ગુજરાત

gujarat

ETV Bharat / state

કાલા કપાસે કચ્છના વાગડની મહિલાઓને આત્મનિર્ભર બનાવી, તેમની ખાદીની વિદેશોમાં માગ વધી - Demand in Japan

કચ્છમાં ખાદી ઉત્પાદનને પ્રોત્સાહન મળી રહ્યું છે. જેને પગલે કચ્છના કાલા કપાસમાંથી બનાવાતાં ખાદીના કાપડે નામના મેળવી છે. વિદેશોમાં પણ તેમની ખાદીની માગ વધી એ રીતે વાગડ વિસ્તારની મહિલાઓ ચાર વર્ષથી ખાદી ઉત્પાદનમાં અગ્રેસર બની છે. Kutch Vagad Woman Employment , Khadi Product From kutch , Demand in Japan

કાલા કપાસે કચ્છના વાગડની મહિલાઓને આત્મનિર્ભર બનાવી, તેમની ખાદીની વિદેશોમાં માગ વધી
કાલા કપાસે કચ્છના વાગડની મહિલાઓને આત્મનિર્ભર બનાવી, તેમની ખાદીની વિદેશોમાં માગ વધી

By

Published : Sep 5, 2022, 2:39 PM IST

Updated : Dec 5, 2022, 10:20 AM IST

કચ્છકેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા ખાદીને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. કચ્છમાં પણ છેલ્લા 4 વર્ષથી મહિલાઓ વિવિધ પ્રકારના ચરખાના માધ્યમથી ખાદીનું ઉત્પાદન કરીને સ્વાવલંબન સાથે સ્વમાનભર્યું જીવન ( Kutch Vagad Woman Employment ) મેળવવા સક્ષમ બની છે. ખાસ કરીને કચ્છના પ્રખ્યાત દેશી કાલા કપાસમાંથી ( Khadi Product From Kala Cotton ) બનાવવામાં આવતા ખાદીના કાપડે સમગ્ર દેશદુનિયામાં પોતાનું અલગ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

અબડાસાની બહેનો 4 વર્ષથી બનાવી રહી છે ખાદીનું કાપડકચ્છની સામાજિક સંસ્થાના નેજા હેઠળ કામ કરતી અબડાસા તાલુકાની ખાદી કારીગર વડીલ બહેનો આજે ખાદીના વણાટકામના માધ્યમથી પગભર ( Kutch Vagad Woman Employment )બની છે. ઉપરાંત એકબીજાની હુંફ મેળવીને આજે યુવાનોની જેમ સરકાર દ્વારા યોજાતા વિવિધ હેન્ડલુમ અને હસ્તકલા મેળામાં પોતાની કલા અને પ્રોડકટનું પ્રદર્શન પણ કરતી થઇ છે. હાલમાં અબડાસા તાલુકામાં ચાલતા કાલા કપાસ પ્રોજેકટમાં (Khadi Product From Kala Cotton) જોડાયેલી 70 થી 80 ટકા મહિલાઓ 60 વર્ષથી ઉપરની છે.

કચ્છના ઓર્ગેનીક કાલા કોટનથી બનતા ખાદી કાપડની વિદેશમાં ભારે માંગરેંટીયો કાંતવાના કામ સાથે જોડાયેલા 85 વર્ષના જશુબા જાડેજા જણાવે છે કે યુવાનીમાં રેંટીયો કાંતતા હતાં. પરંતુ સમય બદલતા આ કામ છુટી ગયું પરંતુ જીવન સંધ્યાએ ફરી રેંટીયો કાંતવાનો મોકો મળતા ફરીથી આ કામ ચાલુ કર્યું છે. આ કામના કારણે સમય સારી રીતે પસાર થઇ જાય છે, ઉપરાંત જે પણ આવક થાય છે. તેનાથી જરૂરીયાતો પૂર્ણ કરવામાં મદદ મળી રહી છે. આત્મવિશ્વાસ ( Kutch Vagad Woman Employment )પણ વધ્યો છે. વૃદ્ધા અવસ્થામાં અન્ય કોઇ પરિશ્રમ કરીને આવક મેળવવી શકય નથી ત્યારે રેંટિયો કાંતવાના કામથી અબડાસા તાલુકામાં અનેક વૃધ્ધ મહિલાઓને પૂરક રોજીરોટીનું સાધન પ્રાપ્ત થયું છે. વર્તમાન સમયમાં બારડોલી રેંટીયો, યરવડા ચરખો જેના પર ગાંધીજી પણ ઉન કાંતતા હતાં તથા અંબર ચરખો આ ત્રણ પ્રકારના ચરખા પર કામ કરાઇ રહ્યું છે.

અંબર ચરખો, બારડોલી ચરખો તથા યરવડા ચરખા પર કાર્ય કરી રહી છે 125 મહિલાઓ અન્ય ખાદી કારીગર વડીલ બહેનો કૈલાશબા જાડેજા, રામબા જાડેજા વધુમાં જણાવે છે કે કાલા કોટન ( Khadi Product From Kala Cotton ) પૂર્વ કચ્છના વાગડ વિસ્તારની ખાસિયત છે. આ કપાસ માત્ર વરસાદી પાણી આધાર્ત જ ઉગે છે. કોઇપણ પ્રકારના કેમિકલના વપરાશ વગર તેનું વરસાદી પાણીથી ઉત્પાદન થાય છે. તેથી તેમાંથી બનતા ખાદીના કાપડની ખાસિયત વધી જાય છે. હાલ અબડાસા તાલુકામાં 14 ગામની અનેક મહિલાઓ ખાદી કારીગર તરીકે કામ ( Kutch Vagad Woman Employment ) કરી રહી છે. 125 ચરખા દિવસરાત લોકોના ઘરે ચાલી રહ્યા છે. જેટલું વધુ કામ થાય તે મુજબ મહિલાઓ આવક મેળવી શકે છે.

કાલા કોટનની ખાદીની નિકાસખાદી કારીગર જ્ઞાનબા જાડેજા જણાવે છે કે, છૂટક માર્કેટમાં તેમના દ્વારા ઉત્પાદિત ખાદી કાપડનું વેચાણ થાય છે. તે ઉપરાંત મોટા હોલસેલર દેશની મોટી બ્રાન્ડ સીધી જ તેમની પાસેથી ખરીદી કરે છે. જાપાનમાં ખાદીના માગ થતાં જાપાન સહિતના દેશોમાં ( Khadi Demand in Japan) પણ કચ્છના કાલા કોટનની ખાદીની નિકાસ ( Export of Kutch Khadi ) થાય છે.

સરકાર દ્વારા વિવિધ મેળામાં વેંચાણ માટે મળી રહ્યું છે નિ:શુલ્ક પ્લેટફોર્મવર્તમાન સમયમાં સરકાર દ્વારા વિવિધ મેળામાં વેચાણ માટે નિ:શુલ્ક પ્લેટફોર્મ અપાતું હોવાથી તેમનું પ્રોડકટ લોકોના ઘર ઘર સુધી પહોંચી રહી છે. સરકારના આ સહકારથી ઘરની બહાર નીકળીને અમે મેળાના માધ્યમથી લોકો સાથે સીધા જોડાઇ રહ્યા છીએ. બજાર સાથે કઇ રીતે સંકળાઇ શકાય તેની સમજ આવી છે. વધુ કામ કરવાની ઘગશ તથા આત્મવિશ્વાસમાં પણ ( Kutch Vagad Woman Employment ) વધારો થયો છે.

Last Updated : Dec 5, 2022, 10:20 AM IST

ABOUT THE AUTHOR

...view details