કચ્છઃ જિલ્લામાં સમયસર અને સારા વરસાદને પગલે ચાલુ વર્ષ પણ સમગ્ર રાજ્યના ટોપ ટેન સ્થાન આવે તે રીતે 550000 એક્ટરમાં ખરીફ પાકના વાવેતરની સંભાવના છે. ખેડૂતો મહેનત સાથે કામે લાગ્યા છે અને વિવિધ પાકોની વાવણી કરી રહ્યાં છે. હાલ કચ્છમાં 1.30 લાખ હેક્ટરમાં વાવણી થઈ ગઈ છે અને આ સપ્તાહમાં બે લાખ હેક્ટરમાં વાવણી થશે. જેથી આગામી સપ્ટેમ્બર માસ સુધીમાં કુલ આંક 5.50 લાખ હેક્ટર પર પહોચશે, તે રાજ્યમાં ક્રમાંકિત હશે તેવી શક્યતા છે.
કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારી સિહોરાએ ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં ખરીફ પાકની સીઝન ધમ-ધોકાર ચાલી રહી છે. ખેડૂતો વાવણી કરી રહ્યાં છે. છેલ્લા ત્રણ વર્ષમાં સરેરાશ પાંચ લાખ આઠ હજાર એકરમાં વાવેતર થાય છે. આ વર્ષે કચ્છમાં 1.30 923 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. જેમાં કપાસ 49000 હજાર હેક્ટરમાં, મગફળી 20856 હેકટરમાં, ઘાસચારો 19567 હેકટરમાં, તલ 11729 હેક્ટરમાં, મગ 10435 હેક્ટરમાં, ગુવાર 6849 હેક્ટરમાં, બાજરી 5740 હેક્ટરમાં અને દિવેલા શાકભાજી સહિત 130.923 હેક્ટરમાં વાવેતર થયું છે.