ગુજરાત

gujarat

ETV Bharat / state

કચ્છમાં જુદી જુદી જગ્યાએ ફસાયેલા લોકોની મદદ માટે સામે આવ્યું જિલ્લા વહીવટી તંત્ર - પાંજરાપોળ વિસ્તારના વાડી વિસ્તાર

કચ્છના નખત્રાણા તાલુકાના(Nakhtrana taluka of Kutch) ધીણોધર ડુંગરમાં ફસાયેલા લોકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ(Kutch District Administration Rescue Operation) કરાયા હતા. આ ઘટનાની જાણ ફસાયેલા લોકોએ જિલ્લા કંટ્રોલ રૂમમાં કોલ કરીને કરી હતી. ચાલો જાણીએ શું છે આ ગંભીર ઘટના આ અહેવાલમાં.

કચ્છમાં જુદી જુદી જગ્યાએ ફસાયેલા લોકોની મદદ માટે સામે આવ્યું જિલ્લા વહીવટી તંત્ર
કચ્છમાં જુદી જુદી જગ્યાએ ફસાયેલા લોકોની મદદ માટે સામે આવ્યું જિલ્લા વહીવટી તંત્ર

By

Published : Jul 12, 2022, 10:59 PM IST

કચ્છ:જિલ્લાના નખત્રાણા તાલુકાના(Nakhtrana taluka of Kutch) ધીણોધર ડુંગર ખાતે ફસાયેલા 4 યુવાનોનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન(Kutch District Administration Rescue Operation) હાથ ધરવામાં આવ્યું હતું. આ 4 યુવાનો ધીણોધર ડુંગર પર ફસાયાનો કોલ મળ્યો હતો. આ કોલ મળતા જ બચાવ કામગીરીમાં નખત્રાણા રેવન્યૂ ટીમ, પોલીસ ટીમ, સ્થાનિક તરવૈયાઓ અને આગેવાનો સાથે રાખીને દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું. આ ચારેય યુવાનોને સલામત રીતે રેસ્ક્યુ કરતા યુવાનોએ જિલ્લા તંત્રનો(Kutch District Administration Help) આભાર માન્યો હતો.

નદીના પાણીમાં ફસાયેલી ચાર ગાયોને તંત્રે ગ્રામજનોની મદદથી બચાવી

4 યુવાનોએ જિલ્લા કંટ્રોલ રૂમમાં ફોન કરી માગી મદદ - ભારે વરસાદમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ છે. જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે નાગરિકોને મદદ મળી રહે તે માટે કંટ્રોલરૂમ 24×7 કાર્યરત કરવામાં આવ્યો છે. જિલ્લા કંટ્રોલ રૂમમાં(Kutch District Control Room) ફોન કરીને ભુજના 4 યુવાનોએ મદદ માગી હતી. આ યુવાનો ભારે વરસાદમાં ધીણોધર ડુંગરમાં ફસાઈ ગયા હતા. ડુંગરના બન્ને તરફ પાણીનો પ્રવાહ હોવાથી તેઓ ત્યાંથી નીકળી શકે એમ નહોતા. જોકે, જિલ્લા કંટ્રોલરૂમને આ કોલ મળતા જ બચાવ કામગીરીમાં નખત્રાણા રેવન્યૂ ટીમ, પોલીસ ટીમ, સ્થાનિક તરવૈયાઓ અને આગેવાનો જોડાયા હતા.

આ પણ વાંચો:કચ્છમાં મેઘતાંડવ યથાવત, ભુજમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

4 યુવાનોનું રેસ્ક્યુ કરતા જિલ્લા વહીવટીતંત્ર - ડુંગરની બંને તરફ પાણીના પ્રવાહમાં જોર વધારે હોવાથી દોરડા બાંધીને તમામ 4 યુવાનોનું રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી. જિલ્લા વહીવટ તંત્ર આગેવાનોના સહકારથી આ રેસ્ક્યૂ ઓપરેશનને પાર પાડ્યું હતું. જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે વહીવટીતંત્રએ સંકલન કરીને કુનેહથી કામગીરી કરીને 4 યુવાનોને સલામત સ્થળે ખસેડાયા હતા. પ્રાંત અધિકારી નખત્રાણાના જણાવ્યા મુજબ હાલ ચારેય યુવાનો સ્વસ્થ અને સલામત છે. ચારેય યુવાનોએ વહીવટીતંત્ર અને આગેવાનોનો આભાર માન્યો હતો.

