કચ્છ BSF દ્વારા પાકિસ્તાનને અડીને આવેલા સરદાર ચોકી પાસે શહીદ સ્મારક પર શહીદોને 111 જવાનોએ એક સાથે સલામી આપીને નમન કરી શ્રદ્ધાજંલિ અર્પણ કરી હતી. આ સાથે જ આસપાસના ગામના 30 સ્થાનિક નાગરિકો પણ જોડાયા હતા.
કચ્છમાં શહીદોને યાદ કરાયા, સરહદ પર શહીદ સ્મારક પર અપાઈ શ્રદ્ધાંજલિ - કારગિલ વિજય દિવસ
કચ્છ: શુક્રવારે કારગિલ વિજય દિવસની ઉજવણી કરવા સાથે દેશના હિત માટે જીવની આહુતિ આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ આપીને યાદ કરાયા હતા. કચ્છની સરહદે આવેલા સરદાર ચોકી શહીદ સ્થળ, વોર મેમોરિયલ સહિત કચ્છભરમાં વિવિધ જગ્યાએ શહીદોને યાદ કરીને પુષ્પાજંલિ સાથે નમન કરાયું હતું.
kutch
આ ઉપરાંત ધર્મશાળા ચોકી પાસે આવેલા વોર મેમોરિયલ સ્થળ પર શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જયારે ભૂજ ખાતે મેરેથોન દોડ, વોલીબોલ સ્પર્ધા, સરહદી ગામોમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત વિધાર્થીઓને હથિયાર પ્રદર્શન સાથે સૈન્યની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યા હતા.