કચ્છ: પ્રાપ્ત માહિતી અનુસાર મોટી હમીરપર ગામ પાસેથી એક કારમાં પસાર થઈ રહેલા એક જ પરિવારના પાંચ લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા હતા. પરિવાર કારમાં બેસી પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન અચાનક આવી જતા જુથે કાર રોકી હતી. જેમાં સામ-સામે બન્ને જૂથ વચ્ચે અથડામણ થતા ચાર લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જ્યારે એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતા ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
કચ્છમાં બે જૂથ વચ્ચે અથડામણ, એક જ પરિવારના પાંચ લોકોની હત્યા - kutch news
કચ્છના રાપર તાલુકાના મોટી હમીરપર ગામે જુની અદાવતના મનદુખમાં હિંસક જુથ અથડામણમાં પાંચ લોકોની હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ કિસ્સાએ રાજ્યભરમાં સનસનાટી મચાવી છે. આ અંગે પોલીસને જાણ થતા ડીસીપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.
કચ્છ: બે જુથ વચ્ચે અથડામણ, એકજ પરિવારના પાંચ લોકોની હત્યા
પોલીસના જણાવ્યા અનુસાર પ્રાથમિક વિગતો મુજબ જુના મનદુખમાં શનિવારે બપોરે બે જૂથ વચ્ચે અથડામણ થયું હતું. જેને હિંસક સ્વરૂપ લીધુ હતું. જેમાં એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. બે ત્રણ દિવસથી દારૂની બાતમી આપવા સહિતના મુદે બન્ને જુથ વચ્ચે તકરાર પણ ચાલતી હતી.