કારગિલ વિજય દિવસ સપ્તાહની ઉજવણી અંતર્ગત સીમા સુરક્ષા દળ દ્વારા રક્તદાન કેમ્પ તથા શાળાના બાળકોને દરિયામાં ક્રીક ભ્રમણ તેમજ સરહદી ગામોની શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું. કારગિલ વિજય દિવસ સપ્તાહના ઉપલક્ષ્યમાં ભુજના કોડકી રોડ સ્થિત સીમા સુરક્ષા દળના હેડકવાટર્સ ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો.
જેમાં શહેરીજનો ઉપરાંત દળના ચાર ડઝન જેટલા જવાનોએ રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પનું ઉદ્ઘાટન સીમા સુરક્ષા દળના ક્ષેત્રિય ઉપ મહાનિરીક્ષક સમુંદરસિંહ ડબાસે કર્યું હતું. કચ્છના ક્રીક તથા રણ વિસ્તારની ભારત-પાકિસ્તાનની સીમા ચોકીઓ વિસ્તારના અકરી, કરમઠા, કોશા, લખપત, હાજીપીર તથા ખાવડા જેવા ગામની શાળાઓમાં કારગિલ વિજય દિવસની સપ્તાહ ઉજવણીને લઈને' ચિત્ર સ્પર્ધા, વાદ-વિવાદ સ્પર્ધાનું આયોજન સીમા સુરક્ષા દળ દ્વારા થયું હતું.
કારગિલ વિજય સપ્તાહ અંતર્ગત કચ્છમાં વિદ્યાર્થીઓ જાણી સૈન્યની કપરી કામગીરી આ પ્રસંગે દળના જવાનો દ્વારા કારગિલ યુદ્ધ દરમ્યાન ભારતીય સેના તથા BSFની ભૂમિકા અંગેની જાણકારી અપાઈ હતી. નારાયણ સરોવરના વિદ્યાલયમાં શાળાના બાળકો અને શિક્ષકોને સીમા સુરક્ષા દળની કામગીરી અને કારગિલ યુદ્ધ સંબંધિત ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવાઈ હતી. આ કાર્યક્રમોમાં છાત્રો અને શિક્ષકો ઉત્સાહભેર જોડાયા હતા.
આ ઉપરાંત નારાયણ સરોવરની માધ્યમિક અને પ્રાથમિક શાળાના 60 જેટલા બાળકોને સીમા સુરક્ષા દળની બોટ દ્વારા દરિયામાં લઇ જઇ સીમાની ક્રીક વિસ્તારનું ભ્રમણ કરાવાયું હતું. કોસ્ટગાર્ડ અને BSF દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બાળકોને લક્કી નાળાં ખાતે કોસ્ટગાર્ડના ડે. કમાન્ડન્ટ આર. કે. શર્મા, આસિ, કમાન્ડન્ટ કુરીઓડેએ જવાનો દ્વારા દરિયામાં થતી સીમા ચોકિયાતની કપરી કામગીરીથી વાકેફ કરાયા હતા.
કારગિલ વિજય સપ્તાહ અંતર્ગત કચ્છમાં વિદ્યાર્થીઓ જાણી સૈન્યની કપરી કામગીરી કોટેશ્વર તથા બુદ્ધુ બંદર સીમા ચોકી ઉપર જવાનો દ્વારા વૃક્ષારોપણ થયું હતું. કુડા સીમા ચોકી પર રાપર તાલુકાના બાલાસરના કસ્તૂરબા વિદ્યાલયની 50 બાળકીઓ અને શિક્ષકોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં સીમા સુરક્ષા દળના સેકન્ડ કમાન અધિકારી રાજેન્દ્રસિંહ યાદવે કારગિલ યુદ્ધ પર વ્યાખ્યાન આપ્યું હતું. બાળકોને કારગિલ વિજય દિવસ પર આધારિત ફિલ્મ તેમજ વાઘાબોર્ડર પર થતી પરેડ મોટા પડદા પર દર્શાવાઈ હતી.