ગુજરાત

gujarat

ETV Bharat / state

હવે ગાંધીધામના લોકોને નહીં ચૂકવી પડે ઊંચી ટ્રાન્સફર ફી, નવી પોલિસીની જાહેરાત - ગાંધીધામ જમીન ફી હોલ્ડ

કચ્છ: જિલ્લાના ગાંધીધામ શહેરમાં કંડલા પોર્ટની માલિકીની જમીન પર રહેતા નાગરિકો વેપારીઓની લાંબી લડત બાદ અંતે તેમનો પ્રશ્ન ઉકેલાઈ ગયો છે. નવી પોલીસીની જાહેરાત કંડલા પોર્ટ કરી હતી. જેને ગાંધીધામના ઉદ્યોગ વેપારી જગતે આવકારી હતી. જમીન ફી હોલ્ડ બાદ લાંબા સમયથી આ મુદ્દે લડત ચલાવ્યા બાદ તે માંગણીઓ સંતોષાઇ હતી.

kandla
કચ્છ

By

Published : Jan 18, 2020, 9:26 PM IST

ગાંધીધામના લોકોને હવે ઊંચી ટ્રાન્સફર ફી ચૂકવી નહીં પડે. જમીન લીઝ હોલ્ડમાંથી ફી hold કર્યા બાદ ટ્રાન્સફર ફીનો પ્રશ્ન હતો. જેમાં 1000 એકરે 61 લાખથી વધુ ટ્રાન્સફર ફી ચૂકવી પડતી હતી. જે હવે માત્ર 11 હજાર કરી દેવાનો નિર્ણય કરાયો હતો. ગાંધીધામ વેપારી એસોસિયેશન અને લડત સમિતિની હાજરીમાં જાહેરાત કરવામાં આવી હતી.

ગાંધીધામમાં કંડલા પોર્ટ કરી નવી પોલીસીની જાહેરાત

કંડલા પોર્ટ ટ્રસ્ટની જમીનમાં રહેલા અનેક વેપારીઓ અત્યાર સુધી જમીનના માલિક હકો ધરાવતા ન હતા. લાંબા સમયની લડાઈ બાદ શીપીંગ મિનિસ્ટરે જમીન ફિ ફોલ્ડ કરી ગાંધીધામના લોકોને માલિકી હક્ક તો અપાવ્યો હતો. પરંતુ જમીન વેચાણ સમયે ટ્રાન્સફર ફી ઊંચી રખાઈ હતી. જે મામલે અનેક લડત અને વેપારીઓએ દિલ્હી સુધી રજૂઆત બાદ શિપિંગ મિનિસ્ટરે નિર્ણય કરી ટ્રાન્સફર ફીમાં ઘટાડો કર્યો હતો. તેમજ નવી પોલીસીથી 29,000 લોકોને ફાયદો થશે તેવું ચેરમેને જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details