ગુજરાત

gujarat

ETV Bharat / state

Kutch Crime : ગાંધીધામમાં ફિલ્મી પ્લાનથી ધોળા દહાડે 1.05 કરોડની લૂંટ મચાવનારા ઝડપાયા - Angadia firm employee Robbery in Gandhidham

કચ્છના ગાંધીધામમાં ધોળા દહાડે 1.05 કરોડની લૂંટ મચાવનાર આરોપીઓ ઝડપાયા ગયા છે. આરોપીઓએ લૂંટફાટ કરીને મોટર સાયકલ પર શખ્સો નાસી ગયા બાદમાં મોટર સાયકલ દાટી દીધા અને લૂંટ માટે ઉપયોગમાં લેવાયેલા હેલ્મેટ સહિતની સામગ્રીઓ સળગાવી નાખી હતી. પોલીસને આ લૂંટારુઓને પકડવા 10 ટીમો બનાવી હતી. ત્યારે કેવી રીતે આ આરોપીઓ પકડાયા જૂઓ.

Kutch Crime : ફિલ્મી પ્લાનથી ધોળા દહાડે 1.05 કરોડની લૂંટ મચાવનારા ઝડપાયા, પોલીસને 10 ટીમ બનાવી પડી
Kutch Crime : ફિલ્મી પ્લાનથી ધોળા દહાડે 1.05 કરોડની લૂંટ મચાવનારા ઝડપાયા, પોલીસને 10 ટીમ બનાવી પડી

By

Published : Jun 2, 2023, 10:32 PM IST

ધોળા દહાડે 1.05 કરોડની લૂંટ મચાવનાર 6 આરોપીઓ ઝડપાયા

કચ્છ : ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થોડા દિવસો અગાઉ પી.એમ.આંગડીયા પેઢીનાં કર્મચારીઓને પિસ્તોલો બતાવી રોકડા 1.05 કરોડની લૂંટનો મામલો બન્યો હતો. ત્યારે તે ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ગાંધીધામ એ ડિવિઝન, બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા 10 ટીમો બનાવીને CCTV ફૂટેજના આધારે કુલ 6 આરોપીઓની ધરપકડ કરી મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યું છે.

22મી મે ના રોજ ગાંધીધામ ખાતે આવેલી પી.એમ. એન્ટરપ્રાઈઝ આંગડિયા પેઢીમાં હેલ્મેટ પહેરીને આવેલા 4 આરોપીઓ દ્વારા હાથમાં પિસ્તોલ રાખી આંગડિયા પેઢીના સંચાલકોને ડરાવી ધમકાવી રોકડા રૂપિયા 1.05 કરોડની લૂંટ કરી બે મોટરસાયકલ પર નાસી ગયા હતા. જે અંતર્ગત ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ચાર અજાણ્યા શખ્સ વિરુદ્ધ ઇ.પી.કો કલમ 392,397,120 B, 34 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. - જે.આર.મોથલીયા (સરહદી રેન્જના પોલીસ મહાનિરીક્ષક)

પોલીસે બનાવી 10 ટીમ :1.05 કરોડની લૂંટની ગંભીરતા સમજી ડી.જી.પી, પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક, નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન મુજબ ગાંધીધામના એ ડિવીઝન પોલીસ સ્ટેશન, ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન તેમજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના અધિકારી અને કર્મચારીઓની અલગ અલગ કુલ 10 ટીમો બનાવી હતી. આંગડિયા પેઢીના સંચાલકોને મળી બનાવથી વાકેફ થયેલા અને આ ગુનો શોધી કાઢવા અલગ અલગ 10 જેટલી ટીમો દ્વારા પેઢીમાં લાગેલા CCTV ફુટેજની ચકાસણી હાથ ધરાઇ હતી.

આરોપીઓ

CCTV ફૂટેજના આધારે ઉકેલાયો ગુનો :CCTV ફૂટેજના આધારે આરોપીઓ ક્યાં રસ્તેથી આવ્યા હતા. તેમજ લૂંટ કર્યા બાદ ક્યાં રસ્તેથી નાસી ગયા તે બાબતે હ્યુમન ઈન્ટેલીજન્સ અને ટેકનીકલ સર્વેલન્સ તેમજ CCTV ફૂટેજો દ્વા૨ા લુંટ થયા બાદ ગુનો શોધી કાઢવા પ્રયત્નો કરવામાં આવ્યા હતા. ગાંધીધામ-ભચાઉ હાઈવે વિસ્તા૨ના એને આજુબાજુની કંપનીઓમાં જતાં-આવતાં રસ્તાના તમામ CCTV ફૂટેજો ચેક કરવામાં આવ્યા હતા. નેત્રમની ટીમ દ્વારા નેત્રમના CCTV ફૂટેજો ચેક કરવામાં આવેલા હતા. જે દરમિયાન શિવમ પ્લાય નામની કંપનીથી આગળ બાવળોની ઝાડીમાંથી બે હેલ્મેટો મળી આવ્યા હતા. જે દિશામાં તપાસ કરતા લૂંટના ગુનામાં સંડોવાયેલ માસ્ટર માઇન્ડ પ્લાનીંગ કરનાર મુખ્ય આરોપી ઉજ્જવલ પાલ સંડોવાયેલ હોવાનું જણાઇ આવતાં તેને પકડીને પૂછપરછ કરવામાં આવી હતી.

