ગુજરાત

gujarat

ETV Bharat / state

શહીદ ઉધમસિંહની તસવીરને અપાયું ક્રાંતિતીર્થમાં સ્થાન - શહીદ ઉધમસિંહ

કચ્છઃ માંડવી સ્થિત પંડિત શ્યામજી કૃષ્ણવર્મા ક્રાંતિતીર્થમાં શહીદ ઉધમસિંહની તસવીરને સ્થાન અપાયું છે. ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીએ આ માટે રજૂઆત કરી રહી હતી.

kutch jaliuavala bag sahid udhamshin mandvi krantitirth
kutch jaliuavala bag sahid udhamshin mandvi krantitirth

By

Published : Dec 4, 2019, 1:26 PM IST

શહીદ વીર ઉધમસિંહનો જન્મ સુનામ(પંજાબ) ખાતે દલિત પરિવારમાં થયો હતો. પંજાબના ગવર્નર ઓ’ડાયરે (O’Dwyer) બ્રિટિશ શાસનનાં સમયમાં માર્શલ લો જાહેર કરી, અમૃતસરના જલિયાંવાલા બાગમાં 13મી એપ્રિલ, 1919ના દિવસે અંધાધૂંધ ગોળીબાર કરાવી હત્યાકાંડ કર્યા હતો. જેમાં આશરે હજારથી વધુ ભારતીયોનો મોત નિપજ્યા હતા. ઉધમસિંહ તે ઘટનાના પ્રત્યક્ષ સાક્ષી હતા, તેથી તેમણે તે જ સમયે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી હતી.

દેશદાઝથી ભરેલા શહીદ ઉધમસિંહ નામો બદલી, વેશપલટો કરી ઘણા દેશોની રઝળપાટ કરતા રહ્યા હતા. અમેરિકાથી ભારત પરત ફર્યા ત્યારે ક્રાંતિકારી સાહિત્ય અને શસ્ત્રો રાખવા માટે તેમને જેલની સજા થઇ હતી. ઉધમસિંહ જેલમાંથી છૂટીને લંડન ગયા અને ત્યાં ભરી સભામાં પૂર્વ ગવર્નર ઓ.ડાયરને ઠાર મારીને ઉધમસિંહે જલિયાંવાલા બાગ હત્યાકાંડનો બદલો લીધો હતો. બ્રિટિશ સરકારે 1940માં તેમને લંડનમાં ફાંસી આપી હતી. બ્રિટનની અદાલતમાં તેમના પર કેસ ચાલ્યો હતો, જેમાં ઉધમસિંહે બદલો લેવા જ આ હત્યા કરી હોવાનું અદાલતમાં કબૂલ કર્યુ હતું.

શહીદ ઉધમસિંહની તસવીરને અપાયું ક્રાતિતીર્થમાં સ્થાન

ગુજરાતી દલિત સાહિત્ય અકાદમીના હરીશ મંગલમ(પેટ્રન), પ્રવીણ ગઢવી (નિવૃત IAS અને અધ્યક્ષ), નટુભાઇ પરમાર, અરવિંદ વેગડા(સદસ્ય), સાહિલ પરમાર, રમણ વાઘેલા જેવા દલિત સર્જકો અને ફોટોજર્નાલીસ્ટ, કર્મશીલ લંકેશ ચક્રવર્તી વગેરેએ શહીદ ઉધમસિંહની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી તેમની તસવીરને પુષ્પહાર પહેરાવ્યો હતા.

આ પ્રસંગે ભુજના ડેપ્યુટી કમિશનર(SGST) ભૂપેન્દ્ર શ્રીમાળી, અરવિંદ ગેહલોતર (ડિક્કી) તથા શ્યામજી કૃષ્ણવર્મા તીર્થના ટ્રસ્ટી હીરજીભાઇ કારાણી, મેનેજર બંકિમ પટ્ટણી, ખુશાલભાઇ, ધર્મેશ જોશી ઉપસ્થિત રહયા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર વતી રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગના તત્કાલિન સચિવ આર સી મીના(IAS)એ અત્યાધિક રસ દાખવીને આ કાર્ય સફળ બનાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details