કોરોનાના જોખમને ટાળવા કચ્છ વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાયા - કોરોના ઈફેક્ટ ઈન કચ્છ
કોરોનાના કહેર વચ્ચે કચ્છ જિલ્લામાં જાગૃતિના તમામ પગલા ભરવામાં આવી રહ્યાં છે. ભુજ એરપોર્ટ પર સતત સ્કેનિંગ, ભુજ કોર્ટમાં બિનજરૂરી હાજરી ટાળવા, ધાર્મિક કાર્યક્રમો રદ્દ કરવા સહિતના પગલા ભરાઈ રહ્યાં છે.
કોરોનાના જોખમને ટાળવા કચ્છ વહીવટીતંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવાયા
કચ્છઃ ગાંધીધામ ખાતે આવેલા કંડલા સ્પેશિયલ ઈકોનોમિક ઝોનમાં એક સાથે હજારો કામદારોનું સ્ક્રેનિંગ કરાયુ હતું. જો કે, હાશકારા વચ્ચે 1 કેસ માત્ર સાદા તાવના મળી આવ્યા હતા. ગાંધીધામ ખાતેના કંડલા ઝોનમાં હજારો કામદારો કામ કરે છે. આ ઉપરાંત સતત વિદેશોમાંથી માલ પરીવહન થાય છે. કોરોના કહેર વચ્ચે કામદારોની સુરક્ષા અને જાગૃતિ માટે તંત્ર દ્વારા આ સ્ક્રેનિંગ આરંભવામાં આવ્યું છે.