ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 63 અને ઓમીક્રોનનો 1 કેસ નોંધાયો - Corona cases in urban area in Kutch

કચ્છ જિલ્લામાં પણ કોરોના કેસોમાં (Corona cases in kutch) સતત વધારો જોવા મળી રહ્યો છે. આજે શનિવારે જિલ્લામાં કોરોનાના 63 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 289 પહોંચી છે.તો 22 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા, જ્યારે ઓમિક્રોનનો 1 કેસ સામે આવ્યો (Omicron cases in kutch) છે.

Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 63 અને ઓમીક્રોનનો 1 કેસ નોંધાયો
Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 63 અને ઓમીક્રોનનો 1 કેસ નોંધાયો

By

Published : Jan 8, 2022, 10:18 PM IST

કચ્છ: વૈશ્વિક મહામારી કોરોનાનું (Corona In Gujarat) સંક્રમણ ફરીથી વધી રહ્યું છે અને દિવસેને દિવસે પોઝિટિવ કેસોની સંખ્યા વધી રહી છે. કચ્છ જિલ્લામાં કોરોના (Kutch Corona Update) વાયરસનાં સંક્રમણની વાત કરવામાં આવે (Corona In Kutch)તો આજે કચ્છમાં 63 પોઝિટિવ કેસો (Corona cases in kutch)નોંધાયા છે. જેથી જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા વધીને 289 પહોંચી છે.તો 22 દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડીસચાર્જ કરવામાં આવ્યા હતા નવા વેરિયન્ટ ઓમીક્રોનના (Omicron cases in kutch) જિલ્લામાં 04 કેસો છે. આજે 1 કેસ ઓમીક્રોનનો પણ નોંધાયો હતો.

કોરોનાનાં 13155 પોઝિટિવ કેસો નોંધાયા

કચ્છ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં 13155 પોઝિટિવ કેસો નોંધાયા છે, તો જિલ્લામાં આ મહામારીમાં સરકારી ચોપડા મુજબ 282 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તો જિલ્લામાં 289 એક્ટિવ પોઝીટીવ (Active cases of corona in Kutch)કેસો છે. આજ સુધી સાજા થઈ ૨જા આપેલા કેસો 12754 છે, તથા આજ સુધી ઓમીક્રોનના 05 કેસો નોંધાયા છે. જ્યારે વેક્સિનેશનની વાત કરવામાં આવે તો જિલ્લામાં કુલ 15,93,251 લોકોએ પ્રથમ ડોઝ લીધો છે, જ્યારે 14,31,648 લોકોએ બન્ને ડોઝની રસી લીધી છે.

જિલ્લામાં 40 કેસો અર્બન વિસ્તારમાં તથા 23 કેસો ગ્રામ્ય વિસ્તારમાં

આજે કચ્છ જિલ્લામાં નોંધાયેલા 63 કેસો પૈકી 40 કેસ અર્બન વિસ્તારમાં (Corona cases in urban area in Kutch) નોંધાયા છે, જ્યારે 23 કેસો ગ્રામ્ય વિસ્તારોમાં (Corona cases in village area kutch) નોંધાયા છે. ગાંધીધામ તાલુકામાં સૌથી વધારે 27 કેસો નોંધાયા છે, તો ભુજ તાલુકામાં 8, માંડવી તાલુકામાં 10 કેસ, અંજાર, મુન્દ્રા અને ભચાઉ તાલુકામાં 5-5-5 કેસ,અબડાસા તાલુકામાં 2 તથા નખત્રાણા તાલુકામાં 1 કેસ નોંધાયા છે. તથા આજે કચ્છ જિલ્લામાં કુલ 22 દર્દીઓને સ્વસ્થ થતા ઘરે પરત મોકલવામાં આવ્યું છે, જેમાંથી 14 દર્દીઓ ગાંધીધામ તાલુકાના છે, 3 દર્દીઓ ભુજ તાલુકાના છે જ્યારે માંડવી તથા અંજાર તાલુકાના 2-2 દર્દીઓ છે અને 1 દર્દી મુન્દ્રા તાલુકાનો છે.

ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 23 કેસોની વિગત

ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયેલા 23 કેસો પૈકી ભુજપુરમાં 3, મેઘપર બોરિચીમાં 2, વર્ષામેડીમાં 2, વાંઢમાં 2, ભાચુડામાં 1, વાયોરમાં 1 , રતનાલમાં 1, નોધમાં 1, સામખીયારીમાં 1, જૂની બધીમાં 1, કેશમાં 1, ભારાસરમાં 1, અંતર જાળમાં 1, સુખપરમાં 1, લોડાઈમાં 1 , ડીસામાં 1, પત્રીમાં 1, વાપરમાં 1 પોઝિટિવ કેસ નોંધાયેલ છે.

આ પણ વાંચો:

Kutch Corona Update: કચ્છ જિલ્લામાં આજે કોરોનાના નવા 92 કેસ નોંધાયા, 19 દર્દીઓ સાજા થયા

Corona In Kutch: આજે કચ્છ જિલ્લામાં કોરોનાના નવા 77 કેસ નોંધાયા, 20 લોકોએ કોવિડને આપી માત

ABOUT THE AUTHOR

...view details