માસ્ટર માઇન્ડે જણાવ્યો પ્લાન :મુખ્ય આરોપીની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેની સાથે લૂંટમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ યોગેન્દ્ર ઉર્ફે યોગી, મુકેશસિંગ ઉર્ફે બીપી અને શિવમ યાદવ એમ ત્રણ આરોપીઓ રાજ્ય બહાર નાસી ગયા હતા. જેથી અલગ-અલગ ટીમો મોકલી આરોપી યોગેન્દ્ર ઉર્ફે યોગીને તેમજ મુકેશશિંગ ઉર્ફે બીપીને લખનઉ અને આરોપી હનીફ સોઢા જે તેના પરિવાર સાથે અજમે૨ હતો. જેને પકડવા ટીમ રાજસ્થાન ખાતે રવાના કરવામાં આવી હતી. તેને અમીરગઢ ચેકપોસ્ટ ખાતેથી વોચ રાખી વાહન ચેકીંગ દરમિયાન ઝડપી પાડવામાં આવ્યો હતો.

મુદ્દામાલ કબ્જે

બે અન્ય આરોપીઓ : વિપુલ બગડા અને હનીફ લુહાર સ્થાનિક હોય જેઓને અન્ય ટીમો દ્વારા ઝડપી લઇને તેઓની પાસેથી લૂંટમાં ગયેલા રોકડા રૂપિયા તેમજ ગુના કામે ઉપયોગ કરેલા હથિયારો, વાહનો કબજે કરી આગળની કાર્યવાહી ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી હતી.

પકડાયેલા આરોપીઓ : લૂંટમાં સામેલ અન્ય આરોપીઓ ઉજજવલ પાલ, હનીફ ઇસ્માઇલ સોઢા, યોગેન્દ્ર ઉર્ફે યોગી ઉર્ફે પહેલવાન, મુકેશસિંગ ઉર્ફે બીપી તાલુકદારસિંગ, વિપુલ રામજીભાઈ બગડા અને હનીફ સીધીક લુહાર છે.

પકડવાના બાકી સહ આરોપીઓ : નઇમખાન ઉર્ફે સુદુ, શીવમ યાદવ, આલોક રામપ્રસાદ ચૌહાણ, અરુણ પ્રેમકુમાર ચૌહાણ, જુણસ ઇસ્માઇલ સોઢા અને
દીપક રામભવન રાજભર છે.

કબ્જે કરેલ મુદ્દામાલ :આરોપીઓ પાસેથીરોકડ રૂપિયા- 96,90,030, વાહનો 5- જેમાં ઈન્ડીગો કાર,ઇન્ડીકા કાર,બોલેરો, મોટર સાયકલ 2 જેની કિંમત 9,00,000, આરોપીઓએ લૂંટમાં ઉપયોગ કરેલ હાથ બનાવટની પીસ્ટલ હથિયા૨ 5 નંગ જેની કિંમત રૂપીયા 1,25,000, જીવીત કાર્ટીસ 47 નંગ- જેની કિં. 4700, 6 મોબાઇલ ફોન કિંમત રૂપિયા 25,500 એમ કુલ કિંમત રૂપિયા 1,07,45,230નો પોલીસે મુદ્દામાલ કબ્જે કર્યો છે.

લૂંટમાં સંડોવાયેલા આરોપીઓની ભૂમિકા :ઉજજવલ પાલ : પડાણા સીમમાં આવેલા તીરૂપતી ડોર નામની ફેકટરીમાં કામ કરે છે. અન્ય આરોપી વિપુલ અને યોગેન્દ્ર સાથે સેંધવા મધ્યપ્રદેશ એક માસ અગાઉ આરોપી હનીફ લુહારની કારથી જઇ પીસ્ટલ હથીયારો ખરીદી લાવેલો હતો. લૂંટ કરવા આરોપી યોગેન્દ્ર ચૌહાણ, હનીફ સોઢા સાથે મળી લૂંટનું પ્લાનીંગ કરેલુ હતું. રેકી કરેલા તેમજ આરોપીઓની ઓળખ છતી ન થાય તે માટે ચાર નવા હેલમેટની ખરીદી કરી હતી તેમજ આરોપી વિપુલ બગડા, યોગેન્દ્ર ચૌહાણ તેમજ હનીફ સોઢા સાથે મળી લૂંટ કરવા જતાં-આવતાં રસ્તાની રેકી કરવામાં સાથે રહેલા હતા. લૂંટ કરવા મુકેશસીંહ તેમજ શીવમ યાદવને આરોપી યોગેન્દ્ર મારફતે બોલાવી પોતાની ફેક્ટરી પર આશરો આપ્યો હતો.

