ગુજરાત

gujarat

ETV Bharat / state

કુનરીયા ગ્રામપંચાયતે જનતામાં કોરોના અંગે જાગૃતિ ફેલાવવા માટે નવતર પ્રયોગ કર્યો - Aarogya shakha

કચ્છ જિલ્લાના ભુજ તાલુકાની કુનરીયા જુથ ગ્રામ પંચાયતે સ્થાનિક રહીશોમાં કોરોના અંગેની જાગૃતિના તમામ માધ્યમોનો ઉપયોગ કરી લોકોને સલામત રહેવા અપીલ કરી છે.

જનજાગૃતિ ફેલાવતા હોર્ડિગ્સ
જનજાગૃતિ ફેલાવતા હોર્ડિગ્સ

By

Published : Apr 19, 2021, 1:14 PM IST

  • ગામના લોકોને કોરોના વિશે જાગૃત કરવા મોટા ગ્રામપંચાયત દ્વારા અનોખી પહેલ
  • કોરોના અંગે વિવિધ પ્રકારની માહિતી અને સૂચનો આપતા હોર્ડિગ્સ લગાવ્યા
  • હોર્ડિગ્સમાં કોરોનાને લગતી તમામ પ્રકારની માહિતી આપવામાં આવી

કચ્છ :કુનરીયાના સરપંચ સુરેશ છાંગા અને તલાટીએ ગ્રામજનો સાથે ચર્ચા કરીને એક નવતર પ્રયોગ અમલમાં મૂક્યો છે. ટીકા મહોત્સવથી કોરોનાને મ્હાત આપવી તેમજ ગ્રામજનોને સાવચેત અને જાગૃત રાખવા ગામના જાહેર સ્થળોએ જન જાગૃતિના બોર્ડ-લગાવીને મોટા હોર્ડિગ્સ લગાવીને લોકોમાં કોરોના વિષયક જનજાગૃતિ ફેલાવવાનું પગલું ભર્યું છે.

આ પણ વાંચો : જામનગર: કડિયાવાડમાં કોરોના અંગે જાગૃતિ માટે પૂતળા લગાવવામાં આવ્યાં


કોવિડ-19ના લક્ષણ દેખાય તો શું કરવું તેની વિગતો દર્શાવી


જાહેર જનતાજોગ સંદેશ, કોવિડ-19 હેઠળ ગ્રામજનોને નોવેલ કોરોના વાયરસ બાબતે તમામ વિગતો જણાવીને આ રોગના લક્ષણો દેખાય તો આરોગ્ય શાખા કે મેડિકલ ઓફિસરનો સંપર્ક કરવા સહિતની વિગતો આ હોર્ડિંગ્સમાં દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચો : ડાંગમાં તમાશા કાર્યક્રમ થકી મહિલાઓ દ્વારા લોકોમાં કોરોના અંગે જાગૃતી લાવવા પ્રયાસ

કોરોનાને લગતી તમામ પ્રકારની માહિતી અને સૂચનો દર્શાવ્યા


ક્યાં રિપોર્ટ જરૂરી છે, ડોક્ટરના કન્સલ્ટિંગ વિશેની માહિતી, શું ખાવું શું પીવું તથા યોગ અને સૂર્યપ્રકાશ અંગેની માહિતી પણ હોર્ડિંગમાં દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત ક્યાં સાવચેતીના પગલાં લેવા અને રસીકરણનો લાભ લેવો એ માટે પણ સૂચન કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details