ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉનમાં કચ્છઃ ઘરમાં રમતા બાળકો આ રીતે ઉભી કરે છે ગંભીર સ્થિતી જાણો? - corona virus in kutch

કોરોના મહામારીના કારણે લોકડાઉન છે, ત્યારે બાળકો ઘરમાં રમતા રમતા અનેક સમસ્યાઓ અને ગંભીર સ્થિતીનું નિર્માણ કરી દેતા હોવાના બનાવો સામે આવી રહ્યાં છે. આ રીતે જ કચ્છના ત્રણ બાળકોએ ઘનપદાર્થ મોઢામાં નાખી દેતાં શ્વાસનળીમાં અટકી જવાની ધટના સામે આવી હતી.

etv bharat
કચ્છ: લોકડાઉનમાં ઘરમાં રમતા બાળકો આ રીતે ઉભી કરે છે ગંભીર સ્થિતી જાણો ?

By

Published : Apr 19, 2020, 12:04 AM IST

ભૂજ: કોરોના મહામારીના કારણે લોકડાઉન છે, ત્યારે બાળકો ઘરમાં રમતા રમતા અનેક સમસ્યાઓ અને ગંભીર સ્થિતીનું નિર્માણ કરી દેતા હોવાના બનાવો સામે આવી રહ્યાં છે. આ રીતે જ કચ્છના ત્રણ બાળકોએ ઘનપદાર્થ મોઢામાં નાખી દેતાં શ્વાસનળીમાં અટકી જવાની ધટના સામે આવી હતી.

જી.કે. જનરલ સિવિલ હોસ્પિટલના એડિ. ચીફ મેડિકલ સુપ્રિટેન્ડન્ટ. અને ઈ.એન.ટી. હેડ ડો. નરેન્દ્ર હીરાણીએ જણાવ્યું હતું કે, કોરોનાકાળમાં એકાએક ત્રણ બાળકોના કેસ નોંધાયા હતા કે, જેમાં બાળકોને શ્વાસ લેવામાં તકલીફ જણાતાં મેડિકલ ટીમના ચહેરા ઉપર ચિંતાની લકીર ખેંચાઈ ગઈ હતી, પણ અનુભવે ખયાલ આવ્યો કે શ્વાસનળીમાં કોઈક પદાર્થ ફસાઈ ગયો છે. સિટીસ્કેન કરતાં આ અનુમાન સાચું પડયું હતું. શ્વાસનળી પદાર્થને કારણે લોક થતાં ઓપરેશન કરવું પડયું હતું.

ઘણીવાર આવા કિસ્સામાં બાળકો હોસ્પિટલ સુધી પણ પહોંચી શકતા નથી, આવું ઓપરેશન દૂરબીનથી જ થાય છે. બાળકની શ્વાસનળી નાજુક અને નાની હોવાથી દૂરબીન ઉતારવામાં સાવધાની રાખવી પડે છે. દૂરબીન ઉતાર્યા પછી જ ઓપરેશન કરવામાં આવે છે. દરમિયાન શ્વાસનળીમાં પદાર્થ અટકેલો હોવાથી ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. ત્યારે ઓક્સિજનનું પ્રમાણ પણ જાળવવું પડતું હોય છે. આવા જટિલ ઓપરેશનમાં ઈ.એન.ટી. સાથે એનેસ્થેટિક ટીમની કુશળતાનું પરીક્ષણ થાય છે. કારણ કે બાળકના ઓક્સિજનના પ્રમાણની જાળવણી સાથે દર્દીને અચેતન કરવામાં આવે છે. જોકે આ ત્રણેે બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા.

ઓપરેશન ટીમમાં ડો. હીરાણી સાથે ઈ.એન.ટી. સર્જન ડો. અજિત ખીલનાની, ડો. રશ્મિ સોરઠિયા, ડો. અંકુર ધાનાણી અને એનેસ્થેટિક ડો. જયદીપ પટેલ અને તેમની ટીમે આ કામ સફળતાપૂર્વક પાર પાડયું હતું.ડો. નરેન્દ્ર હીરાણીના જણાવ્યા અનુસાર નાના બાળકો રમતી વખતે કે જમતી વખતે સિંગ, દાળિયા કે પોપકોન ગળી જતા હોય છે. ઉપરાંત બાળકો આદતવશ દરેક વસ્તુ મોઢામાં મૂકી દે છે. તેથી પિન, રબ્બર,કે સિક્કા જેવી વસ્તુથી દૂર રાખવા જોઈએ. તેમણે કહ્યું કે, સામાન્ય રીતે દર મહિને જી.કે.માં આવો એકાદ કિસ્સો જોવા મળે છે. પરંતુ લોકડાઉનના ગાળામાં એકસાથે ત્રણ કેસ પ્રથમ વખત જોવા મળ્યા છે.

ABOUT THE AUTHOR

...view details