કચ્છમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીના (Gujarat Assembly Election 2022) પડઘમ વાગી ચુક્યાં છે અને હવે મતદાનને માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે કચ્છની 6 વિધાનસભા બેઠકો (Kutch Assembly Seats) માટે ભાજપ, આપ અને કૉંગ્રેસ દ્વારા પોતાના પ્રબળ ઉમેદવારોને ટિકિટ ફાળવી દેવામાં આવી છે. ટિકીટ ફાળવવામાં આવેલા ઉમેદવારો પોતાના નામાંકનપત્રો ભરી રહ્યા છે. ત્યારે ઉમેદવારીપત્રક ભરવાના છઠ્ઠા દિવસે 18 ઉમેદવારી ફોર્મ ભરાતાં જિલ્લામાં (Kutch Candidate Nomination Form) કુલ નોંધાયેલા ઉઁમદવારી પત્રકનો આંક 23 પર પહોંચ્યો છે.
6 બેઠક પર અત્યાર સુધીમાં 23 ઉમેદવારોએ ફોર્મ ભરાયાકચ્છમાં પહેલી ડિસેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022 માટે સોમવારે ઉમેદવારોને ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. ભાજપ અને આમ આદમી પાર્ટી ઉપરાંત અપક્ષ અને અન્ય પક્ષના ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. સત્તાવાર રીતે જારી કરાયેલી યાદી અનુસાર, અત્યાર સુધીમાં ભુજ બેઠક પર સૌથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભરાયા (Kutch Candidate Nomination Form) હતા. ભુજ બેઠક (Bhuj Assembly Seat) પર 7 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, અબડાસા બેઠક પર 2 ઉમેદવારોએ, માંડવી બેઠક પર 3 ઉમેદવારોએ, અંજાર બેઠક પર 3 ઉમેદવારોએ, ગાંધીધામ બેઠક પર 5 ઉમેદવારોએ, રાપર બેઠક પર 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.
સૌથી વધુ ભુજ બેઠક પર ફોર્મ ભરાયાભુજ બેઠક (Bhuj Assembly Seat) પરથી ફોર્મ ભરનારાઓમાં (Kutch Candidate Nomination Form) ભાજપના કેશુભાઈ શિવદાસ પટેલ અને તેમના ડમી તરીકે ડો. મુકેશ લીલાધર ચંદે, આમ આદમી પાર્ટીના રાજેશ કેશરા પિંડોરિયા, અને તેમના ડમી તરીકે અલ્પેશ જાદવા ભૂડિયા, રાઈટ ટુ રિકોલ પાર્ટીના નોડે કાસમ મહોમ્મદ તેમજ થેબા હુશેન આમદે અને બારોટ દક્ષાબેને અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ છે.