કચ્છી કોયલ ગીતા રબારીએ રાહત ફંડ આપ્યું, વાંચો શું કહ્યું... - People Fund by Gita Rabari
કોરોનાની મહામારી સામે લડવા સૌ કોઈ બનતી મદદ કરી રહ્યા છે. તંત્ર સતત પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે કચ્છી કોયલ લોકગાયક ગીતાબેન રબારીએ ભૂજમાં જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે.ને પોતાની આવકમાંથી 2 લાખ 11નો ચેક અપર્ણ કર્યો હતો.
કચ્છી કોયલ ગીતા રબારીએ રાહત ફંડ આપ્યું, વાંચો શું કહ્યું
કચ્છ: જિલ્લા પત્રકારો સાથે વાત કરતા ગીતાબેને જણાવ્યું હતું કે, મારાથી બનતી મદદ મેં કરી છે. આ સમય આપણા સૌ માટે કપરો સમય છે, ત્યારે લોકોએ બનતી રીતે સરકારની સાથે રહેવું જોઈએ. આ ઉપરાંત કચ્છ અને ઉત્તર ગુજરાતના 8 જેટલા કલાકારોએ સાથે મળીને રાશનકીટ સહિતના જરૂરિયાત વિતરણ કરવાનુ આયોજન કર્યુ છે. આ તમામ સાધન સામગ્રી સંસ્થા અને કાર્યકર્તા દ્વારા લોકો સુધી પહોંચાડાશે.