમોસમી વરસાદી ઝાપટાં વરસ્યા
પૂર્વ કચ્છના રાપર તાલુકામાં આજે ગુરુવારે વહેલી સવારે વરસાદી ઝાપટા (rain in kutch) પડ્યાં હતા. આસપાસના બાલાસર, મોવાણા, બેલા વિસ્તારમાં પણ વરસાદી (rain in kutch) ઝાપટા પડ્યા હતા. આગાહી વચ્ચે વાદળ છાયાં વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટા બાદ અનેક જગ્યાએ પાણી વહી નીકળ્યા હતા. તો બીજી તરફ પશ્ચિમ કચ્છના ભુજ તાલુકામાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. ભુજ તાલુકાના લોરીયા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.
આ પણ વાંચો: સ્વાસ્થ્ય અને સુંદરતા બન્ને માટે બીટ ફાયદાકારક છે
કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં પાકના નુકસાનની ભીતી
કચ્છમાં બે દિવસ માટે વરસાદની આગાહી (rain in kutch) કરવામાં આવી હતી અને આજે ગુરુવારે કમોસમી વરસાદ પડ્યો હતો અને આ કમોસમી વરસાદને (rain in kutch) કારણે ખેડૂતોમાં પાકના નુકસાનની ભીંતી પણ સેવાઈ હતી. મગફળી, રાયડો જેવાં પાકોમાં આ કમોસમી વરસાદના કારણે નુકસાન થઈ શકે છે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું.