કચ્છ- કચ્છના દરિયાઈ વિસ્તારમાંથી ખાસ કરીને ભારત પાકિસ્તાનની બોર્ડર પરથી અવારનવાર ડ્રગ્સનો જથ્થો તેમજ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી છે.ઉપરાંત પાકિસ્તાની બોટો અને માછીમારો પણ ઝડપાયા છે ત્યારે હવે કચ્છના અબડાસા પાસે દરિયામાં (Singhodi coast of Kutch)તણાઈ આવેલ ચરસના પેકેટ માછીમારોને મળતાં તેને વેચવા જતાં પશ્ચિમ કચ્છ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (Kutch SOG team)દ્વારા 2 શખ્સોને ચરસના જથ્થા (Kutch Charas Case ) સાથે ઝડપી પાડવામાં આવ્યાં છે.
પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી. ટીમે પકડ્યાં-પશ્ચિમ કચ્છ એસ.ઓ.જી. ટીમ (Kutch SOG team)અબડાસા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ.જોરાવરસિંહ જાડેજાને ખાનગી બાતમી મળેલી કે કચ્છ જિલ્લામાં હાલમા દરિયાકિનારેથી મળી આવતાં બિનવારસ માદક પદાર્થ ચરસના પેકેટ પૈકીનાં અમુક પેકેટ સિંધોડીમાં રહેતા ભાવેશ કુંવરજી કોળી તથા મહેશ વેરશી કોળી પોતાની પાસે રાખી (Kutch Charas Case ) મુકી અને તે માદક પદાર્થ ચરસ વેચાણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ મોટી સિંઘોડી દરિયા કિનારેથી વધુ એક શંકાસ્પદ કેફી દ્રવ્યનું પેકેટ મળી આવ્યું
પશ્ચિમ કચ્છ SOGએ કુલ 2,14,400નો મુદ્દામાલ કબજે કર્યો -ખાનગી રાહે મળેલ બાતમી હકીકત આધારે તુરંત જ વર્ક આઉટ કરી બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં આરોપીઓનાં કબ્જામાંથી માદક પદાર્થ ચરસનો પેકેટ નંગ- 01 જેનું કુલ વજન 0.896 કિલો ગ્રામ કબજે (Kutch Charas Case ) કરવામાં આવ્યું હતું.જેની કિંમત 1,34,400 આંકવામાં આવી રહી છે. આ ઉપરાંત પશ્ચિમ કચ્છ SOG એ (Kutch SOG team)આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ બાઈક કિંમત રૂપિયા 70,000/- તથા 02 મોબાઇલ નંગ કિંમત 10,000/- મળીને કુલ કિંમત રૂપિયા. 2,14,400/- મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડવામાં આવ્યાં હતાં.
આ પણ વાંચોઃ Kutch Charas Case : કચ્છના સીંઘોડી દરિયાકાંઠે ફરી ચરસના 20 પેકેટ મળી આવ્યાં
પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી -જખૌ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ (NDPS Act )મુજબ બંને આરોપીઓ વિરૂદ્ધ ગુનો(Kutch Charas Case ) રજીસ્ટર કરી આગળની તપાસ જખૌ મરીન પોલીસ સ્ટેશન ખાતે ચાલી રહી હોવાનું જણાઇ આવેલું છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં BSF, ગુજરાત પોલીસ, કોસ્ટગાર્ડ, કસ્ટમ્સ દ્વારા જખાઉ બંદર અને ક્રીક વિસ્તારમાંથી આવા જ ચરસના પેકેટો મળી આવ્યા છે.
20મી મે 2020થી અત્યાર સુધીમાં 1500થી વધુ ચરસના પેકેટ જપ્ત- સંભવતઃ આ ચરસના પેકેટ,(Kutch Charas Case ) પાકિસ્તાન તરફથી આવતા દરિયાઈ મોજા દ્વારા લઈ જવામાં આવે છે, તે ભારતીય સરહદમાં પ્રવેશ કરે છે, જેને BSF અને અન્ય એજન્સીઓએ શોધી કાઢ્યા છે. BSF અને અન્ય તમામ એજન્સીઓએ 20મી મે 2020થી અત્યાર સુધીમાં 1500થી વધુ ચરસના પેકેટ જપ્ત કર્યા છે.