- કચ્છ જિલ્લા પંચાયતના હોદ્દેદારોની વરણી કરાઇ
- અનામત બેઠક તરીકે મહિલા પ્રમુખ
- કલેક્ટરના પ્રમુખ સ્થાને પ્રથમ સામાન્ય સભા યોજાઇ
કચ્છઃ જિલ્લા પંચાયતની 40 સીટો પૈકી 32 સીટો પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો વિજયી બન્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થયા બાદ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના હોદ્દાઓ માટે જિલ્લા પંચાયત ખાતે કલેક્ટરના પ્રમુખ સ્થાને પ્રથમ સામાન્ય સભા યોજાઇ હતી. આ સામન્ય સભામાં જિલ્લા પંચાયતની 40એ 40 સીટ પરના ઉમેદવારો હાજર રહ્યા હતા.
- કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પારૂલબેન કારા
- ઉપ-પ્રમુખ તરીકે વણવીરભાઈ રાજપુત
- કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્રભાઈ ગઢવી
- શાસક પક્ષના નેતા તરીકે હરિભાઈ જાટીયા
- દંડક તરીકે મશરૂભાઈ રબારી