ગુજરાત

gujarat

ETV Bharat / state

આ જિલ્લામાં પાર્સલ આપવા પોસ્ટ માસ્તર નહીં પણ મશીન આવશે, જૂઓ કઈ રીતે...

કચ્છમાં હવે પોસ્ટની ડિલિવરી ડ્રોનની મદદથી (Kutch Bhuj Post Office) કરવામાં આવશે. ભુજના હબાય ખાતેની પોસ્ટ ઓફિસમાં ડ્રોનથી (Parcel delivery with Drone Testing) પાર્સલની ડિલિવરીનું ટેસ્ટિંગ (Post Office to deliver parcel with the help of drone) પણ કરવામાં આવ્યું હતું.

આ જિલ્લામાં પાર્સલ આપવા પોસ્ટ માસ્તર નહીં પણ મશીન આવશે, જૂઓ કઈ રીતે...
આ જિલ્લામાં પાર્સલ આપવા પોસ્ટ માસ્તર નહીં પણ મશીન આવશે, જૂઓ કઈ રીતે...

By

Published : May 28, 2022, 9:07 AM IST

ભુજઃ કચ્છ હંમેશાં કંઈક નવું કરવા માટે જાણીતો જિલ્લો છે. ત્યારે હવે કચ્છનું પોસ્ટ તંત્ર ડ્રોનથી ડિલિવરીના અદ્યતન યુગમાં પ્રવેશવા જઈ રહ્યું છે. ભુજની હેડ પોસ્ટ ઓફિસમાંથી (Kutch Bhuj Post Office) મળતી માહિતી મુજબ, ભુજના હબાય ખાતેની ઓફિસમાં ડ્રોનથી પાર્સલની ડિલિવરીનું ટેસ્ટિંગ (Parcel delivery with Drone Testing) કરવામાં આવ્યું હતું. હબાયથી નેર-બંધડી સુધી ડ્રોન મારફત એક પાર્સલ અન્ય સ્થળે પહોંચાડવાનું સફળ પરીક્ષણ થયું હતું.

ભુજના હબાય ખાતેની પોસ્ટ ઓફિસમાં ડ્રોનથી પાર્સલની ડિલિવરીનું ટેસ્ટિંગ કરાયું

આ પણ વાંચો-ઘઉંની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકતા લાખો ટન ઘઉંનો જથ્થો અટવાયો

ડ્રોન મારફતે પાર્સલની ડિલિવરીનું ટેસ્ટિંગ કરાયું -ડ્રોન મારફતે પોસ્ટની પાર્સલ સેવાની ડિલિવરીનું ટેસ્ટિંગ (Parcel delivery with Drone Testing) આખા દેશમાં ત્રણ જ સ્થળે હાથ ધરાયું હતું, જેમાં કચ્છ જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉચ્ચ અધિકારીઓ અને નિષ્ણાતોની હાજરીમાં ડ્રોનથી ડિલિવરી કોમર્શિયલ સહિતની દૃષ્ટિએ (Delivery of parcels by drone) કેટલી પરવડી શકે. તેની શક્યતા ચકાસવાના ઉદ્દેશથી થયેલા ટેસ્ટિંગમાં લગભગ 25 મિનિટમાં ડ્રોને દવાના પાર્સલની ડિલિવરી (Delivery of parcels by drone) કરી દીધી હતી.

આ પણ વાંચો-Unique love for goats and cats : કાશ્મીરી બકરી અને પર્શિયન બિલાડી જોવી છે? અહીં રહે છે લાડકોડથી

દવાઓનું પાર્સલ ફક્ત 25 મિનિટમાં 47 કિમી દૂર પહોંચ્યું -કેન્દ્રના સંદેશાવ્યવહાર મંત્રાલયના (Centre Ministry of Communications) માર્ગદર્શન હેઠળ રાજકોટના આસિસ્ટન્ટ ડિરેક્ટર તેમ જ દિલ્હીથી આવેલા 4 સભ્યો-નિષ્ણાતોની ટીમે ડ્રોન ટેસ્ટિંગ (Parcel delivery with Drone Testing) હાથ ધર્યું હતું. તેમાં ભુજ તાલુકાના હબાયથી ભચાઉના નેર ગામની પસંદગી કરવામાં આવી હતી અને 2 કિલોનું પાર્સલ ફક્ત 25 મિનિટમાં 47 કિમી દૂર પહોંચ્યું હતું. આ ડ્રોન પાર્સલ લઈને નેરમાં યોગ્ય જગ્યાએ સફળપણે લેન્ડ થતાં ટીમ ખુશ થઈ હતી.

સફળ ચકાસણી બાદ સત્તાવાર માહિતી આપી ટપાલ સેવા શરૂ કરાશે -ટ્રાયલ બેઝની સફળ ચકાસણી બાદ સરકાર દ્વારા સત્તાવાર માહિતી આપી ટપાલ સેવા ચાલુ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું હતું. સફળ પ્રયોગ બાદ ભવિષ્યમાં કચ્છમાં પણ પોસ્ટ વિભાગની વિવિધ કચેરીઓ વચ્ચેની આંતરિક હેરફેર ડ્રોન મારફત જ કરવાની પણ વિચારણા છે. કચ્છના પોસ્ટ વિભાગને એક અદ્યતન ડ્રોન ફાળવાઈ શકે છે. આ ડ્રોન મુખ્ય કચેરીએથી દૂરના વિસ્તારોની પોસ્ટની શાખાઓમાં બેગ સહિતની વસ્તુઓ પહોંચાડે તેવી પણ તૈયારી છે.

ABOUT THE AUTHOR

...view details