ભોજન-પાણી સહિતની તમામ પ્રાથમિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી

નાગોર રોડ પર અજાણી વ્યકિતને વરસાદથી બચાવી -આજે બપોરે 3 વાગે 108 ઇમરજન્સી કોલ મળેલા કે, કચ્છમાં થયેલા મુશળધાર વરસાદના કારણે ભુજ નજીક નાગોર રોડ, પાંજરાપોળ વિસ્તારના વાડી વિસ્તારમાં(Wadi area of Panjrapol area) એક અજાણી વ્યક્તિ ખેતર માં અર્ધ બેભાન અવસ્થામાં પડેલ છે પરંતુ ખેતરમાં 108 એમ્બ્યુલન્સ જઈ શકે તેમ હતી નહી એટલે 108 એમ્બ્યુલન્સના કર્મચારી EMT શૈલેષ રાઠોડ અને પાયલોટ હિરેન ચિત્રોડીયાએ તે ગામના સેવાભાવી દર્શનભાઈ રાજગોરની મદદથી ટ્રેક્ટરની વ્યવસ્થા કરાવીને ગામ લોકોનો સહયોગ લઈ જરૂરી સ્ટ્રેચર લઈને ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારે દર્દી સતત વરસાદમાં પડી રહેવાના કારણે ઠંડીથી ઠુઠવાઈ હાઈપર થરમીયાને કારણે અર્ધ બેભાન થઈ ગયા હતા.

NDRFના સહયોગથી 51 લોકોને રેસ્ક્યુ કર્યા

107 ઇમરજન્સી ટીમની સરાહનીય કામગીરી - 108 સેવાના ડોકટરની સલાહ લઈ શરીરને ગરમાવો આપી પ્લાસ્ટિકથી કવર કરીને બોડી ટેમ્પરેચર કંટ્રોલ કરી એમ્બ્યુલન્સ સુધી પહોંચાડી જરૂરી સારવાર આપી જી.કે.જનરલ હોસ્પિટલ-ભુજ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. આમ ચોમાસામાં સેવા કરનારને સૌએ અભિનંદન આપ્યા હતા. આરોગ્ય અધિકારીઓની ટીમ અને 108 એમ્બ્યુલન્સના કર્મચારી EMTશૈલેષ રાઠોડ અને પાયલોટ હિરેન ચિત્રોડીયાને શાબાશી પાઠવી હતી.

NDRFના સહયોગથી 51 લોકોને રેસ્ક્યુ કર્યા -માંડવી તાલુકામાં અનરાધાર વરસાદના પગલે તાલુકાનો વિજયસાગર ડેમ ઓવરફલો થતાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘુસી જતા મુશ્કેલી સર્જાઇ હતી. આ સ્થિતિમાં વહીવટીતંત્રે એનડીઆરએફના સહયોગથી બચાવ અને રાહત કામગીરી કરી હતી. જેમાં જતનગરમાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાઈ જતાં 51 રહેવાસીઓને રેસ્કયુ કરી સલામત સ્થળે ખસેડાયા હતા.

107 ઇમરજન્સી ટીમની સરાહનીય કામગીરી

આ પણ વાંચો: આગામી 24 કલાક રેડએલર્ટઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મુશ્કેલી વરસાવશે

ભોજન સહિતની તમામ પ્રાથમિક વ્યવસ્થા તંત્રે કરી -આ અંગે માંડવી નોડલ અધિકારી કિરણસિંહ વાધેલાએ જણાવ્યું હતું કે, માંડવી તાલુકાનો વિજયસાગર ડેમ ઓગની જતાં તેના પાણી રૂકમાવતી નદી મારફતે માંડવી શહેરમાં ફરી વળ્યા હતા. જેમાં ખાસ કરીને નીચાણવાળા વિસ્તારમાં પાણીનું સ્તર વધી જતાં લોકોને સ્થળાંતર કરવાયા હતા. તો કેટલાક લોકો ફસાઈ જતાં બચાવ-રાહત કામગીરી હાથ ધરાઇ હતી. શહેરના જતનગરમાં પાણી ભરાઇ જતાં ફસાયેલા 51 લોકોને એનડીઆરએફના સહયોગથી તંત્રે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડીને ફૂડ પેકેટનું વિતરણ કર્યું હતું. હાલ સ્થળાંતર કરાયેલા તમામ લોકોને શહેરની પ્રાથમિક શાળા ખાતે આશ્રય આપ્યો છે. ભોજન-પાણી સહિતની તમામ પ્રાથમિક વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવેલી છે. જ્યારે ભુજ-માંડવી હાઇવે પર જખણીયા પાસે વિશાળ વૃક્ષ ધરાશાયી થઇને રસ્તા પર પડતા તાત્કાલિક અસરથી તેને દૂર કરીને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવ્યો હતો.

પાણીમાં ફસાયેલી ચાર ગાયોને તંત્રે બચાવી -બીજી તરફ મુંદરા તાલુકામાં નદીના વહેણમાં ચાર ગાયો ફસાઈ જતા તેને સફળતા પૂર્વક બહાર કાઢવામાં આવી હતી. આ અંગે મુંદરા પ્રાંત અધિકારી પી.ટી.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, વાગુરા ગામ ખાતે નદીના પાણીમાં ચાર ગાયો ફસાઈ જવાનું ધ્યાને આવતા વહીવટીતંત્રે ચંદ્રોડા ગામના તરવૈયા યુવાનોની મદદથી સફળ કામગીરી કરીને ગાયોનો આબાદ બચાવ કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details