ગુજરાત

gujarat

ETV Bharat / state

Junior Clerk Exam 2023: કચ્છ જિલ્લામાં પરીક્ષા આપવા દૂર દૂરથી ઉમેદવારો આવ્યા - competitive Examination Kutchh District

રાજ્યમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા જુનિયર ક્લાર્ક (વહીવટી/હિસાબ)ની સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કચ્છના 67 કેન્દ્ર પર પણ આ પરીક્ષા લેવામાં આવી હતી. કચ્છ જિલ્લા બહારથી ઉમેદવારો આ પરીક્ષા આપવા માટે પૂરી તૈયારીઓ સાથે દૂર દૂરથી કચ્છ આવ્યા છે.

Junior Clerk Exam 2023: કચ્છ જિલ્લામાં પરીક્ષા આપવા દૂર દૂરથી ઉમેદવારો આવ્યા
Junior Clerk Exam 2023: કચ્છ જિલ્લામાં પરીક્ષા આપવા દૂર દૂરથી ઉમેદવારો આવ્યા

By

Published : Apr 9, 2023, 10:14 AM IST

કચ્છઃ જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા આવેલા ઉમેદવારો માટે કચ્છમાં એસ.ટી. વિભાગે ખાસ વ્યવસ્થા કરી છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી આ પરીક્ષા માટે જુદા જુદા કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા હતા. કચ્છ જિલ્લાના ભુજ, અંજાર અને ગાંધીધામના કુલ 67 કેન્દ્ર પર 21,150 ઉમેદવાર સ્પર્ધાત્મક પરીક્ષા આપશે.

આ પણ વાંચોઃ Junior Clerk Exam 2023: જુનિયર કલાર્કની પરીક્ષા તંત્ર માટે પરીક્ષાની ઘડી

ખાસ પરિવહન વ્યવસ્થાઃકચ્છ જિલ્લા બહારથી આવતા ઉમેદવારો માટે જુદા જુદા જિલ્લાના એસ.ટી.તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે. તે જ રીતે કચ્છ જિલ્લાના ઉમેદવારોને પરીક્ષા આપવા માટે જિલ્લા એસ. ટી. તંત્ર તરફથી પાટણ માટે 08 બસ તથા મોરબી-રાજકોટ પરીક્ષા આપવા જતા ઉમેદવારો માટે 02 બસ એમ કુલ 10 એક્સ્ટ્રા બસની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉમેદવારો આવ્યાઃસવારના સમયમાં જિલ્લા બહારથી એટલે કે રાજકોટ, મોરબી, સિદ્ધપુર, પાટણથી ઉમેદવારો ભુજ પરીક્ષા આપવા માટે આવ્યા છે અને ઉમેદવારોએ જણાવ્યું હતું કે, સરકાર અને એસ. ટી. તંત્ર દ્વારા આ વખતે સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને ગયા વર્ષે પેપર લીક થઈ ગયું હતું પરંતુ તંત્ર દ્વારા આ વર્ષે ચુસ્ત પગલાં લેવામાં આવ્યા છે ત્યારે આશા છે કે પરીક્ષામાં કોઈ ગેરરીતિ ના સર્જાય. રાજકોટથી આવેલા ઉમેદવાર મિલન મકવાણાએ જણાવ્યું હતું કે," હું રાજકોટથી પરીક્ષા આપવા આવ્યો છું મારો કેન્દ્ર ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજમાં છે. સરકાર અને એસ. ટી. તંત્ર દ્વારા સારો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Junior Clerk Exam 2023: પરીક્ષાને લઈને નગરપાલિકાની મહત્વની જાહેરાત,

પેપર લીક ન થાયઃમોટાભાગના ઉમેદવારો જે કેન્દ્ર પર પરીક્ષા દેવા માટે આવ્યા હતા. તેમનું એવું જ કહેવું હતું કે, કોઈ પણ સંજોગોમાં પેપર ન ફૂટે. આ પહેલા પણ જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુટી જતા પરીક્ષા રદ્દ કરવી પડી હતી. જોકે, આ વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કસોટી લેવાઈ રહી છે. જેમાં પ્રશ્નપત્રોની પુરતી સુરક્ષા વચ્ચે ઉમેદવારોને આ પ્રશ્નપત્ર આપવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details