કચ્છ: વૈશ્વિક મહામારી કોરોનાનું (Corona Cases in india) સંક્રમણ ફરીથી વધી રહ્યું છે અને દિવસેને દિવસે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. ઉપરાંત કોરોના વાયરસનાં નવા વેરિયન્ટ ઓમીક્રોન પણ દેશમાં પગપેસારો કરી રહ્યું છે. કચ્છ જિલ્લામાં (Kutch Corona Update) કોરોના વાયરસનાં સંક્રમણની વાત કરવામાં આવે તો આજે કચ્છમાં(Corona Cases in Kutch) 157 પોઝિટિવ કેસો નોંધાયા છે, જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 695 પહોંચી છે, તો આજે 89 દર્દીને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા. નવા વેરિયન્ટ ઓમીક્રોનના (Omicron Cases in Kutch) જિલ્લામાં કુલ 7 કેસો નોંધાયા છે.
કોરોનાનાં 14034 પોઝિટિવ કેસો નોંધાયા
કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં 14034 પોઝિટિવ કેસો નોંધાયા છે, તો જિલ્લામાં આ મહામારીમાં સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ખોયો છે, તો જિલ્લામાં 595 એક્ટિવ પોઝીટીવ કેસો છે. આજ સુધી સાજા થઈ ૨જા આપેલ કેસો 13305 છે, તથા આજ સુધી ઓમીક્રોનના 07 કેસો નોંધાયા (Corona New Variant Omicron) છે.
જિલ્લામાં 110 કેસો અર્બન વિસ્તારમાં તથા 47 કેસો ગ્રામ્ય વિસ્તારમાં
આજે કચ્છ જિલ્લામાં નોંધાયેલા 157 કેસો પૈકી 110 કેસ અર્બન વિસ્તારમાં નોંધાયા છે, જ્યારે 47 કેસો ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે. ભુજ તાલુકામાં સૌથી વધારે 64 કેસો નોંધાયા છે તો ગાંધીધામ તાલુકામાં 31, અંજાર તાલુકામાં 24, મુન્દ્રા તાલુકામાં 16, નખત્રાણા તાલુકામાં 8 કેસ, ભચાઉ તાલુકામાં 7, રાપર તાલુકામાં 6 કેસ, માંડવી તાલુકામાં 1 કેસ નોંધાયા છે તથા આજે કચ્છ જિલ્લામાં કુલ 89 દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત મોકલવામાં આવ્યું છે જેમાંથી 37 દર્દીઓ ગાંધીધામ તાલુકાના છે, 36 દર્દી ભુજ તાલુકાના, 10 દર્દી મુન્દ્રા તાલુકાના છે, તો 5 દર્દી માંડવી તાલુકાના અને 1 દર્દી રાપર તાલુકાનો છે.