ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch News: પશ્ચિમ કચ્છ SOGએ જખૌના પિંગલેશ્વરથી જખથડા વચ્ચેના દરિયાકિનારેથી 35 કિલો ચરસનો જથ્થો ઝડપ્યો - પોલીસ પેટ્રોલિંગ

કચ્છની દરિયાઇ સીમામાંથી સતત 3 દિવસથી ચરસનો જથ્થો ઝડપાઇ રહ્યો છે.પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા અબડાસા કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બિનવારસી માદક પદાર્થ ચરસનો 35 કિલો જેટલો જથ્થો મળી આવ્યો હતો. જખૌના પિંગલેશ્વરથી જખથડા વચ્ચેના દરિયાકિનારે એસઓજીને આ સફળતા હાથ લાગી છે. જખૌ પોલીસ સ્ટેશન ખાતે આ જથ્થો લઇ આવીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

53 લાખનું 35 કિલો ચરસ ઝડપાયું
53 લાખનું 35 કિલો ચરસ ઝડપાયું

By

Published : Aug 15, 2023, 11:42 AM IST

કચ્છઃપશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચરસનો જથ્થો ઝડપી લેવાયો છે. સ્વતંત્ર દિવસના અનુસંધાને સુરક્ષા એજન્સીઓ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હું. આ દરમિયાન એન.ડી.પી.એસ.ની પ્રવૃતિ સાથે જોડાયેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના સ્ટાફ દ્વારા અબડાસાના જખૌના દરિયાઈ વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન મોટી માત્રામાં ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

કુલ રૂ. 53.43 લાખની ચરસ ઝડપાઈઃ પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના એ.એસ.આઇ. જોરાવરસિંહ ગગુભા જાડેજા તથા ઘનશ્યામસિંહ બચુભા જાડેજાએ અબડાસા કોસ્ટલ વિસ્તારમાં પેટ્રોલીંગ કર્યુ હતું. ત્યારે જખૌના પિંગલેશ્વરથી જખથડા વચ્ચેના દરિયાકિનારેથી બિનવારસ માદક પદાર્થ 35.626 કિલો ચરસ કબ્જે કરવામાં આવી છે. આ મુદ્દામાલની કિંમત રૂ. 53.43 લાખ જેટલી થવા જાય છે.

બીએસએફ પણ એક્શન મોડમાંઃ જખૌ પોલીસ સ્ટેશનમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં 2 દિવસથી બીએસએફના જવાનોએ જખૌના દરિયાઈ વિસ્તારમાંથી જુદાં જુદાં બેટ પરથી ચરસના 20 પેકેટ અને હેરોઈનનો 1 પેકેટનો જથ્થો જપ્ત કર્યો હતો. હવે પશ્ચિમ કચ્છ SOG દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આપણા દેશની સરહદની રક્ષા કરતા જવાનો અને પોલીસ દ્વારા માદક પદાર્થો વારંવાર ઝડપી પાડવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આ માદક દ્રવ્યને સરહદથી આપણા દેશમાં ઘુસાડીને આપણા દેશના સોનેરી ભવિષ્ય સમાન યુવાધનને બરબાદ કરવામાં આવી રહ્યું છે. પણ ભારતીય પોલીસ અને બીએસએફ સતત ખડે પગે દેશની અંદર અને દેશની સરહદ પર માદક દ્રવ્યોની હેરફેર અટકાવવા 24 કલાક ખડેપગે ફરજ નીભાવી રહ્યા છે.

  1. Mumbai Crime News: એનસીબીએ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરી કરતી ટોળકીના 2 આરોપીઓની મુદ્દામાલ સાથે કરી ધરપકડ
  2. Porbandar Crime : પોરબંદરમાં 5 લાખ ઉપરાંતના ડ્રગ્સ સાથે બે શખ્સો ઝડપાતા મચી ચકચાર

ABOUT THE AUTHOR

...view details