લૂંટ કરેલી રકમ : લૂંટના પ્લાનીંગમાં સામેલ અને આરોપી હનીફ સોઢાને લૂંટ કરવા બે બાઈક ખરીદી હતી. લૂંટ બાદ બાઇકો તેમજ આરોપીઓને સંતાડી બીજી જગ્યાએ લઈ જવા માટે તેના ઓળખીતા દીનેશ ઠાકોરની બોલેરો ભાડા પર રાખેલ અને લૂંટ કરી આરોપીઓ નક્કી કરેલ જગ્યાએ આવેલ હતા. તે જગ્યાએ આરોપી આલોક સાથે બાઈથી આવેલી અને બોલેરોમાં લુંટ કરવા ગયેલા ચાર આરોપીઓને બાઇક તેમજ લૂંટ કરેલી રોકડ રકમ અને હથિયારો સાથે બેસાડી તેઓને ચારાથી ઢાંકી આરોપી હનીફ સોઢાના ચુડવા સીમમાં આવેલા પ્લોટ ખાતે ગયા હતા. જે-તે વખતે બંન્ને બાઇકો ખાડામાં દાટી ત્યા૨બાદ તે બાઇકો બહાર કઢાવી હનીફના ઘરે નીકાલ કરવા રાખવામાં આવી હતી.

89 લાખ સેટી પલંગમાં રાખીને લખનઉ મોકલેલા :લૂંટ કરેલા રોકડ રૂપિયા પોતાની પાસે રાખી જેમાંથી 3,75,000 આરોપી વિપુલને અને 5,00,000 આરોપી હનીફ સોઢાને, 2,50,000 આરોપી અરૂણ આલોકન, 50,000 આરોપી શિવમ યાદવ, 50,000 આરોપી મુકેશસીંહને, 10,000 આરોપી યોગેન્દ્રને આપેલ અને રૂપિયા 89,00,000 લાક્ડાના નવો સેટી પલંગ ખરીદી કરી તેમાં રોકડા રૂપિયાના પાર્સલો બનાવી સેફ એક્સપ્રેસ ટ્રાન્સપોર્ટમાં લખનઉ મોકલેલા હતા. આરોપી શીવમ યાદવને ગાંધીધામ રેલવે સ્ટેશન મુકી આરોપી યોગેન્દ્રને સામખીયાળી રેલ્વે સ્ટેશન મુકવા ગયો હતો. તેમજ આ લૂંટનો માસ્ટર માઇન્ડ તેમજ સંપૂર્ણ પ્લાનીંગ તેને કરી હતી.

હનીફ સોઢા : જે પહેલેથી જ આરોપી ઉજજવલ પાલ તેમજ યોગેન્દ્ર ચૌહાણ સાથે રહી લૂંટનું પ્લાનીંગ કર્યું હતું. રસ્તાની રેકી કરેલા અને ગુના કામે ઉપયોગમાં લેવાયેલ બે મોટર સાયકલ અપાવેલા અને લુંટના દિવસે બોલેરો કારથી મીઠીરોહર સીમમાં નક્કી કરેલા સ્થળે હાજર રહેલા અને આરોપીઓ લુંટ કરી મીઠીરોહર સીમમાં આવતા તેઓને બોલેરોમાં બાઇકો તેમજ લૂંટની રકમ અને હથિયારો સાથે બેસાડી તેઓની ઉપર ચારો નાખી ઢાકી દીધો હતો. ચુડવા સીમમાં આવેલ પોતાના કબ્જાના પ્લોટ ખાતે લઇ ગયા હતા. બાઇકો દાટી દીધેલી અને તે બાઇકોના સ્પેરપાર્ટ અલગ કરી કટીંગ કરી ભુવડ જતા હાઇવે ૨ોડ પ૨ અલગ અલગ જગ્યાએ ફેકી દઈ મુદ્દામાલનો નાશ કરેલો અને લુંટમાંથી રોકડ 5,00,000 તેમજ લુંટમાં ઉપયોગ કરેલા 5 હથિયાર અને 47 કાર્ટીસ સહિત પોતાના ઘરે સંતાડેલા અને લુંટ બાદ આરોપી મુકેશસિંગને ભચાઉ જાખડ બસમાં બેસાડવા ગયો હતો.

