કચ્છ BSF સંપૂર્ણ રીતે સજ્જઃ IG મલિક - બીએસએફ ગુજરાત
કચ્છઃ જિલ્લાના દરિયાઇ અટપટી કિકો અને જમીન સરહદ પર તૈનાત બીએસએફ સજજ છે, મહા વાવાઝોડાની સ્થિતિ હોય કે પછી દેશની સુરક્ષાની વાત હોય બીએસએફના જવાનો ખડેપગે રહેશે તેમ આજે બીએસએફ ગુજરાતના IG જી.એસ.મલિકે ભુજ ખાતે જણાવ્યું હતું.
કચ્છ બીએસએફ તમામ સ્તરે સજ્જ
બીએસએફ ગુજરાત ફરન્ટયરના IG જીએસ મલિક કચ્છની મુલાકાતે આવ્યા હતા. પાકિસ્તાન તરફથી સતત મોમેન્ટ વધી રહી હોવાનું જણાવી બીએસએફ ગુજરાતમાં તમામ સ્થિતિને પહોંચી વળવા સજ્જ છે અને કચ્છની તમામ બોર્ડર પર પૂરતો બંદોબસ્ત છે અને તમામ ગતિવિધિ પર બારીકાઈથી સુરક્ષા એજન્સીઓની નજર હોવાનું જણાવ્યું હતું.