કચ્છ: વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાઈરસે સમગ્ર દેશમાં કહેર મચાવ્યો છે. કચ્છમાં જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર અને આપત્તિવ્યવસ્થાપન શાખા દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ હાલમાં કુલ 12 કન્ટેન્મેન્ટ ઝોનમાં 2726 લોકોનો સર્વે કરાયા હતો.
જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં કુલ 117 શંકાસ્પદ કેસોનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું છે. છેલ્લા ચોવીસ કલાકમાં 1 પોઝીટીવ કેસ નોંધાયો છે. 10 શંકાસ્પદ કેસના રિપોર્ટ આવવાના બાકી છે. અત્યાર સુધી કુલ 91 પોઝીટીવ કેસ નોંધાયા છે. હાલમાં 12 એકટીવ પોઝીટીવ કેસ છે.
કચ્છ જિલ્લામાં અન્ય જિલ્લા કે રાજયમાંથી આવેલા લોકોની કોરેન્ટાઇન અંગેની વિગતોમાં હાલમાં 1304 જેટલા લોકો સંસ્થાકીય કોરોન્ટાઇન હેઠળ છે. હાલમાં 5124 લોકોને હોમ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. જયારે પોઝીટીવ દર્દી સાથે સંપર્કમાં આવેલા લોકોની કોરોન્ટાઇન અંગેની વિગતોમાં અત્યાર સુધી કુલ 385 લોકોને સંસ્થાકીય કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. 729 વ્યકિતઓને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
કચ્છ જિલ્લાની વિવિધ કોવીડ હોસ્પિટલમાં હાલ 19 દર્દી એડમીટ છે અને અત્યાર સુધીમાં કુલ 238 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે.