કચ્છ: લોકડાઉનની પરિસ્થિતિમાં પણ થેલેસેમિયાના દર્દીઓને રક્ત તો ચડાવુજ પડે છે. પણ આવા જવાની તકલીફ પડતા દર્દીઓ રક્ત ચડાવાનું ટાળતા હોય છે. જે થેલેસેમિયાના બાળ દર્દીઓના સ્વાસ્થ્ય માટે જોખમકારક છે. આવી પરિસ્થિતિમાં ભૂજના યુવાનો સાજીદ મેમણ, રાહુલ બારોટ અમીષ મહેતાએ નિશુલ્ક રીતે આ દર્દીઓ માટે લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટના હેમન્દ્ર જન્સારીના સહયોગથી કામગીરી આદરવામાં આવી છે.
લોકડાઉન વચ્ચે મહેકી માનવતા: ભૂજના યુવાનોની અનોખી સેવા, જાણો આ કોરોના કમાન્ડો વિશે.... - કચ્છ
કોરોના વાઈરસના ફેલાવાને કારણે આપવામાં આવેલા 21 દિવસના લોકડાઉન વચ્ચે કચ્છમાં થેલેસિમિયાના બાળ-દર્દીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ લોકડાઉન દરમિયાન ભૂજના યુવાનો સામાજીક જવાબદારી કરી રહ્યા છે સમાજ સેવા...
ભૂજમાં વિવિધ સેવાકીય કાર્યો માટે જાણીતા યુવા અમીષ મહેતાના જણાવ્યાં પ્રમાણે, ભૂજ, નલિયા ધ્રોબાણ સહિતના વિસ્તારોમાંથી કુલ 20 બાળ દર્દીઓની લોહીની જરૂરિયાત પુર્ણ કરવામાં આવી છે. આ ઉપરાંત ભૂજમાં એક મહિલાને ઈમરજન્સીમાં રક્તની જરૂરિયાત ઉભી થતાં ભૂજ મંદિરના સહયોગથી સંતોએ રકતદાન કર્યું હતું.
6 બોટલ રક્ત મળી જતા એક મહિલાનો જીવ બચાવી લેવાયો છે. બીજી તરફ સમગ્ર ભૂજમાં હાલે લોકડાઉન વચ્ચે કુતરા પશુપંખીઓ માટે પણ ઘરે ઘર જઈ રોટલી એકત્ર કરવામાં આવી રહી છે. પંખીઓને ચણ નાખવામાં આવી રહ્યું છે. ઘરથી બહાર ન નિકળી શકતા લોકો સમક્ષ કુતરા માટે રોટલીની ટેહલ નંખાવા શહેરની વિવિધ સોસાયટીઓમાંથી ઘરે ઘરે જઈ દૈનિક ધોરણે રોટલી એકત્ર કરવામાં આવે છે અને જયાં ગાય કુતરા કે પશુઓ દેખાય તેને ખવડવવામાં આવે છે.