- મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ વધુ એકવાર કચ્છની મુલાકાતે
- ક્ચ્છ ભાજપ દ્વારા આયોજિત દિવાળી સ્નેહમિલનમાં રહ્યા ઉપસ્થિત
- મુખ્યપ્રધાને ક્ચ્છ ભાજપના કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી
કચ્છ: જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ નિમિતે સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. સૌ પ્રથમ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને મહંત સવમી સાથે મુલાકાત કરી હતી, ઉપરાંત મંદિરમાં પૂજન પણ કર્યું હતું. ત્યારબાદ ભુજ (BHUJ) ની આર.ડી.વરસાણી સ્કૂલ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત સ્નેહમિલન (New Year get together) સમારોહમાં પહોંચ્યા હતા.
મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લા ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું કરાયું આયોજન આ પણ વાંચો: સિંગાપુરમાં ભારતીય મૂળના ડ્રગ્સ આરોપીની ફાંસીની સજા પર કોર્ટે રોક લગાવી
મુખ્યપ્રધાનને કમલમ ફ્રૂટ વડે તોલવામાં આવ્યા
ભુજ (BHUJ) ની આર.ડી.વરસાણી સ્કૂલ ખાતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)ને કચ્છના પ્રખ્યાત કમલમ ફ્રૂટ વડે તોલવામાં આવ્યા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ રાષ્ટ્રગીતનું ગાયન કરવામાં આવ્યું હતું. જે બાદ મુખ્યપ્રધાનનું પાઘડી, કચ્છી સાલ અને ચાંદીના કળશ વડે સ્વાગત કરવામાં આવ્યું હતું.
મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લા ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું કરાયું આયોજન આ પણ વાંચો:PSI ભરતી માટે ડિસેમ્બર મહિનાથી શારીરિક કસોટી શરૂ થશે
ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં કોરોના ગાઇડલાઈનના ધજાગરા ઉડ્યા
ભાજપના આ સ્નેહ મિલનમાં કચ્છ જિલ્લાના તમામ તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. જેમાં કોરોના ગાઇડલાઈનના ધજાગરા ઉડ્યા હતાં. ઉપરાંત અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા હતા. તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel)ના સન્માન માટે પડાપડી પણ કરાઈ હતી.
મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લા ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું કરાયું આયોજન કચ્છમાં ટૂંક સમયમાં નર્મદાના વધારાના પાણીની વહીવટી મંજૂરી અપાશે
મુખ્યપ્રધાને પ્રજાને સંબોધતા જણાવ્યું હતું કે, ટૂંક જ સમયમાં કચ્છમાં નર્મદાના વધારાના પાણીની વહીવટી મંજૂરી આપવામાં આવશે. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના નાનામાં નાના કોઈ પણ કાર્યકરને મુખ્યપ્રધાનનું કામ હોય તો બેજીજક મળી શકે છે અને કચ્છ જિલ્લા ભાજપના તમામ મંડળના કાર્યકરોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં કચ્છ જિલ્લા ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું કરાયું આયોજન