કચ્છ:ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 (Gujarat assembly election 2022)ની તારીખો જાહેર થઈ ચૂકી છે. સમગ્ર પ્રક્રિયાના ભાગરૂપે ચૂંટણી પંચ (Election Commission of india) દ્વારા વિવિધ સ્તર પર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી રહી છે. કચ્છમાં કુલ મતદાર સંખ્યા સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા આખરી યાદી બહાર પાડી દેવામાં આવી છે. કચ્છની 6 વિધાનસભા બેઠકો પર 16,34,674 મતદારો નોંધાયા છે. કચ્છના ચૂંટણી વિભાગના નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી (Deputy Election Department of Kutch District Election Officer) બી.કે.પટેલે ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ યાદી અનુસાર કચ્છ જિલ્લામાં કુલ 16,34,674 મતદારો નોંધાયા છે. 2017ની તુલનાએ 2,06,668 નવા મતદારોનો ઉમેરો થયો છે. જે પૈકી 21388 મતદારો પ્રથમ વખત મતદાન કરશે.
1860 પોલીંગ બુથ પર થશે મતદાન : મતદાન મથકો અંગે આંકડાકીય વિગતો અનુસાર કચ્છમાં 1172 મતદાન મથકો પર 1860 પોલીસ બુથ ઉભા કરવામાં આવશે. જે પૈકી 530 જેટલા મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથકો છે. અબડાસા બેઠકના 321 મતદાન મથકો પર 379 બૂથ, માંડવી બેઠકના 184 મતદાન મથકો પર 286 બુથ, ભુજ બેઠકના 168 મતદાન મથકો પર 301 બૂથ, અંજાર બેઠકના 164 મતદાન મથકો પર 292 બુથ, ગાંધીધામ બેઠકના 141 મતદાન મથકો પર 309 બુથ, રાપર વિધાનસભા બેઠકના 194 મતદાન મથકો પર 293 પોલીસ બુથ ઊભા કરવામાં આવશે.
EVM- VVPAT ફાળવણી :કચ્છ જિલ્લાને આગામી વિધાનસભા મત વિભાગ માટે M3 પ્રકારના ફાળવણી કરવામાં આવી છે EVM - VVPAT ની ફાળવણી કરવામાં આવી છે. જેમાં 2955 BU, 2624 CU તો 2886 VVPAT મશીનોની એફ.એલ.સી.બાદ ફાળવણી કરવામાં આવી છે જે પૈકી 125-125-125 તાલીમ માટે ફાળવવામાં આવેલ છે. મતદાન મથક માટે ઉપયોગમાં લેવામાં આવનાર મશીનની સંખ્યાની વાત કરવામાં આવે તો 2830 BU, 2499 CU તો 2761 VVPAT મશીનોની મતદાન મથક માટે બાદ ફાળવણી કરવામાં આવી છે.
42 સખી પોલીંગ સ્ટેશન : ચૂંટણીપંચની સૂચના મુજબ જિલ્લામાં દરેક વિધાનસભા મતવિભાગ માટે સખી મતદાન મથકોની નકકી કરવા સુચના થયેલ છે. જે અન્વયે જિલ્લાના દરેક વિધાનસભા મતવિભાગ મુજબ 7 વિગતે કુલ 42 મતદાન મથકો નક્કી કરવામાં આવેલ છે.જે મતદાન મથકમાં તમામ પોલિંગ સ્ટાફ અને સિક્યુરીટી સ્ટાફ મહિલા રાખવામાં આવશે.
6 PWD પોલીંગ સ્ટેશન : ચૂંટણીપંચની સૂચના મુજબ જિલ્લામાં દરેક વિધાનસભા મતવિભાગ માટે PwD મતદાન મથકોની નકકી કરવા સુચના થયેલ છે. જે અન્વયે જિલ્લાના દરેક વિધાનસભા મતવિભાગ મુજબ 1 વિગતે કુલ 6 મતદાન મથક નક્કી કરવામાં આવેલ છે. જે મતદાન મથકમાં તમામ પોલિંગ સ્ટાફ PwD રાખવામાં આવશે. ચૂંટણીપંચની સૂચના મુજબ જિલ્લામાં દરેક વિધાનસભા મતવિભાગ માટે Model મતદાન મથકોની નકકી કરવા સુચના થયેલ છે. જે અન્વયે જિલ્લાના દરેક વિધાનસભા મતવિભાગ મુજબ 1 વિગતે કુલ 6 મતદાન મથક નક્કી કરવામાં આવેલ છે.
6 Eco-Friendly પોલીંગ સ્ટેશન :ચૂંટણીપંચની સૂચના મુજબ જિલ્લામાં દરેક વિધાનસભા મતવિભાગ માટે Eco Friendly મતદાન મથકોની નકકી કરવા સુચના થયેલ છે. જે અન્વયે જિલ્લાના દરેક વિધાનસભા મતવિભાગ મુજબ 1 વિગતે કુલ 6 મતદાન મથકો નકકી કરવામાં આવેલ છે. જે મતદાન મથકો ઉપર ઉપયોગમાં લેવામાં આવનાર સામગ્રી સબબ પોલીસ્ટાયરીન સહીતના સિંગલ યુઝ પ્લાસ્ટિકથી બનેલા મટીરીયલનો ઉપયોગ ટાળવામાં આવશે.
જિલ્લામાં 441 સેવા મતદારો :જિલ્લામાં મતદાર યાદીમાં નામ હોય પરંતુ અન્ય જિલ્લામાં નોકરી અર્થે ફરજ બજાવતા હોય તેવા 441 સેવા મતદારો નોંધાયા છે. અબડાસા તાલુકામાં 123, માંડવી તાલુકામાં 181, ભુજ તાલુકામાં 51, અંજાર તાલુકામાં 39, ગાંધીધામ તાલુકામાં 34 તો રાપર તાલુકામાં 13 જેટલા સેવા મતદારો નોંધાયા છે. વિધાનસભા બેઠક મુજબ વિગતો અનુસાર અબડાસા બેઠક પર 2,53,096 મતદારો નોંધાયા છે. માંડવી બેઠક પર 2,57,359, ભુજ બેઠક પર 2,90,952, અંજાર બેઠક પર 2,70,813, ગાંધીધામ અનામત બેઠક પર 3,14,991 અને રાપર બેઠક પર કુલ 2,47,463 મતદારો નોંધાયા છે. તમામ બેઠક પરના 16,34,674 મતદારોને EPIC ઓળખકાર્ડ આપવામાં આવ્યા છે.
ટપાલ મતપત્ર ઈસ્યુ કરવામાં આવશે:જિલ્લામાં 80 વર્ષથી વધુ વયના 33293 મતદારો તથા દિવ્યાંગ 13729 મતદારો એમ કુલ 47022 જેટલાં મતદારો છે. આ માટે સંબંધિત મતદાન મથકના બી.એલ.ઓ. દ્વારા આવા મતદારોને નિયત થયેલ ફોર્મ-12 ડી આપવામાં આવશે.જેમાં સંબંધિત મતદારો દ્વારા જરૂરી વિગતો ભરી પરત કરવાના રહેશે. જેના આધારે સંબંધિત ચૂંટણી અધિકારી દ્વારા નિર્ણય લેવાઈ ટપાલ મતપત્ર ઈસ્યુ કરવામાં આવશે. જે ટપાલ મતપત્ર મતદાન કરાવવા માટે મતદાન ટુકડી સંબંધિત મતદારના ઘરે જઈ, ભારતના ચૂંટણી પંચ દ્વારા નિયત થયેલ સૂચનાઓ મુજબ મતદાન કરવામાં આવશે.