કચ્છમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. માંડવીના દરશડી ગામના 52 વર્ષિય પુરૂષ અને અબડાસાના સાંધાણ ગામના 30 વર્ષિય યુવાનના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ સાથે કચ્છમાં કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 67 પર પહોંચ્યો છે.
તંત્રની સતાવાર માહિતી મુજબ આ બન્ને દર્દીઓને સારવાર માટે ખસેડાયા છે. જોકે તંત્ર ફરી આ વખતે પણ દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે કે કેમ, કયારે સારવાર માટે લઈ અવાયા કેટલા દિવસ પહેલા સેમ્પલ લેવાયા હતા. તે સહિતના અનેક પ્રશ્રનોના જવાબ અને માહિતી આપવાનું બંધ કરી દીધું છે. દરમિયાન પોઝિટિવ જાહેર થયેલા દરશડીના દર્દીને વેન્ટીલેટર સાથે સારવાર થઈ રહી છે.
કચ્છ કોરોન અપડેટ: વધુ બે પોઝિટિવ કેસ સાથે કુલ આંક 67 થયો, 8 દર્દીઓને રજા અપાઈ - કચ્છમાં પોઝિટિવ કેસ
કચ્છમાં કોરોનાના વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા છે. ત્યારે કુલઆંક 67 પર પહોંચ્યો છે. જ્યારે 8 દર્દીઓ કોરોના મુક્ત થતા સન્માન સાથે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
![કચ્છ કોરોન અપડેટ: વધુ બે પોઝિટિવ કેસ સાથે કુલ આંક 67 થયો, 8 દર્દીઓને રજા અપાઈ કચ્છ કોરોન અપડેટ - વધુ બે પોઝિટિવ કેસ સાથે કુલ આંક 67 પર પહોંચ્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7370731-thumbnail-3x2-eqw.jpg)
કચ્છ કોરોન અપડેટ - વધુ બે પોઝિટિવ કેસ સાથે કુલ આંક 67 પર પહોંચ્યો
કચ્છમાં 8 દર્દીઓ કોરોના મુકત થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આદિપુરની હરિઓમ હોસ્પિટલમાંથી 6 દર્દીઓ અને મુંદરાના હોસ્પિટમલામાંથી બે દર્દીઓને રજા અપાઈ છે. તમામ દર્દીઓને ફુલ વડે વધાવીનેે ચોકકસ નિયમો સાવચેતી રાખવાની સલાહ સાથે ઘર સુધી મુકવામાં આવ્યા હતા.