- પીડિત પરિવારને મળવા ભુજ ખાતે જી.કે.જનરલ હોસ્પિટલ જશે મેવાણી
- પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ સાથે જીગ્નેશ મેવાણીએ મિટિંગ કરી
- મેવાણી એ ભચાઉનાં DySP અને SP મયુર પાટીલ સાથે મીટીંગ કરી
- નેર ગામમાં પોલીસ બંદોબસ્ત સાથે દલિતોએ મંદિરમાં પ્રવેશ કર્યો
કચ્છ: કચ્છમાં હુમલા મુદ્દે જીગ્નેશ મેવાણી(Jignesh Mewani)એ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કચ્છમાં દલિત પર થયેલ હુમલા(Attack on Dalits) મુદ્દે આગામી દિવસોમાં આંદોલન(Movement in the coming days) કરવામાં આવશે. જે રીતે ભચાઉ તાલુકાનાં નેર ગામે જમીનની બાબતમાં ક્રૂરતા પૂર્વક હુમલો કરવામાં આવ્યો છે. તે હુમલો ફક્ત એટલા માટે કરવામાં આવ્યો કે તેમને મંદિરમાં પ્રવેશ આપવામાં ન આવે. તો મંદિર જાહેર સ્થળ છે જેમાં તમામ લોકોને પ્રવેશની છૂટ હોય તો ભેદભાવ કેમ કરવામાં આવે છે અને આગામી 1 તારીખે તમામ દલિતો તે મંદિરમાં પ્રવેશ કરશે.
પોલીસ બંદોબસ્ત સાથે દલિતોએ મંદિરમાં પ્રવેશ કર્યો
જીગ્નેશ મેવાણી એ ભચાઉનાં DySP અને SP મયુર પાટીલ(SP Mayur Patil) સાથે મીટીંગ કરી હતી અને સાંજે હુમલામાં ભોગ બનનાંર પીડિત પરિવારને મળવા ભુજ ખાતે જી.કે.જનરલ હોસ્પિટલ(GK General Hospital) જશે. હુમલાં અંગે મેવાણીએ જણાવ્યું હતું કે, આ બનાવ ઘણાં દિવસોથી ચર્ચામાં છે. આજે રાપર તાલુકાનાં વરણું ગામની મુલાકાત લીધી હતી અને નેર ગામમાં પોલીસ બંદોબસ્ત સાથે દલિતોએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો.