ગુજરાત

gujarat

ETV Bharat / state

અંજાર ખાતે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર અને કિસાન પરિવહન યોજનાનું સીએમ રૂપાણી દ્વારા કરાયુંં લોકાર્પણ

રાજય સરકારના કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ હેઠળ વર્ષ 2020-21 માં નવી યોજના સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત અંજાર ખાતે રાજયપ્રધાન વાસણભાઇ આહિરે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાનું લોકાર્પણ કર્યુ હતું.

Kisan Parivahan Yojana launched in Anjar
અંજાર ખાતે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર અને કિસાન પરિવહન યોજનાનું લોકાર્પણ

By

Published : Sep 11, 2020, 7:18 AM IST

કચ્છ: ગાંધીનગરથી વીડિયો કોન્ફરન્સ દ્વારા મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. કચ્છ જિલ્લામાં થયેલી 261 ટકા મેઘમહેરથી રાજી થતાં તેમણે કહ્યું હતું કે, આ વર્ષે મેઘની મહેર થઇ તેમાં કચ્છમાં સૌથી વધુ વરસાદ પડયો છે. ખેડૂતોની કાર્યશકિત વધારવા તેમને સહાય આપવામાં આવે તો ખેડૂતોના બાવડામાં બળ છે. ખેડૂતોને બળ પુરું પાડવા ખેડૂત કલ્યાણના સાત પગલાં રાજય સરકારે આરંભ્યા છે. 'ખેડૂત સમૃદ્ધ ગામ સમૃદ્ધ' તો 'રાજય કાંટાળી વાડ આંતરિક સહાય' જેવી સાત પગલાં કલ્યાણ યોજના હેઠળ અમલી બનાવી છે.

સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયપ્રધાન વાસણભાઈ આહિરે અંજાર ખાતે જણાવ્યું હતું કે, 15 કરોડ 52 લાખ રૂપિયાની સહાય આ યોજના હેઠળ કચ્છને ફાળવવામાં આવશે. આ સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના પૈકી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના પૈકી કચ્છના ચાલુ વર્ષે કુલ 5175 ગોડાઉન બનશે. રાજયમાં પ્રથમવાર અમલી કિસાન પરિવહન યોજના હેઠળ કચ્છમાં 377 ઉપરાંત ખેડૂત લાભાર્થીઓ લાભ મેળવશે. જિલ્લાના ખેડૂતોને વિશ્વાસ આપતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નર્મદા મૈયાના પાણીથી કિસાનો હરિયાળું કચ્છ બનાવશે. ખેડૂતોના ભરોસાને જાળવવા સરકાર પ્રતિબંધ છે. કુલ રૂ.18 કરોડની સબસીડી આ યોજના દ્વારા મેળવીને ખેડૂતો કચ્છને વધુ સમૃદ્ધ કરશે, એવી આશા પણ તેમણે વ્યકત કરી હતી.

આ તકે કુલ 33 લાભાર્થી ખેડૂતોને યોજનાના મંજૂરીપત્રો અને હુકમોનું મંચસ્થ મહાનુભાવોના હસ્તે વિતરણ કરાયું હતું. આ બે યોજના પૈકી કચ્છમાં કુલ 5175 અને 377 મંજૂરી અને હુકમપત્રો આપવામાં આવશે. કોરોના કોવિડ-19 ની ગાઇડલાઇન અનુરૂપ આ કાર્યક્રમમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કલેકટર પ્રવિણા ડી.કે., તાલીમી IAS નિધિ શિવાચ, અંજાર ટીડીઓ એ.જે.દેસાઇ, અંજાર મામલતદાર અફઝલ મંડોરી, આત્મ પ્રોજેકટ ડાયરેકટર એ.ઓ.વાઘેલા તેમજ અગ્રણી સર્વ હરિભાઇ જાટિયા, બાબુભાઇ વેલાભાઇ, જિલ્લા-તાલુકા અગ્રણીઓ, ખેડૂતભાઇ-બહેનો, ગ્રામસેવકો, તલાટીઓ અને કૃષિ બાગાયત અને પશુપાલનના સબંધિત અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details