વાહન કબ્જે

યોગેન્દ્ર ઉર્ફે યોગી પહેલવાન :ચૌહાણ વાળા પ્લાનીંગમા સામેલ રહી, રૂટ- રસ્તાની રેકીમાં સાથે રહેલા અને તેના ઓળખીતા સહ આરોપી નહીમખાન ઉર્ફે સુદ પાસેથી સેધવા એમ.પી.સાથે જઇ 5 પીસ્ટલ ખરીદ કરાવી સાથે રહેલા હતા. આરોપી મુકેશસિંગ તેમજ શીવમ યાદવને લૂંટ કરવા વતનથી ગાંધીધામ બોલાવી પ્લાનીંગ સમજાવી લૂંટ કરવામાં પોતે બે પીસ્ટલ હથિયાર સાથે રાખી લૂંટ કરેલી હતી. તેમજ લૂંટ કર્યા બાદ પોતે પહેરેલા જાકેટ અને હેલમેટ સળગાવી નાખ્યાં હતાં.

મુકેશસિંગ ઉર્ફે બીપી વાળો : આરોપી યોગેન્દ્ર ચૌહાણના કહેવાથી લુંટ કરવાના ઈરાદે પિસ્ટલ કાર્ટીસ સાથે ગાંધીધામ આવી પ્લાનિંગ મુજબ લૂંટ કરવા બાઇકથી અન્ય આરોપીઓ સાથે જઈ લૂંટ કરેલી હતી.

વિપુલ બગડા વાળો : આરોપી ઉજજવલ અને યોગેન્દ્ર સાથે રહી તેના ઓળખીતા આરોપી હનીફ લોહારની કાર ભાડા પર રખાવી તેની સાથે જઈ સેધવા એમ.પી.થી પીસ્ટલ હથીયારો ખરીદવા સાથે ગયેલા હતા. પ્લાનીંગ મુજબ રૂટ-૨સ્તાની રેકી કરવામાં સાથે રહેલા અને લૂંટ કરવા અન્ય સહ આરોપીઓ સાથે રહેલા અને આરોપી મુકેશસિંગને આરોપી હનીફ સોઢા સાથે ભચાઉ મુકવા ગયા હતા.

હનીફ લુહાર વાળો : પીસ્ટલ હથિયાર ખરીદવા સેંધવા એમપી. કારથી આરોપીઓ સાથે ગયેલા અને વિપુલ સાથે સાંઠગાંઠ રચી લૂંટ કરવા મદદમાં રહ્યો હતો.

2022માં લૂંટનો પ્લાન નિષ્ફળ ગયેલો :ઉલ્લેખનીય છે કે, આ ગુનાનો મુખ્ય આરોપી ઉજજ્વલ, યોગેન્દ્ર, દિપકે મળી વર્ષ 2022માં ઓગસ્ટમાં લૂંટ કરવાનો પ્લાન બનાવેલો હતો. જેના ભાગરૂપે આરોપી દિપક ઉત્તરપ્રદેશથી લૂંટ કરવા માટે હથિયાર લઈ આવતો હતો. તે સમયે અજમેર રેલવે સ્ટેશન ખાતે હથિયાર સાથે પકડાઈ ગયેલા અને વર્ષ 2022માં તેઓનો લૂંટ ક૨વાનો પ્લાન નિષ્ફળ થયેલો હતો.

જુદી જુદી 10 ટીમોમાં જોડાયેલ અધિકારીઓ અને કર્મચારીઓ :આ કામગી૨ી પોલીસ ઇન્સપેકટર એમ.એમ.જાડેજા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પોલીસ ઇન્સ્પેક્ટર સી.ટી.દેસાઈ ગાંધીધામ એ ડીવી. પો.સ્ટે., પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એસ.વરૂ, વી.આર.પટેલ એલ.સી.બી, પોલીસ સબ ઈન્સપેક્ટર જે.જી.રાજ નેત્રમ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.વી.જાડેજા ગાંધીધામ એ ડીવી.પો.સ્ટે. પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.કે.બ્રહ્મભટ્ટ પેરોલ ફર્લો સ્કવોર્ડ, એલ.સી.બી.,ગાંધીધામ એ ડીવી.પો.સ્ટે. અને ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે.ના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

  1. Ankleshwar Crime News : અંકલેશ્વરમાં આંગડિયા પેઢીના કર્મચારીએ રાતોરાત રૂપિયાવાળુ બનાવા માસ્ટર પ્લાન ઘડ્યો
  2. Ahmedabad News : વેપારી અને ખાનગીકરણની ઘેલછામાં શિક્ષણની ફી આસમાને, યુનિવર્સિટીઓની ઉઘાડી લૂંટ : કોંગ્રેસ
  3. Surat Crime News: સુરતમાં એક કિલો સોનાની લૂંટ પાછળ IIT ખડકપુરના પૂર્વ વિદ્યાર્થી માસ્ટરમાઈન્ડ

ABOUT THE AUTHOR

...view details