ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch News : કચ્છ CGSTએ અત્યાર સુધીનો સૌથી વધુ ટેક્સ દર અંકિત કર્યો, 80 ટકા લોકો નિયત રિટર્ન ફાઈલ કર્યું

કચ્છ CGST એ અત્યાર સુધી સૌથી વધુ ટેક્સ દર મેળવી છે. ગત વર્ષની સરખામણી ચાલુ નાણાકીય વર્ષ 2023- 24માં 59.51 ટકાનો વધારો થયો છે. કચ્છ CGST દ્વારા ગત વર્ષના મે માસની સરખામણીએ 102 કરોડથી વધુ આવક મેળવી છે. આ વર્ષે 80 ટકા લોકોએ નિયત રિટર્ન ફાઈલ કર્યું છે.

Kutch News : કચ્છ CGSTએ અત્યાર સુધીનો સૌથી વધુ ટેક્સ દર અંકિત કર્યો, 80 ટકા લોકો નિયત રિટર્ન ફાઈલ કર્યું
Kutch News : કચ્છ CGSTએ અત્યાર સુધીનો સૌથી વધુ ટેક્સ દર અંકિત કર્યો, 80 ટકા લોકો નિયત રિટર્ન ફાઈલ કર્યું

By

Published : Jun 1, 2023, 10:14 PM IST

કચ્છ : દેશ આજે વિકાસ કરી રહ્યો છે જેમાં કરદાતાઓનો મહત્વનો ફાળો રહ્યો છે, ત્યારે ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ભરી કરદાતાઓ દેશની વિકાસયાત્રામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. ત્યારે કચ્છ CGST દ્વારા ચાલુ વર્ષે મે મહિનામાં 273.51 કરોડની આવક મેળવી ગત વર્ષના મે માસની સરખામણીએ 102 કરોડની વધુ આવક મેળવી છે. જે અત્યાર સુધીની સૌથી વધુ વૃદ્ધિ દર નોંધાવ્યો છે.

સેન્ટ્રલ GST દ્વારા ફરી નવો આયામ સર કર્યો : દેશમાં જરૂરતમંદો અને વિકાસ માટે જે નાણાં ફાળવવામાં આવે છે તેમાં ટેક્સનું બહુમૂલ્ય છે. કેન્દ્રીય GST કચ્છ કમિશનરેટ ગાંધીધામ દ્વારા ફરી નવો રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવ્યો છે. કચ્છ CGST કચેરી દ્વારા સત્તાવાર જાહેર કરાયેલી યાદી અનુસાર ચાલુ વર્ષના મે મહિનામાં 273.51 કરોડની આવક મેળવી છે. જે ગત વર્ષના મે મહિનામાં કરાયેલી 171.47 કરોડની આવક કરતાં 102.04 કરોડ વધુ છે જે અત્યાર સુધીનો સૌથી વધુ વૃદ્ધિ દર છે.

સરકારના સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ સૌનો વિશ્વાસ GST ભરીને લોકો સાર્થક કરી રહ્યા છે. હાલમાં શરૂ થયેલા નાણાકીય વર્ષ 2023- 24માં 59.51 ટકાનો વધારો થયો છે. તો ટેક્સ વસૂલાત છેલ્લા બે મહિના એટલે કે એપ્રિલ 2023 અને મે 2023 દરમિયાન 558.21 કરોડની આવક સામે 374.57 કરોડ આવક થઈ હતી. જે ગત વર્ષના એ જ મહિનાની સરખામણીએ 49.03 ટકાના વિકાસ દર સાથે 183.64 કરોડની વૃદ્ધિ દર્શાવે છે.- પી. આનંદ કુમાર (GST કચ્છ કમિશનરેટ ગાંધીધામના કમિશનર)

નિયત તારીખ સુધી રિટર્ન ફાઈલ : CGST કચ્છ કમિશનરેટે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, ટોચના કરદાતા એકમોમાંથી 95 ટકા કરતા વધુ તો કરદાતાઓ 90 ટકાથી વધુ આવકનું યોગદાન આપી રહ્યા છે. આ વર્ષે 80 ટકા લોકોએ નિયત તારીખ 20, મે 2023 સુધી રિટર્ન ફાઈલ કર્યું છે.લોકોની સકારાત્મક નૈતિક ફરજને CGST કચ્છ ટીમ દ્વારા આવકારવામાં આવી રહ્યું છે.

GST દ્વારા કાર્યક્રમો :ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય GST કચ્છ કમિશનરેટ ગાંધીધામ, ફેડરેશન ઓફ કચ્છ ઈન્ડ્રસ્ટ્રીઝ એસોસિએશન, કચ્છ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ફેડરેશન ભુજના સંયુક્ત ઉપક્રમે GSTના પરિમાણો જન જાગૃતિ અંગે જુદા જુદા કાર્યક્રમ પણ કરવામાં આવી રહ્યા છે. જેના પરિણામે લોકોમાં GSTને લઈને જાગૃતતા આવી રહી છે. તેમજ ઉંડાણપૂર્વક સમજ આવે કે GST શું છે, કઈ રીતે લાગુ પડે છે, કેવી રીતે લાગુ પડે છે, કોને કોને લાગુ પડે છે અને વધુમાં વધુ લોકો ટેક્સ ભરવા માટે આગળ આવી રહ્યા છે.

  1. સુરત ઇકો સેલ પોલીસએ GST કૌભાંડના માસ્ટર આલમ સૈયદની કરી ધરપકડ
  2. Surat News : સુરત આરટીઓએ બ્લેક લિસ્ટ જાહેર કર્યા 3359 વાહનો, સજાનો મામલો શું છે જાણવું જરુરી
  3. Ahmedabad News : અમદાવાદ કોર્પોરેશને ટેલિકોમ કંપનીને ટેકસ બાબતે પાઠવી નોટિસ, નહીં ભરે તો કડક કાર્યવાહી

ABOUT THE AUTHOR

...view details