ગુજરાત

gujarat

ETV Bharat / state

શિયાળામાં શરીરને તંદુરસ્ત રાખવા શું કરવું જોઈએ? જાણો એક્સપર્ટ એડવાઇઝ

કોરોનાકાળમાં રોગોથી બચવા માટે રોગપ્રતિકારક શક્તિની (Exercise and Food in Winter )જરૂરિયાત વધારે રહે છે ત્યારે રોગપ્રતિકારક શક્તિ વધારવા આહાર તો જરૂરી છે જ, પરંતુ તેની સાથે સાથે વ્યાયામનું અનેરું મહત્વ છે જે આજે સમાજને સમજવાની (Health Awareness in Kutch )જરૂરિયાત છે. વ્યાયામ સ્વાસ્થ્ય (keep the body healthy in winter )માટે ખૂબ જ ફાયદાકારક છે.

શિયાળામાં શરીરને તંદુરસ્ત રાખવા શું કરવું જોઈએ? જાણો એક્સપર્ટ એડવાઇઝ
શિયાળામાં શરીરને તંદુરસ્ત રાખવા શું કરવું જોઈએ? જાણો એક્સપર્ટ એડવાઇઝ

By

Published : Jan 2, 2023, 7:42 PM IST

આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે યોગ્ય ખોરાક અને વ્યાયામ છે તે શરીરમાં સ્થિરતા પ્રદાન કરે છે

કચ્છ શિયાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને શિયાળાની સવારમાં આપણે જો નિયમિત રીતે 30 મિનિટ પોતાના શરીરની તંદુરસ્તી માટે ફાળવી શકે તો આપણે સ્વસ્થ રહી શકીએ છીએ.આયુર્વેદમાં પણ જણાવવામાં આવ્યું છે કે યોગ્ય ખોરાક અને વ્યાયામ છે તે શરીરમાં સ્થિરતા પ્રદાન કરે છે (Exercise and Food in Winter ) અને જેનાથી આપણે વિવિધ રોગોથી બચી શકીએ છીએ અને આપણી આંતરિક શક્તિમાં વધારો પણ લાવી શકીએ છીએ.

આ પણ વાંચો Health in Winter : જાણો શિયાળામાં કંઈ રીતે શરીરને તંદુરસ્ત રાખી શકાય

શરીર માટે સમય ન ફાળવવાથી શરીર બને છે રોગોનું ઘરહાલના સમયમાં દરેક લોકો પોતાના જીવનમાં દૈનિક દિનચર્યામાં વ્યસ્ત રહેતા હોય છે ત્યારે તે વ્યસ્તતાની વચ્ચે વ્યાયામ માટે સમય ફાળવવાનું દરેક લોકો ભૂલી જતા હોય છે ત્યારે સમય ન ફાળવવાના લીધે વિવિધ જાતના રોગો જેવા કે મેદસ્વિતા, હાઈપરટેન્શન,થાઈરોઈડ , ડાયાબિટિસ વગેરે રોગોનુ ઘર આપણું શરીર બની જતું હોય છે અને તેવું ન બને તે માટે વ્યાયામ ખૂબ જરૂરી છે.

આ પણ વાંચો શિયાળામાં કસરત ચાલુ રાખવાની છ રીતો

સૂર્યનમસ્કાર કરીને પણ શરીરમાં ઉર્જા વધારી શકાય છે હાલમાં શિયાળો ચાલી રહ્યો છે તો યોગ શરૂ કરવા માટે સૌથી સારો સમય છે.યોગ અને પ્રાણાયામથી શરીરમાં ઉર્જા ઉત્પન થાય છે શિયાળાના સમયમાં શરૂઆતમાં સૂક્ષ્મ વ્યાયામ કરીને યોગ કરવાનું શરૂ કરવું જોઈએ, ઉપરાંત સૂર્ય નમસ્કાર કે જે વાર આસનોનો સમૂહ છે તે સર્વશ્રેષ્ઠ છે અને દરરોજ માત્ર 10 મિનિટમાં 10 સૂર્યનમસ્કાર કરીને શરીરને તંદુરસ્ત રાખી શરીરમાં ઉર્જા વધારી શકાય છે.

