કચ્છઃ ભુજના ધારાસભ્ય ડો.નીમાબેને આ ઉજવણી પ્રસંગે ખાસ હાજર રહી કીટ અર્પણ કરતા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, કચ્છ જિલ્લામાં બેટી જન્મના પ્રમાણમાં ક્રમશ સુધારો થઇ રહયો છે. જે રાજય સરકારની યોજના અને પ્રયત્નના ભાગરૂપે સફળતા સૂચવે છે. જી.કે.જનરલ હોસ્પિટલના સ્ત્રી રોગ વિભાગ વોર્ડમાં 24 કલાક દરમ્યાન જન્મેલી દિકરીઓની 11 માતાઓને રૂબરૂ મળી ડો.નીમાબેને કીટ અર્પણ કરી હતી.
નેશનલ ચાઈલ્ડ ડેની ઉજવણીઃ ભૂજની જી.કે.જનરલ હોસ્પિટલમાં નવતર જન્મેલ દીકરીઓને ‘‘દિકરી વધામણી કીટ’’નું વિતરણ - બેટી બચાવો- બેટી પઢાવો
ભારત સરકારના બેટી બચાવો- બેટી પઢાવો અંતર્ગત 24મી જાન્યુઆરીના રોજ નેશનલ ચાઈલ્ડ ડે ની ઉજવણી સંદર્ભે ભૂજની જી.કે.જનરલ હોસ્પિટલમાં નવતર જન્મેલ દીકરીઓને જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘‘દિકરી વધામણી કીટ’’ નું વિતરણ કરી આ દિવસની દબાદબાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
નેશનલ ચાઈલ્ડ ડેની ઉજવણી
અત્રે ઉલ્લેખનીય છે કે, બેટી બચાવો બેટી પઢાવો અભિયાનના ભાગરૂપે રાજય સરકારે પહેલ કરી યોજના જારી કરી છે જે મુજબ દિકરીઓનું જન્મ પ્રમાણ વધારવું. દિકરીઓના શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવો અને દિકરીઓ/સ્ત્રીઓનો સમાજમાં સર્વાગી સશકિતકરણ કરવું. આ ઉપરાંત બાળલગ્નો અટકાવવા. વ્હાલી દિકરી યોજના હેઠળ રાજય સરકારે આર્થિક લાભ પણ જાહેર કરેલ છે અને તે અંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરીનો સંપર્ક કરવા જણાવાયું છે.