શિયાળામાં વ્યાયામને મહત્વ આપવું જોઈએ શિયાળામાં શરીરને કઈ રીતે તંદુરસ્ત રાખવું એ અંગે ETV Bharat સાથે વાતચીત કરતા આયુર્વેદિક વૈધ આલાપ અંતાણીએ જણાવ્યું હતું કે,શિયાળાની જે ઋતુ છે જેને આપણે શાસ્ત્રોની અંદર આયુર્વેદમાં આપણે જેને હેમંત ઋતુ કહીએ છીએ આ હેમંત ઋતુ સૌથી ઠંડી ઋતુ તો છે જ પરંતુ સ્વાસ્થ્યના વર્ધન માટે પણ સૌથી સારી ઋતુ આપણે જણાવેલી છે એમાં. શિયાળાની ઋતુમાં આપણે એમ કહી શકીએ કે આખા વર્ષનો જો આપણે બળ એકઠું કરવું હોય તો આપણે શિયાળામાં કરી શકીએ. સૌથી પહેલું મહત્વ શિયાળાની અંદર વ્યાયામનું છે કેમકે અત્યારે જે છે શિયાળામાં ચંદ્રનું બળ એ વધારે બળવાનું હોય છે સૂર્ય કરતા અને એટલા માટે જ આપણી જે અંદરની જે શક્તિઓ છે એ વધારે સારી અવસ્થામાં હોય છે એટલે સૌથી પહેલા તો વ્યાયામને, યોગને,સૂર્ય નમસ્કારને એને આપણે મહત્વ આપવું જોઈએ કે જેના દ્વારા આપણે આપણું સ્વાસ્થ્ય જાળવી શકે છે.માંસપેશીઓને એનાથી બળ મળે છે અને ઘણા બધા એવા ફાયદાઓ આપણે લઈ શકીએ કે જેના કારણે આપણું શરીર વધારે સુદ્રઢ બને તો વ્યાયામને ખૂબ સારું મહત્વ આપણે આપણી દીનચર્યાની અંદર પણ આપવું જોઈએ.

આ ઋતુમાં પાચન શકિત પ્રબળ હોય છેજો આહારની વાત કરીએ તો આહારનું આ ઋતુની અંદર વિશેષ મહત્વ છે. કારણ કે આપણી પાચનશક્તિ જે છે તે આ ઋતુની અંદર સૌથી પ્રબળ હોય છે.જેના કારણે આપણે ગુરુ એટલે કે પચવામાં ભારી હોય અને બળ આપનારો જે ખોરાક છે એ લઈ શકે જેમ કે અડદ છે ઘી છે ગાયના દૂધમાંથી બનતી અલગ અલગ પ્રકારની જે વાનગીઓ જેમકે ખીર છે દહીં છે એનો ઉપયોગ આપણે આ ઋતુમાં વધારવો જોઈએ. અલગ અલગ પ્રકારે આપણે ઘઉંનો અને એનો જે શીરો બનાવતા હોઈએ ઘી સાથે એનો પણ નિયમિત રૂપે ઉપયોગ કરવો જોઈએ. વધુ પડતો ગરમ ખોરાક લઈએ અને એની અંદર ઘી દ્વારા દૂધ દ્વારા આપણે એની સિગ્નતા જે છે એ વધારવી જોઈએ. ઉપરાંત મધુર રસ ધરાવતા આહાર જે છે એ પણ આ ઋતુની અંદ રઆપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારા કહેવામાં આવ્યા છે.

તલના તેલની માલિશ પણ કરવી અનિવાર્ય ઉપરાંત આપણે જે અલગ અલગ તલમાંથી કચરિયું છે ચીકી બનાવતા હોઈએ છીએ ગોળનો ઉપયોગ આપણે વ્યવસ્થિત કરતા હોય છે, શેરડીના રસનો ઉપયોગ જે છે આ બધું જે છે એ આ ઋતુની અંદર જો લેવામાં આવે તો એ સ્વાસ્થ્યપ્રદ અને બળ આપનારું છે.શાસ્ત્રોની અંદર ચવનપ્રાસનો પણ એક વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે અથવા આમળાના પણ નિયમિત રીતે વધારે ઉપયોગ દ્વારા આપણે આપણા શરીરની અંદર રસાયણ એટલે કે આપણા શરીરની ધાતુ અને આપણે પોષણ આપી શકીએ છીએ. ઉપરાંત શરીરને તલના તેલથી, સરસોના તેલથી માલિશ કરીએ તો તેના કારણે પણ શરીરમાં બળ વધે છે. રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે અને આવનારી ઋતુઓમાં પણ આપણે રોગપ્રતિકારક શક્તિ વધારી શકીએ છીએ.

વ્યાયામ શરીર, મન અને આધ્યાત્મિક તંદુરસ્તી મેળવવા માટે પણ જરૂરીઉપરાંત નિયમિત રીતે યોગ, આસન, પ્રાણાયમ કરવું જોઈએ જેનાથી આપણે શરીર અને મન સ્વસ્થ બનાવી શકીએ.સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ પણ કરવી જોઈએ જેથી આપણા શરીરનાં સાંધાઓને નિયમિત રીતે કસરત મળી રહે. ઉપરાંત outdoor sport પણ એક્સરસાઇઝ તરીકે લઈ શકાય છે.જેમકે રનીંગ, સાયકલિંગ, બેડમિન્ટન , ટેનિસ જેવા sport કે જે તમારા સ્વાસ્થ્યને જાળવી શકે તેવા વર્કઆઉટને પણ પોતાના જીવનમાં નિયમિતતાથી કરવામાં આવે તો ચોક્કસ પણે સ્વસ્થ રહી શકાય.વ્યાયામ માત્ર રોગોથી બચવા નહીં પરંતુ શરીર, મન અને આધ્યાત્મિક તંદુરસ્તી મેળવવા માટે પણ જરૂરી છે.

ABOUT THE AUTHOR

...view details